android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ફતેવાડીમાં માતા-પુત્ર લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયા, આખો પરિવાર ડ્રગ્સના કાળા કારોબારમાં લિપ્ત
calendar_today January 22, 2026

Ahmedabad: ફતેવાડીમાં માતા-પુત્ર લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયા, આખો પરિવાર ડ્રગ્સના કાળા કારોબારમાં લિપ્ત

અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી વેજલપુર પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરતા માતા અને પુત્રની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી લાખો રૂપિયાની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓનો આખો પરિવાર વર્ષોથી માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સાથે જોડાયેલો છે.ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ વેજલપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ફતેવાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સમીમ બાનુ ઉર્ફે પપ્પી પઠાણ અને તેના પુત્ર મોમીનખાન પઠાણને ઝડપી લીધા હતા. તેમની તલાશી લેતા તેમની પાસેથી 250 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે 7.40 લાખ રૂપિયા આંકવામાં આવી છે.મોરબી ડિલિવરી માટે મળતું હતું કમિશનપકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ડ્રગ્સ નેટવર્કની કાર્યપદ્ધતિનો પર્દાફાશ થયો છે. જુહાપુરાની સીરીન અલારખા નામની મહિલાએ આ જથ્થો મોરબી પહોંચાડવા માટે આપ્યો હતો. એકવાર ડિલિવરી કરવાના બદલામાં આ માતા-પુત્રને 10,000 રૂપિયા મળતા હતા. આરોપીઓ અગાઉ પણ બે વખત અમદાવાદથી મોરબીમાં 500 ગ્રામ ડ્રગ્સની સફળતાપૂર્વક ડિલિવરી કરી ચૂક્યા છે. જોકે, મોરબીમાં આ જથ્થો કોણ મેળવતું હતું તેની તપાસ હજુ ચાલુ છે.ગુનાહિત ઇતિહાસ ધરાવતો પરિવારપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સમીમ બાનુનો પરિવાર ગુનાખોરીમાં ગળાડૂબ છે. અગાઉ દારૂના ગુનામાં પકડાઈ ચુકી છે અને અમદાવાદ શહેર SOGના એક કેસમાં બે વર્ષથી વોન્ટેડ હતી. સમીમનો પતિ ફિરોજ વર્ષ 2017માં ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપાયો હતો અને છેલ્લા આઠ વર્ષથી ભરૂચ જેલમાં સજા કાપી રહ્યો છે. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી છે.આ પણ વાંચો: મહુધામાં પાકિસ્તાની હોવાની શંકાએ ત્રણની અટકાયત, તપાસમાં ‘ફ્રી ફાયર’ ગેમ અને કાશ્મીરી પ્રેમકથાનો ખુલાસો

Read Full Story arrow_forward
અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનમાં કોચની સંખ્યા વધી
calendar_today January 22, 2026

અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનમાં કોચની સંખ્યા વધી

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી જતી સંખ્યા અને સુવિધાને ધ્યાનમાં રાખીને મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 22961/22962 માં હવે અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરવામાં આવશે, જેથી મુસાફરોને ટિકિટ વેઈટિંગની સમસ્યામાંથી રાહત મળી શકશે.26 જાન્યુઆરીથી થશે અમલીકરણ આ નવી વ્યવસ્થા આગામી 26 જાન્યુઆરી 2026 થી 07 માર્ચ 2026 દરમિયાન અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન ટ્રેન હાલના 16 કોચના બદલે 20 કોચના રેક સાથે પાટા પર દોડશે. આ ફેરફારથી ટ્રેનની મુસાફર ક્ષમતામાં મોટો વધારો થશે. બેઠક વ્યવસ્થામાં વધારો રેલવેના આ નિર્ણય મુજબ, હાલના C14 કોચની ક્ષમતા 44 સીટોથી વધારીને 78 સીટો કરવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રેનમાં નવા ચાર એસી ચેર કાર કોચ (C15, C16, C17 અને C18) ઉમેરવામાં આવશે. આ ફેરફારના કારણે આ ટ્રેનમાં હવે વધારાના 278 મુસાફરો આરામદાયક મુસાફરીનો લાભ લઈ શકશે. પશ્ચિમ રેલવે સતત મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવા માટે પ્રયત્નશીલ છે અને આ નિર્ણય પણ તે દિશામાં લેવામાં આવેલું એક સકારાત્મક પગલું છે. આ પણ વાંચો - Ahmedabad ના બોડકદેવમાં ફાયરિંગથી દંપતિના મોતનો કેસ, મૃતદેહોને અંતિમક્રિયા માટે વતન લઇ જવાયા

Read Full Story arrow_forward
Gandhinagar News : સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની બદલી, તેમના સ્થાને એમ.નાગરાજનને મુકાયા
calendar_today January 22, 2026

Gandhinagar News : સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની બદલી, તેમના સ્થાને એમ.નાગરાજનને મુકાયા

ગુજરાતમાં ફરી અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો છે. ગુજરાત સરકારના વહિવટી વિભાગ દ્વારા બે IAS અધિકારીઓની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. રાજ્યમાં મહત્વપૂર્ણ વહિવટી ફેરફારો કરવામાં આવ્યા છે. સુરત મહાનગર પાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની બદલી કરીને તેમને GUVNLના MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં બે આઈએએસ અધિકારીઓની બદલી જ્યારે શાલિની અગ્રવાલની બદલી થતાં સુરત મહાનગર પાલિકાના કમિશનર તરીકે ગુજરાત વાહન વ્યવહાર નિગમના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમ. નાગરાજનને નિમવામાં આવ્યા છે. ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેન્દ્ર કુમારને એમ.નાગરાજનનો વાઈચ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આમ ત્રણ અધિકારીઓની બદલી કરીને વહિવટી તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

Read Full Story arrow_forward