android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana : સતલાસણાના બેડસ ગામે વરઘોડામાં બબાલ, ગામમાં બેન્ડવાજા વગાડવા, વરઘોડાને લઇ બબાલ થયા બાદ પથ્થરમારો
calendar_today January 24, 2026

Mehsana : સતલાસણાના બેડસ ગામે વરઘોડામાં બબાલ, ગામમાં બેન્ડવાજા વગાડવા, વરઘોડાને લઇ બબાલ થયા બાદ પથ્થરમારો

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના બેડસ ગામમાં લગ્નનોવરઘોડો નીકળવા બદલ માથાકૂટ થઇ હતી જેમાં ભારે બબાલ થતા સામ સામે પથ્થરમારો થયો હતો. બનાવમાં એક મહિલા ઘાયલ થઇ હોવાનું જાણવા મળે છે. વરઘોડામાં બેંડ વગાડવા અને વરઘોડો નિકળવાના મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલીમળેલી માહિતી પ્રમાણે ગામમાં વરઘોડામાં બેંડ વગાડવા અને વરઘોડો નિકળવાના મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો બંને જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો ચાલુ વરઘોડામાં જ આ મુદ્દે ભારે બોલાચાલી થયા બાદ હંગામો મચ્યો હતો અને બંને જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો થયો હતો ઘટનામાં એક મહિલા ઘાયલ પથ્થરમારાની ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતાં પોલીસ તત્કાળ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મામલો સંભાળી લીધો હતો. પોલીસ તપાસ શરુ ઘટનાના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. મામલો શું હતો અને કઇ રીતે બનાવ બન્યો તે સહિતના મુદ્દા પર પોલીસ તપાસ શરુ થઇ છે. આ પણ વાંચો-----    Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?

Read Full Story arrow_forward
Republic Day 2026: 2.5 કિલો RDX સાથે 4 આતંકી ઝડપાયા, પ્રજાસત્તાક દિવસ પહેલા આતંકી ષડયંત્ર નિષ્ફળ
calendar_today January 24, 2026

Republic Day 2026: 2.5 કિલો RDX સાથે 4 આતંકી ઝડપાયા, પ્રજાસત્તાક દિવસ પહેલા આતંકી ષડયંત્ર નિષ્ફળ

પંજાબના હોશિયારપુરમાં પોલીસે પ્રજાસત્તાક દિવસ પહેલા એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. પોલીસે પ્રતિબંધિત પાકિસ્તાની ISI સમર્થિત સંગઠન, બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે જોડાયેલા એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ચાર ખતરનાક આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી આશરે 2.5 કિલો RDX ભરેલો IED જપ્ત કરવામાં આવ્યો હતો.બે પિસ્તોલ કબ્જે કરી પંજાબના પોલીસ મહાનિર્દેશક (DGP) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ દિલજોત સિંહ, હરમન સિંહ ઉર્ફે હેરી ઉર્ફે હરી, અજય ઉર્ફે મહિરા અને અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ કંડોલા તરીકે કરવામાં આવી છે, જે બધા SBS નગર જિલ્લાના રાહોન વિસ્તારના રહેવાસી છે. પોલીસે તેમના કબજામાંથી બે પિસ્તોલ પણ જપ્ત કરી છે.  હુમલાનું કાવતરું નિષ્ફળ બનાવાયુંDGP ગૌરવ યાદવે જણાવ્યું હતું કે આ આતંકવાદી મોડ્યુલ યુએસ સ્થિત બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ હેન્ડલર્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જપ્ત કરાયેલા IED નો ઉપયોગ આગામી પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લક્ષ્ય બનાવીને આયોજિત આતંકવાદી હુમલો કરવા માટે કરવાનો હતો. BKI હેન્ડલર્સ અમેરિકાથી સૂચનાઓ આપી રહ્યા હતા BKI હેન્ડલર્સ અમેરિકાથી આ આતંકવાદીઓને સૂચનાઓ આપી રહ્યા હતા, જેમને પાકિસ્તાનની ISI દ્વારા વિસ્ફોટકો પૂરા પાડવામાં આવી રહ્યા હતા. આ ગેંગ પંજાબની શાંતિ ભંગ કરવા અને લક્ષ્યાંકિત હુમલાઓ કરવા માટે તૈયાર હતી. પોલીસ હાલમાં ચાર આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે અને તેમના અન્ય સહયોગીઓ વિશે પણ માહિતી એકત્રિત કરી રહી છે. વધુ તપાસ તેજતેમણે કહ્યું કે આ કેસમાં આગળ અને પાછળની કડીઓ સ્થાપિત કરવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે. ઓપરેશન વિશે વિગતો શેર કરતા, હોશિયારપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંદીપ મલિકે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે, હોશિયારપુર પોલીસ અને CI જલંધર ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને ચાર શંકાસ્પદોની ધરપકડ કરી હતી અને તેમના કબજામાંથી એક RDX આધારિત IED અને બે પિસ્તોલ જપ્ત કરી હતી.

