android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News :  સુરતના રાંદેરમાં મેકઅપ આર્ટિસ્ટ સાથે દુષ્કર્મની ઘટના, વીડિયો વાયરલ કરવાની ધમકી સાથે 2 શખ્સે 40 લાખ પડાવ્યા
calendar_today January 24, 2026

Surat News : સુરતના રાંદેરમાં મેકઅપ આર્ટિસ્ટ સાથે દુષ્કર્મની ઘટના, વીડિયો વાયરલ કરવાની ધમકી સાથે 2 શખ્સે 40 લાખ પડાવ્યા

સુરતના રાંદેરમાં મેકઅપ આર્ટિસ્ટ સાથે દુષ્કર્મની ઘટના બની છે અને બે ભાઇઓએ અવાર-નવાર દુષ્કર્મ આચર્યુ છે, આરોપીની બહેને વીડિયો બનાવ્યો હોવાનો આરોપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા છે, રાંદેર પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતના રાંદેરમાં મેકઅપ આર્ટિસ્ટ સાથે દુષ્કર્મની ઘટના સુરતના રાંદેરમાં દુષ્કર્મની ઘટના બની છે અને મેકઅપ આર્ટિસ્ટ પાસેથી શખ્સોએ રુ. 40 લાખ પડાવ્યા છે, યુસુફ શેખ, ઇશરત શેખ, સોહેલ શેખ સામે ફરિયાદ નોંધાઈ છે અને મેકઅપ આર્ટિસ્ટે વીડિયો વાયરલ થવાની ધમકીને લઈ આ ફરિયાદ નોંધાવી છે, તો ભોગ બનેલ યુવતીનું પોલીસે મેડિકલ ચેકિંગ પણ કરાવ્યું છે, અને બે શખ્સોએ તો વારંવાર દુષ્કર્મ આચર્યુ હોવાની વાત પણ સામે આવી છે, તો ભોગ બનનાર અને ફરિયાદી કેટલા સમયથી સંપર્કમમાં હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. બે ભાઈઓ દ્વારા અવાર નવાર આચરવામાં આવ્યું દુષ્કર્મ એટલું જ નહી આરોપીની બહેને સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હોવાનો આરોપ ભોગ બનનારે કર્યો છે, જ્યાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મહિલા પાસેથી 40 લાખ રૂપિયા પડાવ્યા છે, હાલમાં આરોપીઓ પોલીસની પકડની બહાર છે અને આરોપીને શોધવા પોલીસે અલગ-અલગ ટીમો પણ બનાવી છે. આ પણ વાંચો : Chhota Udepur News : બાળકો રામ ભરોસે, સંખેડા તાલુકાના સારંગપુરમાં તૈયાર થયેલું આંગણવાડીનું નવું નંદઘર આજે પણ લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે

Read Full Story arrow_forward
Ahmedabadના વાસણામાં મોડી રાતે કારને આંતરી હુમલાખોરોએ કર્યા હુમલો, તોડફોડ કરી આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર
calendar_today January 24, 2026

Ahmedabadના વાસણામાં મોડી રાતે કારને આંતરી હુમલાખોરોએ કર્યા હુમલો, તોડફોડ કરી આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર

મોડી રાતે અમદાવાદના વાસણા વિસ્તારમાં પ્રવિણ નગર પાસે કારમાં બેઠેલા 4 શખ્સોએ અન્ય કાર ચાલક પર હુમલો કર્યો હતો હુમલાખોરોએ કારને આંતરી તોડફોડ કરી અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતાCCTV કેમેરામાં કેદ આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. વાસણા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને હજી સુધી હુમલાનો કારણ શું છે તેની મ તપાસ ચાલુ છે. 4 શખ્સોએ કારમાં તોડફોડ કરી  હુમલો કરનાર ચાર શખ્સોએ કારમાં તોડફોડ કરી હતી, પરંતુ પોલીસે સીસી ટીવી મેળવીને તેના આધારે હુમલાખોરોની શોધખોળ શરુ કરી છે. સીસી ટીવીના આધારે તપાસ સીસી ટીવીમાં દેખાય છે કે એક ઉભી રહે છે અને તેની પાછળ અન્ય થાર જીપ જેવી કાર આવીને અભી રહે છે અને ત્યારબાદ આગળની કારમાં બેઠેલો શખ્સો કારમાંથી નીચે ઉતરીને થાર ચાલક સાથે ઝઘડો કરે છે અને પોતાની કારમાંથી દંડા જેવા હથિયારો લાવીને તોડફોડ કરતા પણ જોવા મળે છે. આ પણ વાંચો----    Junagadh : ઈન્ટરનેશનલ મોબાઈલ બિલ વગર વેચતા હોવાની શંકાના આધારે 5 મોબાઇલ વેપારીઓ પર પોલીસ અત્યાચારનો આક્ષેપ

Read Full Story arrow_forward
Bhavnagar News : બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાનો કેસ, 1 ફેબ્રુઆરીએ કોળી સમાજની ન્યાય મહાસભા યોજાશે
calendar_today January 24, 2026

Bhavnagar News : બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાનો કેસ, 1 ફેબ્રુઆરીએ કોળી સમાજની ન્યાય મહાસભા યોજાશે

નવનીતને ન્યાય મળે તે માટે ન્યાય મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને બોરતળાવ ખાતે કોળી સમાજના યુવાનોની બેઠક યોજાઇ હતી જેમાં નવનીતને માર મારવાના કેસમાં જયરાજ આહીર પર આક્ષેપ કરવામાં આવ્યા છે અને એસઆઈટીની કમિટી આ મામલે તપાસ પણ કરી રહી છે.નવનીત બાલધીયાને મારવામાં આવ્યો હતો 29 ડિસેમ્બરના રોજ નવનીત બાલધિયાને મારવામાં આવ્યો હતો માર અને સમગ્ર ઘટનાા લાઈવ વીડિયો પણ સામે આવ્યા હતા, આ ઘટનામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે કે, તેના મળતિયાઓ દ્વારા આ રીતે માર મારવામાં આવ્યો છે અને ભોગ બનનારે ન્યાય મળે તે માટે મિટિંગમાં મોટી સંખ્યામાં કોળી સમાના યુવાનો એકઠા થયા હતા, આ મેટરમાં કોળી સમાજના ધારાસભ્યો પણ મેદાને ઉતર્યા છે. SITની ટીમ દ્વારા મહિલા PI ડી.વી.ડાંગરની પૂછપરછ કરાઈ હતી ભાવનગર જિલ્લામાં બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા ઉપર થયેલ હુમલાની ઘટનાને લઈને તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં રચાયેલ SIT ટીમ દ્વારા બે પોલીસ ઇન્સ્પેક્ટરોને રેન્જ IG કચેરી ખાતે હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આ અનુસંધાને બગદાણા પોલીસ મથકના તત્કાલીન મહિલા PI ડી.વી. ડાંગર રેન્જ IG ગૌતમ પરમારની કચેરી ખાતે હાજર થયા હતા. પરંતુ આ પ્રકરણમાં મહિલા PI ઉપર ગંભીર આરોપો લાગતા તાત્કાલિક અસરથી તેમની પાસેથી તપાસ હટાવી લેવામાં આવી હતી અને તેમને લિવ રિઝર્વમાં બદલી કરવામાં આવી હતી. આ પણ વાંચો : Surat News : સુરતના રાંદેરમાં મેકઅપ આર્ટિસ્ટ સાથે દુષ્કર્મની ઘટના, વીડિયો વાયરલ કરવાની ધમકી સાથે 2 શખ્સે 40 લાખ પડાવ્યા

Read Full Story arrow_forward