android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :  સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત બે IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં નિમણૂક અપાઈ
calendar_today January 22, 2026

Gujarat Latest News Live : સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત બે IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં નિમણૂક અપાઈ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Anand News: તારાપુરના રીંઝા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો
calendar_today January 22, 2026

Anand News: તારાપુરના રીંઝા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રીંઝા ગામેથી પોલીસ દ્વારા લોકોના આરોગ્ય સાથે ગંભીર ખિલવાડ કરતા એક બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળથી આવેલા આ બોગસ ડોક્ટર પાસે તબીબી પ્રેક્ટિસ માટેની કોઈ જ માન્ય ડિગ્રી ન હોવા છતાં તે ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમયથી દવાખાનું ચલાવી રહ્યો હતો.મેડિકલ ઓફિસરની ટીમની રેડ તારાપુર પોલીસ અને સ્થાનિક મેડિકલ ઓફિસરની સંયુક્ત ટીમને બાતમી મળી હતી કે, રીંઝા ગામે એક શખ્સ કોઈપણ લાયકાત વગર ક્લિનિક ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે રિંઝા ગામે એક ભાડાના મકાનમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં તપાસ કરતા પશ્ચિમ બંગાળનો વતની અને માત્ર ધોરણ 10 સુધી ભણેલો બોગસ ડોક્ટર દર્દીઓની તપાસ કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. લાખોનો મુદ્દામાલ જપ્ત તારાપુર પોલીસ દ્વારા આ બોગસ દવાખાનામાંથી દર્દીઓને તપાસવાના મેડિકલ સાધનો, એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન સહિત કુલ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કોઈપણ મેડિકલ જ્ઞાન વગર આ શખ્સ ગંભીર દવાઓ અને ઇન્જેક્શન આપીને નિર્દોષ દર્દીઓના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પકડાયેલા આ 'મુન્નાભાઈ' સામે પોલીસ દ્વારા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના બાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા અન્ય શંકાસ્પદ ક્લિનિક્સ પર પણ તપાસનો ગાળિયો કસાય તેવી શક્યતા છે. આ પણ વાંચો - Anand: ભાલેજની દરગાહમાંથી તસ્કરો સોનાના ગુંબજ, મિનારા ચોરી જતાં ચકચાર મચી

Read Full Story arrow_forward
Gandhinagar મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસરની નિમણૂક અટવાઈ
calendar_today January 22, 2026

Gandhinagar મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસરની નિમણૂક અટવાઈ

ગાંધીનગર મહાનગરપાલિકામાં મહત્વના ગણાતા ચીફ ફાયર ઓફિસરના પદ પર નિમણૂક પ્રક્રિયા લાંબા સમયથી વિવાદો અને વિલંબના વમળમાં ફસાઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આ જગ્યા ભરવા માટે જરૂરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવા છતાં, હજુ સુધી કોઈ કાયમી ઉમેદવાર આ પદ પર કાર્યરત થઈ શક્યો નથી. GPSC દ્વારા આ પદ માટે ઓમ જાડેજાના નામની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂક થઈ શકી નથી.GPSC ભરતી કરી છતાં ઉમેદવાર ન આવ્યાનવીનતમ વિગતો મુજબ, આ જગ્યા ભરવા માટે GPSC દ્વારા બે વાર વેઇટિંગ લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આમ છતાં, પાત્રતા ધરાવતા અથવા જોડાવા ઈચ્છુક ઉમેદવાર ન મળવાને કારણે તંત્ર મુંઝવણમાં મુકાયું છે. સામાન્ય રીતે સરકારી નોકરીઓ માટે પડાપડી થતી હોય છે, ત્યારે આ કિસ્સામાં વેઇટિંગ લિસ્ટ ખોલવા છતાં કોઈ ઉમેદવાર ન આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે. આ સમગ્ર વિલંબ પાછળનું મુખ્ય કારણ કોર્ટ મેટર હોવાનું પણ સામે આવ્યું છે. ભરતી બાદ ઓમ જાડેજાની GPSC ભલામણ કરીકાયદાકીય ગુંચવણો અને ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન આ જગ્યા પર નવી નિમણૂક આપી શકતું નથી. ગાંધીનગર જેવા સંવેદનશીલ અને પાટનગર ગણાતા શહેરમાં ફાયર વિભાગના વડાનું પદ ખાલી હોવાથી ઇમરજન્સી સુવિધાઓ અને વહીવટી કામગીરી પર તેની વિપરીત અસર પડી શકે છે. હાલમાં આ મુદ્દો સરકાર અને કોર્પોરેશન વચ્ચે મંજૂરીના સ્તરે અટવાયેલો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward