Agriculture News : પ્રાકૃતિક ખેતીથી તલ ઉગાડી કરો પર્યાવરણના જતન સાથે અઢળક કમાણી
રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓનાં વધતાં ઉપયોગને કારણે જમીનની ઉપજશક્તિ ઘટી રહી છે અને ખેતી ખર્ચ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે એક ટકાઉ અને લાભદાયી વિકલ્પ બની રહી છે.ખાસ કરીને તલ જેવા ઓછા ખર્ચાળ અને ઊંચી બજાર કિંમત ધરાવતી પાકમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂત પર્યાવરણનું રક્ષણ કરવાની સાથે સારી આવક મેળવી શકે છે. તલ એક એવો પાક છે, જે ઓછા પાણીમાં અને મધ્યમ જમીનમાં પણ સારી રીતે ઉગે છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી જમીનની કુદરતી ઉર્વરતા જળવાઈ રહે છે અને લાંબા ગાળે જમીનની ઉત્પાદન ક્ષમતા વધે છે. પાકને જરૂરી પોષક તત્ત્વો કુદરતી રીતે ઉપલબ્ધ તલનો ઉપયોગ ખાદ્ય તેલ, આયુર્વેદિક દવાઓ, ધાર્મિક પ્રસાદ તેમજ ચિક્કી અને લાડુ જેવી મીઠાઈઓમાં થાય છે, જેનાં કારણે તેની માંગ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં સતત વધી રહી છે.પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોના બદલે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત અને દશપર્ણી અર્ક જેવા દેશી અને કુદરતી ઉપાયો અપનાવવામાં આવે છે. વાવણી પહેલાં બીજામૃતથી બીજની સારવાર કરવાથી પાકમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરૂઆતથી જ પાક સ્વસ્થ રહે છે. જીવામૃત અને ઘનજીવામૃતના ઉપયોગથી જમીનમાં સૂક્ષ્મજીવો સક્રિય બને છે, જેનાં કારણે પાકને જરૂરી પોષક તત્ત્વો કુદરતી રીતે ઉપલબ્ધ થાય છે. ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, કારણ કે મોટાભાગની સામગ્રી ખેતરમાં જ તૈયાર થઈ શકે છે. પરંપરાગત રાસાયણિક ખેતીની સરખામણીમાં પ્રાકૃતિક ખેતીમાં ગાયનું છાણ અને ખેવધેલા વધેલા કચરાનો ઉપયોગ થતો હોવાથી ખાતર ખર્ચ થતો જ નથી. એક એકરમાં તલની ખેતીથી સરેરાશ 6 થી 8 ક્વિન્ટલ ઉત્પાદન મેળવી શકાય છે અને પ્રાકૃતિક રીતે ઉગાડેલાં તલને બજારમાં વધારે ભાવ મળતાં હોવાથી ખેડૂતોને સારો નફો મળે છે. આ ખેતી પદ્ધતિ પર્યાવરણ માટે પણ અત્યંત લાભદાયી છે. પ્રાકૃતિક ખેતીથી જમીન, પાણી અને હવામાં પ્રદૂષણ ઘટે છે, જમીનમાં કાર્બનિક તત્ત્વ વધે છે અને પાણી સંગ્રહ ક્ષમતા સુધરે છે. સાથે સાથે જીવ વૈવિધ્ય જળવાઈ રહે છે અને ગ્રાહકોને ઝેરી રસાયણ રહિત અને આરોગ્યદાયક ખોરાક મળે છે. આ પણ વાંચોઃ Kachchh News : ગેરકાયદે દબાણો તોડી ખાલી થયેલી જમીન પર અત્યાધુનિક લાયબ્રેરી બનશે, મુખ્યમંત્રીએ આપી માહિતી
Read Full Story arrow_forward