android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદના શીલજમાં પાલતું શ્વાનનો આતંક, ફલેટમાં સીડી ચડતી વખતે મહિલા પર શ્વાને કર્યો હુમલો
calendar_today January 22, 2026

Ahmedabad News : અમદાવાદના શીલજમાં પાલતું શ્વાનનો આતંક, ફલેટમાં સીડી ચડતી વખતે મહિલા પર શ્વાને કર્યો હુમલો

અમદાવાદના શીલજમાં પાલતું શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં મહિલા સીડી પર જઈ રહી હતી તે દરમિયાન પાલતું શ્વાને તેને બચકું ભરવાનો પ્રયાસ કર્યો હતો અને સમગ્ર ઘટનામાં મહિલાને પગના ભાગે ઈજા પહોંચી હતી, અમદાવાદમાં પાલતું શ્વાનને લઈ તેનો માલિક રજીસ્ટ્રેશન નહી કરાવે તો તેની સામે ફરિયાદ નોંધાશે. અમદાવાદના શીલજમાં પાલતુ શ્વાનનો ત્રાસ ફ્લેટમાં સીડી ચડતા સમયે મહિલાએ શ્વાન પર હુમલો કર્યો હતો, શીલજના કાવેરી સંગમ ફ્લેટનો વીડિયો વાયરલ થયો છે અને યુવતી પાલતુ શ્વાનને લઇ જતા અચાનક હુમલો કર્યો છે,શ્વાનના હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને મહિલાના પતિએ CNCD અને પોલીસમાં ફરિયાદ કરી છે. હજી સુધી આ મામલે શ્વાનના માલિક સામે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. જો કૂતરૂ કરડે તો શું ન કરવું જોઈએ? ઘા નાનો હોય તો અવગણશો નહિ ઘા પર મીઠું, હળદર, મરચુ, સરસવનું તેલ ન લગાવશો. હડકવવા (રબીઝ)ની રસી લેવામાં વિલંબ ન કરો તે જીવલેણ બની શકે છે. કૂતરું ન કરડે તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ. અજાણ્યા કૂતરાને હેરાન ન કરો, પથ્થર કે લાત ન મારવી. કૂતરાની નજીક અચાનક ન જવું, ખાસ કરીને જ્યારે તે ખાઈ રહ્યું હોય કે તેના ગલૂડિયા સાથે હોય. કૂતરો ભસે તો દોડશો નહિ, શાંતિથી ઉભા રહો. કૂતરાની આંખોમાં સીધી નજર ન કરો અને ધીમે ધીમે પાછળ હટો. બાળકોએ કૂતરાની પૂંછડી પકડવી નહિ અને તેને પજવવું નહિ. કૂતરાને નિશ્ચિત કરેલી જગ્યા પર જ ખવડાવો. (લોકોની અવરજવર વાળી જગ્યાથી દૂર) જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ? સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો. ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો. તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો. પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ? તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો. તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો. તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો.. જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ. જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો. આ પણ વાંચો : Surat News : સુરતના લાલગેટ વિસ્તરમાં એક તરફ ભૂવો પડયો અને બીજી તરફ લગ્નનો મંડપ, ભૂવો પડતા ખુરશીઓ ભૂવામાં પડતા દોડધામ મચી

Read Full Story arrow_forward
Gandhinagar News : ભારત સરકારના વન પર્યાવરણ મંત્રાલય દ્વારા જેસોર અભયારણ્યને રીંછના સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લેવાયું છે
calendar_today January 22, 2026

Gandhinagar News : ભારત સરકારના વન પર્યાવરણ મંત્રાલય દ્વારા જેસોર અભયારણ્યને રીંછના સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લેવાયું છે

વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલી વિગતોમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી જોવા મળી છે અને ત્યાં તે સ્થાયી થવાની પૂરી સંભાવનાઓ છે. ગુજરાતમાં દીપડાઓની વધતી જતી સંખ્યા પર પણ ચર્ચા કરાઈ આ સંદર્ભમાં NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવાની પણ આ બેઠકમાં ફળદાયી ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી જતી સંખ્યાને પરિણામે વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય એની પણ કાળજી લેવા વન વિભાગને સૂચનો કર્યા હતા. તેમણે આ હેતુસર ઇકો ટુરિઝમને વેગ આપવા સાથે વિઝીટર્સ પોલિસી ગાઈડલાઈન્સ તૈયાર કરવાના દિશાનિર્દેશો બેઠકમાં આપ્યા હતા. ગુજરાતમાં દીપડાઓની વધતી જતી સંખ્યા અને રેસ્ક્યુ થયેલા દીપડા સહિતના દીપડાઓ માટે અભયારણ્યનું સ્થળ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત કરવાના આયોજનની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળી સમક્ષ અભયારણ્ય/નેશનલ પાર્કમાં રોડ-રસ્તા, પાણી પુરવઠા, ઓપ્ટિકલ ફાઇબર, રિન્યૂએબલ એનર્જી, પાવર માટે ટ્રાન્સમિશન લાઈન વગેરે બાબતોની 18 જેટલી વિવિધ દરખાસ્તો આ બેઠકમાં મંજૂરી માટે મૂકવામાં આવી હતી. ધારાસભ્યો સર્વ મહેશ કસવાલા, દેવાભાઈ માલમ, માલતીબેન મહેશ્વરી વગેરેએ સહભાગી થઈને વન્યજીવ સૃષ્ટિ સંરક્ષણ માટેના સૂચનો કર્યા હતા. વન્ય પ્રાણી સૃષ્ટિના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહે આ બેઠકનું સંચાલન કર્યું હતું. આ બેઠકમાં વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ, હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉ. એ.પી. સિંઘ સહિત અગ્ર મુખ્ય વન સંરક્ષકો અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા.આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના શીલજમાં પાલતું શ્વાનનો આતંક, ફલેટમાં સીડી ચડતી વખતે મહિલા પર શ્વાને કર્યો હુમલો 

