android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :  અમદાવાદના બોડકદેવમાં દંપતિના મોતના કેસની તપાસ A ડિવિઝન ACPને સોંપાઈ, NRI ટાવરના સીસીટીવી બંધ હોવાનો ખુલાસો
calendar_today January 22, 2026

Gujarat Latest News Live : અમદાવાદના બોડકદેવમાં દંપતિના મોતના કેસની તપાસ A ડિવિઝન ACPને સોંપાઈ, NRI ટાવરના સીસીટીવી બંધ હોવાનો ખુલાસો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vadodara:  કારમાં બેસી ‘જામ’ છલકાવવો ભારે પડ્યો, વાયરલ વીડિયોના આધારે પોલીસે યુવકને જેલભેગો કર્યો
calendar_today January 22, 2026

Vadodara: કારમાં બેસી ‘જામ’ છલકાવવો ભારે પડ્યો, વાયરલ વીડિયોના આધારે પોલીસે યુવકને જેલભેગો કર્યો

વડોદરામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સયાજીગંજ વિસ્તારમાં જાહેરમાં કારમાં બેસી દારૂ પીતા એક શખ્સનો વીડિયો સામે આવ્યા બાદ વડોદરા પોલીસે તાત્કાલિક એક્શન લીધા છે. પોલીસે વીડિયોના આધારે તપાસ કરી કારચાલક યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જાહેર માર્ગ પર દારૂની મહેફિલગઈકાલે રાત્રે વડોદરાના વ્યસ્ત ગણાતા સયાજીગંજ ડેરીડેન સર્કલ પાસેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક શખ્સ પોતાની કારમાં આરામથી બેસીને દારૂ પી રહ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જાહેર રસ્તા પર આ પ્રકારે નશાની મહેફિલ માણતા યુવકનો વીડિયો જોઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વીડિયો વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને કારના નંબર તેમજ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી. સયાજીગંજ પોલીસે વાયરલ વીડિયોમાં દેખાતા શખ્સની ઓળખ કરી તેને ઝડપી પાડ્યો છે.આ પણ વાંચો: ધ્રાંગધ્રા નગરપાલિકામાં હંગામો, ચીફ ઓફિસરની ચેમ્બરમાં મહિલાઓએ ગંદા પાણીના માટલા ફોડી આક્રોશ ઠાલવ્યો

Read Full Story arrow_forward
Ahmedabad News: પોલીસની તપાસમાં NRI ટાવરના CCTV બંધ હોવાનો ખુલાસો, બીજી જાન્યુઆરીથી DVRમાં રેકોર્ડિંગ બંધ હતું
calendar_today January 22, 2026

Ahmedabad News: પોલીસની તપાસમાં NRI ટાવરના CCTV બંધ હોવાનો ખુલાસો, બીજી જાન્યુઆરીથી DVRમાં રેકોર્ડિંગ બંધ હતું

અમદાવાદના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં પત્નીની હત્યા કર્યા બાદ ક્લાસ વન અધિકારી પતિએ પોતે પણ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ કેસની તપાસ ACPએ ડિવિઝનને સોંપાઇ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં દંપતીના મોતના કેસની તપાસ ACP એ ડિવિઝનને સોંપાઇ છે. પોલીસની તપાસમાં ફ્લેટના સીસીટીવી બંધ હોવાનુ સામે આવ્યું છે. બીજી જાન્યુઆરીથી ડીવીઆરમાં રેકોર્ડિંગ બંધ હોવાનું સામે આવ્યું છે. યશરાજ પોતાને ત્યાં હથિયાર રાખતા હતાં તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. આ બનાવ પહેલા દંપતી જ્યૂસ પીવા માટે સાથે ગયા હતાં. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. ACP જયેશ બ્રહ્મભટ્ટે મહત્વની કડીઓ જાહેર કરી અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં દંપતીના મોતના મામલે એ ડિવિઝન ACP જયેશ બ્રહ્મભટ્ટે મહત્વની કડીઓ જાહેર કરી છે.પોલીસ તપાસ મુજબ ગત રાત્રે આ દંપતી પોતાના સગાને ત્યાં જમવા ગયું હતું અને ત્યાંથી પરત ફર્યા બાદ રાત્રે 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.યશરાજસિંહ ગોહિલની લાયસન્સ વાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું હતું. જેમાં પત્નીને માથાના ભાગે ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું.ગોળી વાગ્યા બાદ યશરાજસિંહે પોતે જ 108ને ફોન કરીને જાણ કરી હતી અને પોતાની માતાને પણ કહ્યું હતું કે ભૂલથી ગોળી વાગી ગઈ છે. જોકે પત્નીના કરુણ મોતથી આઘાતમાં આવી ગયેલા યશરાજસિંહે પોતે પણ ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું. આ પણ વાંચોઃ Ahmedabad News : કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ભત્રીજાનો આપઘાત, બોડકદેવના પોશ વિસ્તારમાં બનેલી ઘટનાથી ખળભળાટ

Read Full Story arrow_forward