android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Porbandar: LCBએ ઓડદર રોડ પરથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી
calendar_today January 23, 2026

Porbandar: LCBએ ઓડદર રોડ પરથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી

 પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાંચે (LCB) એક સફળ દરોડો પાડીને વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથેની લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે. જોકે, પોલીસને જોઈને કાર ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.બાતમીના આધારે વોચ અને કાર્યવાહીLCBના હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ દાસા અને કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણને સચોટ બાતમી મળી હતી કે એક સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કારમાં વિદેશી દારૂનો જથ્થો ઓડદર ગામના રસ્તેથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે વોચ ગોઠવી હતી.મુદ્દામાલની વિગતજ્યારે શંકાસ્પદ ક્રેટા કાર ત્યાંથી પસાર થઈ, ત્યારે પોલીસને જોઈને ચાલક ગભરાઈ ગયો હતો. તેણે કાર ઉભી રાખી દીધી અને અંધારાનો ફાયદો ઉઠાવી રફુચક્કર થઈ ગયો હતો. પોલીસે જ્યારે કારની તલાશી લીધી ત્યારે તેમાંથી 336 નાની-મોટી બોટલો. 96 નંગ ટીન.કુલ જથ્થો 432 નંગ (કિંમત રૂ. 3,85,920/-).હ્યુન્ડાઈ ક્રેટા કાર (કિંમત રૂ. 5,00,000/-).કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. 8,85,920/-.મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો.આ પણ વાંચો: મેડિકલ કોલેજ પાછળ હથિયાર સાથે ફરતો શખ્સ ઝડપાયો, SOGએ તમંચો અને કાર્તૂસ કબજે કર્યા

Read Full Story arrow_forward
Kachchh News :  ગેરકાયદે દબાણો તોડી ખાલી થયેલી જમીન પર અત્યાધુનિક લાયબ્રેરી બનશે, મુખ્યમંત્રીએ આપી માહિતી
calendar_today January 23, 2026

Kachchh News : ગેરકાયદે દબાણો તોડી ખાલી થયેલી જમીન પર અત્યાધુનિક લાયબ્રેરી બનશે, મુખ્યમંત્રીએ આપી માહિતી

તાજેતરમાં કચ્છની ગાંધીધામ મહાનગર પાલિકા દ્વારા સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. આ દબાણો દૂર કરીને બે હજાર ચોરસ મીટર જેટલી જમીન ખાલી કરાવવામાં આવી હતી. આ જમીન પર હવે વિકાસના કામો પૈકી એક લાયબ્રેરી બનાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર એક પોસ્ટ કરીને આ માહિતી આપી છે. ગાંધીધામમાં ગેર કાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું ગાંધીધામમાં ગેર કાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું છે. સરકારી જમીન પરથી દબાણો હટાવી લાયબ્રેરી બનાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી હતી. બે હજાર ચોરસ મિટર જેટલી જમીન ખાલી કરાવાઈ છે. લાયબ્રેરી કમ રીડિંગ રૂમનું નિર્માણ કરવામાં આવશે. 50 લોકોની ક્ષમતાની સોલાર પેનલ અને ગ્રીન સ્પેસની સુવિધા કરાશે. લાયબ્રેરીમાં ઈ લાયબ્રેરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાશે. આ પણ વાંચોઃ Dwarka News : જિલ્લાના ૨૧ ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ

Read Full Story arrow_forward
Ambaji ગબ્બર ખાતે 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ, સાબરકાંઠાથી 195 બસોની વ્યવસ્થા
calendar_today January 23, 2026

Ambaji ગબ્બર ખાતે 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ, સાબરકાંઠાથી 195 બસોની વ્યવસ્થા

અંબાજી ગબ્બર ખાતે આગામી તા. 30, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવમાં સાબરકાંઠા જિલ્લાના શ્રદ્ધાળુઓ સરળતાથી ભાગ લઈ શકે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.ત્રણ દિવસમાં કુલ 195 બસોની વ્યવસ્થા કરવામાં આવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રણ દિવસમાં કુલ 195 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દરરોજ 65 બસો દ્વારા શ્રદ્ધાળુઓને અંબાજી ગબ્બર સુધી નિઃશુલ્ક લઈ જવામાં આવશે. પરિક્રમા અને દર્શન પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓને પરત લાવવાની પણ વ્યવસ્થા રહેશે. શ્રદ્ધાળુઓને બસમાં નિઃશુલ્ક મુસાફરી યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને બસમાં નિઃશુલ્ક મુસાફરી ઉપરાંત અલ્પાહાર, પીવાનું પાણી તેમજ અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જરૂર પડ્યે આરોગ્ય સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. પરિક્રમા સમયે ભોજનની વ્યવસ્થા અંબાજી ટ્રસ્ટ દ્વારા કરાશે. સવારે 9 વાગ્યે તમામ બસો અંબાજી પહોંચશે ત્રણેય દિવસ સવારે 9 વાગ્યે તમામ બસો અંબાજી પહોંચશે. તાલુકાવાર બસોની ફાળવણી કરવામાં આવશે ઉત્સાહપૂર્વક ભાગ લેવા અનુરોધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાબરકાંઠા જિલ્લાના તમામ શ્રદ્ધાળુઓને આ પવિત્ર પરિક્રમા મહોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ પણ વાંચો----  Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી

Read Full Story arrow_forward