android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: ભાણેજનું કરતૂત : મામાના દિકરાને મોતને ઘાટ ઉતાર્યો
calendar_today January 23, 2026

Surendranagar: ભાણેજનું કરતૂત : મામાના દિકરાને મોતને ઘાટ ઉતાર્યો

કહેવત છે ને કે પાપ છાપરે ચડીને જ પોકારે એવી જ એક શરમજનક ઘટના ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે બની છે.વાંકાનેરના નવા ઢુવાના રહીશ દિવ્યરાજસીહ ગંભીરસિંહ જાડેજા ધ્રાંગધ્રાના જીવા ગામે મામા સુખદેવસિંહ ઝાલાના ઘેર ઘણા સમય ભણવા માટે રહયા બાદ કચ્છ જતા રહયા હતા. બીજી તરફ જીવા ગામે મામાના દીકરા યુવરાજસીહ ઝાલા પોલીસમાં ભરતી માટે તૈયારી કરી રહયા હોઇ દરરોજ વહેલી સવારે દોડવા જતા હતા. દોડતા સમયે વહેલી સવારે અજાણ્યા વાહનની ટકકર લાગતા તાત્કાલીક હોસ્પીટલ લઇ જતા મોત થતા પરીવારજનોએ પોલીસને અકસ્માતે મોત થયાની ફરીયાદ નોંધાવી હતી. પરંતુ વિજિલન્સમાં ફરજ બજાવી આવેલા ધ્રાંગધ્રા તાલુકા પીઆઇએન.એચ.ચુડાસમાને મોત અંગે શંકા જતા એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી જે. ડી. પુરોહીત સાથે સંકલન રાખી ગુપ્તરાહે તપાસ શરૂ કરી હતી. પ્રથમ બાજુના ચુલી ગામના સીસીટીવી કેમરા ચકાસતા વહેલી સવારે સ્પીડમાં જીવા જઇ પરત આવતી બોલેરો કાર દેખાતા શંકા પ્રબળ બની હતી. જેથી હળવદ ચોકડી સીસીટીવી ચેક કરતા પણ આ બોલેરો પાસે બે શખ્સો દેખાતા વીડીયો બતાવી જીવાના બે ત્રણ લોકોને બતાવતા મૃતકના ભાણુભા હોવાનું બતાવતા પોલીસે બંનેને લાવી પુછપરછ કરતા ભાણેજના ભાઇએ આત્મહત્યા કરી એના માટે યુવરાજસીહને જવાબદાર ગણતો અને યુવરાજસીહ ભાણેજ ઉપર વહેમ રાખતો હોવાની દાઝ રાખી ઠપકો આપ્યો હોવાથી હત્યાની કબુલાત કરી હતી. પોલીસે ભાણેજ દિવ્યરાજસીહ અને તેના સાથી મિત્ર મયુર ઘનશ્યામભાઇ દૂધરેજીયા રહે. મોરબી બંનેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મળતા વધુ તપાસ આદરી છે.જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવેલ કે વાહનની ટકકરે યુવકનું મોત થતા પરીવારે પણ અકસ્માતે મોત થયાની ફરીયાદ નોંધાવી હતી. પરંતુ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઝીણવટભરી ગુપ્ત રાહે તપાસ કરી અકસ્માતે મોતનો ભેદ ઉકેલી હત્યાનો ખુલાસો કરી હત્યાનો ગુનો દાખલ કરી બંને આરોપીને પણ ઝડપી લોકઅપ ભેગા કર્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Viramgam: શિકાર કરેલા વધુ 38 પક્ષી મળ્યા, 11ના મોત
calendar_today January 23, 2026

