android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: 'સંદેશ ન્યૂઝ'ના અહેવાલની જોરદાર અસર, ગોંડલ ચોકડી બ્રિજની જોખમી તિરાડોનું રીપેરીંગ શરૂ
calendar_today January 22, 2026

Rajkot News: 'સંદેશ ન્યૂઝ'ના અહેવાલની જોરદાર અસર, ગોંડલ ચોકડી બ્રિજની જોખમી તિરાડોનું રીપેરીંગ શરૂ

રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજ પર પડેલી જોખમી તિરાડો અંગે 'સંદેશ ન્યૂઝ' દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. 2023માં અંદાજે 90 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ ફ્લાયઓવર બ્રિજ પર ત્રણથી ચાર ઇંચ જેટલી મોટી અને જોખમી તિરાડો જોવા મળી હતી. આ તિરાડોને કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી હતી.ગોંડલ ચોકડી બ્રિજની જોખમી તિરાડ પુરવામાં આવી'સંદેશ ન્યૂઝ' દ્વારા જનતાના આ પ્રશ્નને વાચા આપી તંત્રની બેદરકારી ખુલ્લી પાડવામાં આવી હતી. અહેવાલ પ્રસારિત થતાની સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) નું તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બ્રિજ પરની આ જોખમી તિરાડો પૂરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ સ્થળ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને બ્રિજની સુરક્ષા ચકાસી કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. જોખમી તિરાડનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યુંઅહેવાલની અસરને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ત્ર બે વર્ષ પહેલાં જ બનેલા બ્રિજમાં આટલી મોટી તિરાડો પડતા બાંધકામની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. 90 કરોડના ખર્ચે બનેલા બ્રિજની આ હાલતને લઈને સ્થાનિકોમાં રોષ હતો, પરંતુ 'સંદેશ ન્યૂઝ'ની પહેલ બાદ સમારકામ શરૂ થતા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં બ્રિજ પર રીપેરીંગ કામ ચાલુ હોવાથી ટ્રાફિકનું નિયમન કરવામાં આવી રહ્યું છે અને વહેલી તકે કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Union Budget 2026 : રેલ્વે અને AI ક્ષેત્રોમાં સરકારના મુખ્ય પગલાંની શક્યતા!
calendar_today January 22, 2026

Union Budget 2026 : રેલ્વે અને AI ક્ષેત્રોમાં સરકારના મુખ્ય પગલાંની શક્યતા!

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2026ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટથી મધ્યમ વર્ગ માટે સરળતાથી આવકવેરામાં રાહત, રોકાણમાં પ્રોત્સાહન અને રોજગાર માટે નવી તકો આપવાની અપેક્ષા છે. નવા આવકવેરા કાયદા એપ્રિલ 2026થી અમલમાં આવશે, તેથી આવકવેરામાં મોટા ફેરફારો થવાની શક્યતા ઓછી છે. છતાં, નાના સુધારાઓ લોકો માટે લાભદાયક થશે.  સ્ટાન્ડર્ડ ડિડક્શન ₹75,000થી વધારીને ₹1 લાખ મધ્યમ વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન ₹75,000થી વધારીને ₹1 લાખ કરવા, આરોગ્ય વીમા પર કર રાહત વધારવા, હોમ લોન વ્યાજ કપાત ₹2 લાખ સુધી વધારવા અને TDS નિયમોને સરળ બનાવવા જેવી સરળતા આપવામાં આવશે. આ સુધારા નાગરિકોની બચત વધારશે અને દૈનિક ખર્ચમાં સહાય કરશે. આરોગ્ય ક્ષેત્રમાં આરોગ્ય ક્ષેત્રમાં વધતા તબીબી ખર્ચને ધ્યાનમાં રાખીને, સરકાર વધુ કર રાહત અને નિવારક આરોગ્યસંભાળ પર ભાર આપવાની શક્યતા છે. ટાયર-2 શહેરોમાં નવી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં વધારો પણ બજેટમાં જોવા મળશે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે, પહેલા ઘર ખરીદનારાઓને રાહત, પરવડે તેવા આવાસ માટે મર્યાદા વધારવા અને ગ્રામ્ય તથા અર્ધ-શહેરી વિસ્તારોમાં માળખાગત સહાયની જાહેરાત થવાની શક્યતા છે. આ ક્ષેત્રના નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, બજેટ 2026 રોકાણકારોનું વિશ્વાસ વધારશે અને શહેરી વિકાસમાં ઝડપી પ્રગતિ લાવશે. AI જેવા ક્ષેત્રો પર કેન્દ્રિત નીતિઓ માળખાગત વિકાસ, MSME, રોજગાર, સંરક્ષણ, રેલ્વે અને AI જેવા ક્ષેત્રો પર કેન્દ્રિત નીતિઓ દેશના લાંબા ગાળાના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. બજેટ 2026 ભારતની આધુનિક અને ટકાઉ શહેરી વિકાસ યોજના માટે મજબૂત આધાર પુરું પાડશેઆ પણ વાંચો : Union Budget 2026 : શું વરિષ્ઠ નાગરિકોને મળશે મોટી કર ભેટ? ભાડાની આવક પર મળશે TDS રાહત !