Read Full Story arrow_forward
આ વર્ષે Char Dham Yatra યાત્રા ક્યારે શરૂ થશે? જાણો કેદારનાથ અને બદ્રીનાથના દરવાજા ખોલવાની તારીખ
calendar_today January 24, 2026

આ વર્ષે Char Dham Yatra યાત્રા ક્યારે શરૂ થશે? જાણો કેદારનાથ અને બદ્રીનાથના દરવાજા ખોલવાની તારીખ

છ મહિના સુધી ચાલતી શિયાળાની બંધબેસતી બાદ હવે ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે, જેને લઈને દેશભરના શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારધામ યાત્રા હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને જીવનમાં એકવાર આ યાત્રા કરવી પુણ્યદાયી માનવામાં આવે છે. દર વર્ષે શિયાળામાં ભારે હિમવર્ષા અને કડક હવામાનના કારણે ચારધામના મંદિરોના દરવાજા બંધ રાખવામાં આવે છે, જ્યારે ઉનાળાની શરૂઆત સાથે જ આ મંદિરો ફરી ભક્તો માટે ખોલવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરા અનુસાર ચારધામ યાત્રાનો પાવન આરંભ થવા જઈ રહ્યો છે. દરવાજા ક્યારે ખુલશે? ચારધામ યાત્રાની રાહ જોઈ રહેલા ભક્તો માટે સૌથી મોટી ખુશખબરી એ છે કે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું બદ્રીનાથ ધામ આ વર્ષે 23 એપ્રિલે સવારે 6:15 વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખુલશે. બદ્રીનાથ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને ચારધામ યાત્રામાં તેનું વિશેષ મહત્વ છે. વસંત પંચમીના શુભ અવસર પર નરેન્દ્રનગર, ટિહરી પેલેસમાં આયોજિત પરંપરાગત ધાર્મિક વિધિ દરમિયાન ખાસ પૂજા-અર્ચના બાદ પંચાંગ અને કેલેન્ડરની સમીક્ષા કરીને આ શુભ તારીખ નક્કી કરવામાં આવી હતી. મંદિર સમિતિના અધિકારીઓએ શુક્રવારે સત્તાવાર રીતે આ તારીખની જાહેરાત કરી, જેના બાદ દેશભરમાં ભક્તોમાં આનંદ અને ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો છે. બદ્રીનાથ મંદિર શિયાળામાં લગભગ 6 મહિના બદ્રીનાથ મંદિર શિયાળામાં લગભગ છ મહિના સુધી બંધ રહે છે અને આ સમયગાળા દરમિયાન ભગવાનની પૂજા અન્ય સ્થળે કરવામાં આવે છે. દરવાજા ખુલવાની સાથે જ મંદિર પરિસરમાં ફરી રોનક જોવા મળે છે અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભગવાન બદ્રીનાથના દર્શન કરવા પહોંચે છે. બદ્રીનાથ સાથે સાથે ચારધામ યાત્રાના અન્ય ધામોની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ઉત્તરકાશી જિલ્લામાં આવેલાં ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 19 એપ્રિલે અક્ષય તૃતીયાના શુભ દિવસે ખુલશે. ગંગોત્રી અને યમુનોત્રી ધામ ગંગા અને યમુના નદીના ઉદ્ગમ સ્થાન હોવાથી આ ધામોને વિશેષ પવિત્ર માનવામાં આવે છે અને અહીં દર્શન કરવાનું પણ ખૂબ પુણ્યદાયી ગણાય છે. ચારધામ યાત્રાની તૈયારીઓ શરૂ ચારધામ યાત્રાનો મહત્વનો ભાગ એવા કેદારનાથ ધામની વાત કરીએ તો રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું ભગવાન શિવનું આ પવિત્ર જ્યોતિર્લિંગ છે. કેદારનાથ મંદિરના દરવાજા ખોલવાની તારીખ હજી જાહેર કરવામાં આવી નથી. પરંપરા મુજબ, દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે કેદારનાથ મંદિરના કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવે છે, જેને લઈને ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ ચારધામ યાત્રાની શરૂઆતને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકાર અને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. યાત્રા માર્ગોની મરામત, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી, આરોગ્ય સેવાઓ સુલભ કરવી તેમજ યાત્રાળુઓ માટે રહેવાની અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે પ્રશાસન સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. આ પણ વાંચો : Union Budget 2026 : 92 વર્ષ પછી બદલાઈ ભારતીય બજેટની પરંપરા, જાણો શું થયું 2017માં

Read Full Story arrow_forward