Viramgam: શિકાર કરેલા વધુ 38 પક્ષી મળ્યા, 11ના મોત

સુપ્રસિધ્ધ નળસરોવર અભયારણ્ય વિસ્તાર નજીક આવેલા સાંકર ગામ માર્ગે એક ઢાબામાંથી વન સંરક્ષક ટીમે તાજેતરમાં શિકાર કરેલા ત્રણ મૃત પામેલા સિંગપર પક્ષી સાથે ત્રણ વ્યકિતઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. શિકાર કરેલા પક્ષી ધરજી ગામમાંથી લવાયા હતા. જેથી પગેરું મળી આવતા વન સંરક્ષક રેન્જ ફોરેસ્ટ ઓફ્સિર ડી .એમ.સોલંકી, વનપાલ બી. એમ.રબારી,વનપાલ કુ. મોઘીબેન ચૌધરી, વનરક્ષક આર.એસ. કાવિઠિયા, એસઆરપીના જવાનો તેમજ નળસરોવર પોલીસ સ્ટાફ્ ટીમ ધરજી ગામના મેણી વાળા ફ્ળિયામા ત્રણ ઘરો પર ત્રાટકી હતી. ત્રણે ઘરોમાં પક્ષીઓને તેની પાંખો બાંધેલી રાખવામાં આવ્યા હતા. ઘર માલિકો ભાગી ગયા હતા. ટીમે ત્રણે ઘર માંથી વિવિધ જાતિના શિકાર કરી રાખેલા કુલ 38 પક્ષીઓ સાથે શિકાર માટે વપરાતી એક પાંખડ, એક ચાઇનીઝ દોરીની ફિરકી તથા પતંગ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 38 પક્ષીમાંથી એકનુ મૃત્યુ નિપજેલું હતુ. વન સંરક્ષક ટીમે ત્રણે ઘરોને ગામના સરપંચની ઉપસ્થિતિમાં સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ઘરોમાથી મળી આવેલા શિકાર કરેલા પક્ષીઓને સારવાર અર્થે અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તાર સ્થિત વાઈલ્ડ લાઈફ્ કેર સેન્ટર તરફ્ મોકલી આપવામાં આવ્યા હતા. પક્ષીઓને સારવાર મળે તે પહેલા પોહચવા સમય દરમ્યાનમાં વધુ દસ પક્ષી મોતને ભેટયા હતા. જીવિત 27 પંખીઓ સારવાર હેઠળ હોવાનુ જાણવા મળ્યુ છે. વન સંરક્ષક ટીમે ભાગી ગયેલા રમેશ જગાભાઈ પઢાર, સુરેશ જગાભાઈ પઢાર, ધર્મીબેન રમેશભાઈ પઢાર અને વાલાભાઈ જગાભાઈ પઢાર નામના વ્યક્તિઓને દબોચવા માટે ચક્રો ગતીમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: પાટડી-બજાણા રોડ પર CNG પંપના કર્મીને માર મારી રોકડ રકમની લૂંટ
calendar_today January 23, 2026

Surendranagar: પાટડી-બજાણા રોડ પર CNG પંપના કર્મીને માર મારી રોકડ રકમની લૂંટ

પાટડી-બજાણા રોડ પર આવેલ સીએનજી પંપમાં કારમાં આવેલા બે શખ્સોએ પંપના કર્મીને માર મારી રૂ. 4400ની લૂંટ ચલાવી હતી. આ અંગે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ આદરી છે.દસાડા તાલુકાના પોરડા ગામે રહેતા 20 વર્ષીય સુનીલભાઈ અરજણભાઈ કડ પાટડી-બજાણા રોડ પર આવેલ સહજાનંદ સીએનજી પંપ ખાતે નોકરી કરે છે. તા. તા. 21-1ના રોજ રાતના 8 કલાકથી તા. 22ના રોજ સવારના 8 કલાક સુધી તેઓ પેટ્રોલપંપ ઉપર ફરજમાં હતા. ત્યારે તા. 22ના રોજ સવારે 7 કલાકે એક કાળા કલરની ક્રેટા કાર પંપ ઉપર આવી હતી. જેમાં 2 વ્યકિતઓ બેઠા હતા. કાર સુનીલભાઈ પાસે આવીને ઉભી રહી અને તેમાંથી એક વ્યકિતએ તારી પાસે જે રૂપીયા હોય તે આપી દે તેમ કહેતા સુનીલભાઈએ ના પાડી હતી. જેમાં બન્ને નીચે ઉતર્યા હતા અને એક શખ્સે સુનીલભાઈને પકડી રાખી બીજાએ લાકડી વડે માર મારી ઝપાઝપી કરી સુનીલભાઈના ખીસ્સામાંથી રૂપીયા 4400ની લૂંટ ચલાવી બન્ને કાર લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં સુનીલભાઈને ઈજા થતા સારવાર માટે પાટડી સરકારી હોસ્પીટલ અને ત્યાંથી વિરમગામની શિવ હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગે પાટડી પોલીસ મથકે અજાણ્યા 2 શખ્સો સામે મારામારી અને લૂંટની ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીઆઈ બી.સી.છત્રાલીયા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward