android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : પાંડેસરામાં પાડોશી યુવકે 14 વર્ષની કિશોરીની આબરૂ લૂંટી, પોલીસે નરાધમને દબોચ્યો
calendar_today January 24, 2026

Surat News : પાંડેસરામાં પાડોશી યુવકે 14 વર્ષની કિશોરીની આબરૂ લૂંટી, પોલીસે નરાધમને દબોચ્યો

સુરતના પાંડેસરા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતી એક 14 વર્ષની સગીરાને તેના જ પાડોશમાં રહેતા 20 વર્ષીય વિકાસ બિરુ નામના યુવકે હવસનો શિકાર બનાવી હતી. નરાધમ વિકાસ સગીરાને લલચાવી-ફોસલાવીને ઘરની છત ઉપર લઈ ગયો હતો, જ્યાં તેણે કિશોરીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ જઘન્ય અપરાધ બાદ કિશોરી ઘરે પહોંચી હતી, પરંતુ તેની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી.વિશ્વાસઘાત અને હેવાનિયત આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કિશોરીને અચાનક ભારે બ્લીડિંગ થવા લાગ્યું હતું. બાળકીની તબિયત બગડતા ગભરાયેલા માતા-પિતાએ પૂછપરછ કરતા કિશોરીએ પોતાની સાથે થયેલી આપવીતી રડતા-રડતા વર્ણવી હતી. દીકરીની વાત સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તુરંત જ માતા-પિતાએ પાંડેસરા પોલીસ મથકે પહોંચી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને નરાધમ વિકાસ બિરુની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ પણ વાંચો : Ahmedabad News : હાઇકોર્ટની ફટકાર, ‘સેવન્થ ડે સ્કૂલે પોતાને પૈસા છાપવાનું મશીન બનાવી દીધું છે, સુરક્ષાનું શું?’

Read Full Story arrow_forward
Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?
calendar_today January 24, 2026

Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?

વડોદરાના અકોટા દાંડિયા બજાર રોડ પર અકોટા બ્રિજ પાસે એક ગંભીર બાઈક અકસ્માત થયો હતો, જેમાં યુવક સાજીદનું મોત થયું હતું. આ કેસની તપાસ કરી રહેલી પોલીસને ચોંકાવનારી માહિતી મળી છે કે સાજીદ જે બાઇક ચલાવી રહ્યો હતો તે ચોરી કરાયેલું બાઇક હતું.યુવક મોઢા પર થેલી બાંધી બાઈક દોડાવી રહ્યો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે, યુવક મોઢા પર થેલી બાંધી બાઈક દોડાવી રહ્યો હતો. બાઈક સ્લીપ થતાં યુવક નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને બાઇક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ ભયાનક ટક્કરમાં બાઇક ચાલક યુવકનું સ્થળ પર જ મોત થયું હતું.  આ બાઈક સાજીદે ચોરી હતી કે કેમ તેની તપાસ પોલીસ તપાસમાં બાઈક ચોરીનો હોવાનું સામે આવ્યું છે. હાલ તપાસ ચાલી રહી છે કે આ બાઈક સાજીદે ચોરી કરી હતી કે પછી અન્ય કોઇ વ્યક્તિએ ચોરી કરી હતી. આ ઉપરાંત આ બાઇક ક્યાંથી ચોરાયેલું છે તેની તપાસ ચાલી રહી છે.યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી પોલીસ તપાસમાં જણાયું છે કે મૃતક બાઇક ચાલકનું નામ મોહમદ સાજીદ મોહમદ સલીમ અરબ છે અને તે યાકુતપુરા વિસ્તારમાં રહેતો હતો. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી હતી. પોલીસ તેના પરિવાર અને મિત્રોની પૂછપરછ કરી રહી છે.આ પણ વાંચો----    Junagadh : ઈન્ટરનેશનલ મોબાઈલ બિલ વગર વેચતા હોવાની શંકાના આધારે 5 મોબાઇલ વેપારીઓ પર પોલીસ અત્યાચારનો આક્ષેપ

Read Full Story arrow_forward
Suratમાં ઝોલા છાપ ડોક્ટરને કોઇની બીક ન હતી, જેલમાંથી છૂટીને પાછો પ્રેક્ટિસ કરી દેતો, આખરે પોલીસે તેને પાસામાં ધકેલી દીધો
calendar_today January 24, 2026

Suratમાં ઝોલા છાપ ડોક્ટરને કોઇની બીક ન હતી, જેલમાંથી છૂટીને પાછો પ્રેક્ટિસ કરી દેતો, આખરે પોલીસે તેને પાસામાં ધકેલી દીધો

સુરત પોલીસ દ્વારા પકડાયેલો નકલી ડોક્ટર પોલીસ ગિરફ્તમાંથી છુટ્યા પછી પણ પોતાની નકલી તબીબની પ્રેક્ટીસ ચાલુ રાખતા આખરે સુરત પોલીસ દ્વારા આ નકલી તબીબ સામે કડક કાર્યવાહી કરાઇ છે નકલી ડોક્ટર કમલેશ રામદેવ રાયને પાસા સરથાણા પોલીસ દ્વારા નકલી ડોકટર કમલેશ રામદેવ રાય પર મોટી કાર્યવાહી કરાઇ છે. નકલી ડોક્ટર કમલેશ રામદેવ રાયને પાસા હેઠળ પોલીસે અટકાયત કરી છે. પોલીસે તેને ભુતકાળમાં પણ પકડ્યો હતો  પોલીસના જણાવ્યા અનુસાર કમલેશ રાય પાસે કોઇ ડિગ્રી ન હોવા છતાં તે વારંવાર લોકોને દવાઓ આપીને તેમના આરોગ્ય સાથે છેતરપીંડી કરતો હતો. પોલીસે તેને ભુતકાળમાં પણ પકડ્યો હતો.  જેલમાંથી છૂટી જાય કે તુરત જ તે ફરી નકલી ડોક્ટરની પ્રેક્ટીસ શરુ કરી દેતો ચોંકાવનારી બાબત એ છે કે, નકલી ડોક્ટર કમલેશ અગાઉ પણ પ્રેક્ટીસ કરતા પોલીસના હાથે ઝડપાયો હતો પણ જેવો જેલમાંથી છૂટી જાય કે તુરત જ તે ફરી નકલી ડોક્ટરની પ્રેક્ટીસ શરુ કરી દેતો હતો. કમલેશ પાસે કોઈ પણ યોગ્ય ડિગ્રી નહોતી પોલીસે જણાવ્યું કે, કમલેશ પાસે કોઈ પણ યોગ્ય ડિગ્રી નહોતી છતાં તેઓ પ્રેક્ટિસ ચલાવતો હતો અને વારંવાર પોતાની પ્રેક્ટીસ શરુ કરી દેતો હતો જેથી પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી છે. આ પણ વાંચો-----    Junagadh : ઈન્ટરનેશનલ મોબાઈલ બિલ વગર વેચતા હોવાની શંકાના આધારે 5 મોબાઇલ વેપારીઓ પર પોલીસ અત્યાચારનો આક્ષેપ

Read Full Story arrow_forward