android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda: મહુધામાં પાકિસ્તાની હોવાની શંકાએ ત્રણની અટકાયત, તપાસમાં ‘ફ્રી ફાયર’ ગેમ અને કાશ્મીરી પ્રેમકથાનો ખુલાસો
calendar_today January 22, 2026

Kheda: મહુધામાં પાકિસ્તાની હોવાની શંકાએ ત્રણની અટકાયત, તપાસમાં ‘ફ્રી ફાયર’ ગેમ અને કાશ્મીરી પ્રેમકથાનો ખુલાસો

ખેડા જિલ્લાના મહુધામાં પાકિસ્તાની નાગરિકો આવ્યા હોવાની આશંકાએ પોલીસ દોડતી થઈ હતી. જોકે, પોલીસે જ્યારે બે યુવકો અને એક યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી ત્યારે એક ચોંકાવનારી પ્રેમકથા અને ઓનલાઈન ગેમિંગના સંપર્કનો ખુલાસો થયો હતો. પકડાયેલા ત્રણેય શખ્સો જમ્મુ-કાશ્મીરના હોવાનું બહાર આવ્યું છે.મહુધામાં બે યુવકો અને એક મહિલાની અટકાયતમહુધાના તળપદા વાસમાં પાકિસ્તાની જેવા લાગતા ત્રણ અજાણ્યા લોકો એક બાળક સાથે આવ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી બે યુવકો અને એક મહિલાની અટકાયત કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ત્રણેય જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના વતની છે. જેમાં એક બાળકની માતા (પરિણિતા), તેનો પ્રેમી અને પ્રેમીનો સગો ભાઈ સામેલ હતા.ગેમિંગ એપ દ્વારા ગુજરાત સાથે સંપર્કઆ કાશ્મીરી જૂથ ગુજરાત સુધી કેવી રીતે પહોંચ્યું તેની વિગતો વધુ રસપ્રદ છે.પ્રેમી યુવકના ભાઈનો સંપર્ક મહુધાના રાહુલ તળપદા નામના યુવક સાથે 'ફ્રી ફાયર' (Free Fire) ગેમિંગ એપ દ્વારા થયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ગેમ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા, જેના આધારે તેઓ આશરો મેળવવા મહુધા આવી પહોંચ્યા હતા.  કાશ્મીરની આ પરિણિતાને યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને તે પોતાના બાળક સાથે પ્રેમી અને તેના ભાઈ સંગાથે લગ્ન કરવાના ઈરાદે કાશ્મીરથી ભાગીને ગુજરાત આવી હતી.જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સંપર્ક જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, ત્યાં આ પરિણિતા ગુમ થઈ હોવાની ફરિયાદ અગાઉથી જ નોંધાયેલી છે. મહુધા પોલીસે તમામની અટકાયત કરી સુરક્ષિત રાખ્યા છે. મહુધા પોલીસે કાશ્મીર પોલીસને જાણ કરી છે, જે હવે ગુજરાત આવી આ તમામને પરત કાશ્મીર લઈ જશે.આ પણ વાંચો: ખાનગી કોલેજની વિદ્યાર્થિનીનો આપઘાત, ક્લાસ રૂમમાં ગળે ફાંસો ખાધો

Read Full Story arrow_forward
Ahmedabad News: સોમાભાઈના ઘરે સિક્યુરિટી તરીકે રહેલો કોન્સ્ટેબલ દારુ પીને આવતા એક વર્ષની જેલની સજા
calendar_today January 22, 2026

Ahmedabad News: સોમાભાઈના ઘરે સિક્યુરિટી તરીકે રહેલો કોન્સ્ટેબલ દારુ પીને આવતા એક વર્ષની જેલની સજા

અમદાવાદમાં દારૂબંધીનો અમલ કરવા માટે પોલીસ કડક જોવા મળે છે. છાશ વારે પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી પકડાતી હોય છે. ખુદ પોલીસ કર્મી જ બુટલેગર નીકળે અને દારૂની ખેપ મારે તેવા પણ બનાવો સામે આવતા હોય છે. હવે શહેરમાં રાણિપ વિસ્તારમાં રહેતા સોમાભાઈ નામના વ્યક્તિના ઘરે સિક્યુરિટી તરીકે રાખવામાં આવેલો એક કોન્સ્ટેબલ દારુ પીને ગયો હતો. જેથી તેની સામે ફરિયાદ કરવામાં આવી હતી. પ્રોહિબિશન એક્ટ હેઠળ લક્ષ્મણસિંહને 1 વર્ષની સજા અમદાવાદમાં રાણિપ વિસ્તારમાં રહેતા સોમાભાઈ નામના વ્યક્તિના ઘરે સિક્યુરિટી માટે એક હથિયારધારી કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહને રાખવામાં આવ્યો હતો. આ કોન્સ્ટેબલ દારુ પીને ડ્યુટી પર ગયો હતો. જ્યારે પોલીસ ઈન્સપેક્ટર સરપ્રાઈઝ ચેકિંગમા નીકળ્યા ત્યારે કોન્સ્ટેબલ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. પીઆઈએ તેમને હથિયાર બાબતે પૂછતાં તેમણે પેટીમાંથી હથિયાર કાઢીને બતાવ્યું હતું. આ કેસમાં કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ પરમારને ગ્રામ્ય કોર્ટે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી એક વર્ષની સજા ફટકારી છે.  આ પણ વાંચોઃ Ahmedabad News : કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ભત્રીજાનો આપઘાત, બોડકદેવના પોશ વિસ્તારમાં બનેલી ઘટનાથી ખળભળાટ

Read Full Story arrow_forward
Republic Day 2026 : દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે આકર્ષક ઝાંખી, જુઓ Photos
calendar_today January 22, 2026

Republic Day 2026 : દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે આકર્ષક ઝાંખી, જુઓ Photos

'વંદે માતરમ' ગીતની 150-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે 'વંદે માતરમ' શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ 77-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ છે. આ સાથે ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ : શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા 'વંદે માતરમ' લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, 'ચરખા'ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન 'આત્મનિર્ભર ભારત' અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની અનોખી ભાત ઉભી કરે છે.

Read Full Story arrow_forward