Gandhinagar News : અંબાલાલ પટેલની મોટી આગાહી, ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની દસ્તક, ખેડૂતોની ચિંતામાં વધારો
ગુજરાતમાં બદલાતા હવામાન વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી બે થી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાલનપુરમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે, જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ કાતિલ ઠંડી પડશે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં પણ પારો નીચો જશે અને કચ્છમાં તાપમાન 8 ડિગ્રીથી નીચે નોંધાઈ શકે છે. જોકે, 27-28 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપને કારણે ઠંડીમાં થોડી રાહત મળશે, પરંતુ ત્યારબાદ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી ઠંડીનું જોર વધશે.કડકડતી ઠંડીની ચેતવણી ઠંડીની સાથે-સાથે અંબાલાલ પટેલે માવઠાની પણ ચેતવણી આપી છે. ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે. ફેબ્રુઆરી માસ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઉત્તર તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે. પવનની ગતિમાં વધારો થવાને કારણે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાશે. આ આગાહીને પગલે ખાસ કરીને ખેડૂતોમાં પાકને થનારા નુકસાનને લઈને ચિંતાની લાગણી જોવા મળી રહી છે. આ પણ વાંચો : Ahmedabad News : આનંદનગરમાં જિમ ટ્રેનર અને સિક્યુરિટી પર હુમલો, યુવતીના મિત્રએ રિફંડના મુદ્દે જિમમાં મચાવ્યો આતંક
Read Full Story arrow_forward