Read Full Story arrow_forward
Jharkhand : દેવધરમાં રેલવે ફાટક પાસે પાટા પર ઉભી રહેલી ટ્રક સાથે ટ્રેન ધડાકાભેર ટકરાઈ
calendar_today January 22, 2026

Jharkhand : દેવધરમાં રેલવે ફાટક પાસે પાટા પર ઉભી રહેલી ટ્રક સાથે ટ્રેન ધડાકાભેર ટકરાઈ

ઝારખંડના જસીડીહ-મધુપુર રેલવે સ્ટેશન પર ગુરૂવારે સવારે એક મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટના રોહિણી-નાવાડીહ રેલવે ફાટકની પાસે બની છે. મળતી માહિતી મુજબ ડાઉન લાઈન પર ગોંડાથી આસનસોલ જઈ રહેલી ટ્રેન નંબર 13510 ગોંડા-આસનસોલ એક્સપ્રેસે ચોખા ભરેલી એક ટ્રેક સાથે જોરદાર ટક્કર થઈ ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.ડાઉન લાઈન અને અપ લાઈન બંને પર ટ્રેનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો મળતી માહિતી મુજબ ટ્રકનો નંબર જેએચ-15-એક્સ-8874 છે. ટક્કર એટલી ખતરનાક હતી કે રેલવે ટ્રેકની આસપાસ થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ અને દુર્ઘટના બાદ તાત્કાલિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડાઉન લાઈન અને અપ લાઈન બંને પર ટ્રેનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ કારણથી મુસાફરોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી ટ્રેન પોતાના સ્થળ પર જ રોકાઈ ગઈ છે. આ દુર્ઘટના લગભગ સવારે 9.38 વાગ્યે થયું છે. સૂચના મળતા જ રેલવે અધિકારી અને કર્મચારી ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને સ્થિતિને સંભાળવાની શરૂ કરી. રેલવે દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી લગભગ એક કલાકથી વધારે સમય સુધી રેલવે ટ્રાફિક પ્રભાવિત થયો. ત્યારબાદ સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થવા લાગી. સવારે લગભગ 10.55 વાગ્યે અપ લાઈનને બીજી વખત શરૂ કરી દીધી. ત્યારબાદ આસનસોલ-ઝાઝા પેસેન્જર ટ્રેન સુરક્ષિત રીતે પસાર થઈ. હાલમાં આ રેલવે દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. રેલવે અને સ્થાનિક તંત્રની ટીમ સ્થળ પર હાજર રહી અને ટ્રેકને શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટે કામ હાથ ધરવામાં આવ્યું.  આ પણ વાંચો: Jammu Kashmirના ડોડામાં મોટી દુર્ઘટના, સેનાનુ વાહન ખીણમાં ખાબકતા 10 જવાન શહીદ

Read Full Story arrow_forward