Read Full Story arrow_forward
Maharashtraના 29 શહેરોમાં મેયર કોણ બનશે? જાણો લોટરીની સંપૂર્ણ પ્રક્રિયા
calendar_today January 22, 2026

Maharashtraના 29 શહેરોમાં મેયર કોણ બનશે? જાણો લોટરીની સંપૂર્ણ પ્રક્રિયા

મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીઓ પછી હવે સૌની નજર મેયર પદ પર છે. મુંબઈની BMCથી લઈને પુણે, થાણે સહિત કુલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયર કોણ બનશે તે અંગે રાજકીય ઉત્સુકતા વધી ગઈ છે. આ તમામ શહેરોમાં મેયર પદ માટેની અનામત ગુરુવારે સવારે 11 વાગ્યે લોટરી સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવશે. શહેરી વિકાસ વિભાગ દ્વારા આ લોટરી પ્રક્રિયા રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ લોટરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહત્વની વાત એ છે કે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે શહેરી વિકાસ વિભાગ છે, એટલે લોટરી પ્રક્રિયા તેમના વિભાગ હેઠળ થશે. આ લોટરી પછી જ સ્પષ્ટ થશે કે કયા શહેરમાં મેયર પદ મહિલા માટે અનામત રહેશે અને કયા શહેરમાં સામાન્ય, OBC, અનુસૂચિત જાતિ (SC) કે અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીમાંથી મેયર આવશે. લોટરી પ્રક્રિયા કેવી રીતે થશે? શહેરી વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રી માધુરી મિસાલની અધ્યક્ષતામાં લોટરી પ્રક્રિયા યોજાશે. આ પ્રક્રિયામાં મુંબઈ BMC સહિત રાજ્યની તમામ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોનો સમાવેશ થશે. લોટરી દ્વારા નક્કી થશે કે કયા શહેરમાં પુરુષ મેયર હશે કે મહિલા મેયર, તેમજ તેઓ કઈ શ્રેણીમાંથી આવશે. મહારાષ્ટ્રમાં મેયર પદ માટે અનામત રોટેશન પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે. એટલે કે જે શ્રેણીને ગયા કાર્યકાળમાં મેયર પદ મળ્યું હતું, તે શ્રેણી આ વખતે લોટરીમાં સામેલ થતી નથી. મુંબઈ BMC માટે શું સ્થિતિ છે? મુંબઈ મહાનગરપાલિકા (BMC)માં ગયા કાર્યકાળ દરમિયાન મેયર પદ સામાન્ય શ્રેણીમાં હતું. તેથી આ વખતે સામાન્ય શ્રેણીમાંથી મેયર બનવાની શક્યતા નથી. પરિણામે, હવે મહિલા, OBC અથવા અનુસૂચિત જાતિ માટે મેયર પદ અનામત રહે તેવી શક્યતાઓ છે. મુંબઈ BMCમાં કુલ 227 કાઉન્સિલરો ચૂંટાઈ આવ્યા છે. મેયરની પસંદગી આ કાઉન્સિલરો દ્વારા વિશેષ બેઠકમાં મતદાન કરીને કરવામાં આવશે. સામાન્ય રીતે બહુમતી ધરાવતી પાર્ટીનો ઉમેદવાર મેયર બને છે, પરંતુ મજબૂત ગઠબંધન હોય તો પરિણામ બદલાઈ શકે છે. રાજકીય ગણિત અને શક્યતાઓ છેલ્લા મેયર શિવસેનાની કિશોરી પેડણેકર હતા. તેમણે આ વખતે પણ જીત મેળવી છે, પરંતુ ઉદ્ધવ ઠાકરેની શિવસેના બહુમતીથી દૂર રહી છે. તેથી ફરીથી મેયર બનવાનો તેમનો માર્ગ મુશ્કેલ માનવામાં આવે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ભાજપ મુંબઈમાં પહેલીવાર પોતાનો મેયર બનાવી શકે છે. જો ભાજપ અથવા તેનો ગઠબંધન બહુમતી ગોઠવી શકે, તો મુંબઈ સહિત અન્ય શહેરોમાં પણ મેયર પદ પર ભાજપનો દબદબો જોવા મળી શકે છે. મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી ક્યારે? લોટરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તમામ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી કરવામાં આવશે. શક્ય છે કે 28 જાન્યુઆરીએ કાઉન્સિલરોની વિશેષ બેઠક બોલાવવામાં આવે, જેમાં મતદાન દ્વારા મેયર અને ડેપ્યુટી મેયર પસંદ થશે. મેયરનો કાર્યકાળ અઢી વર્ષનો હોય છે, જ્યારે કાઉન્સિલરો 5 વર્ષ માટે ચૂંટાય છે. સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર મેયર તરીકે ચૂંટાશે. ગુરુવારે સવારે 11 વાગ્યે થનારી લોટરી માત્ર અનામત નક્કી નહીં કરે, પરંતુ મહારાષ્ટ્રના મહાનગરોમાં આગામી રાજકીય દિશા પણ નક્કી કરશે. ખાસ કરીને મુંબઈ BMCમાં કોણ મેયર બનશે તેની ઉત્સુકતા રાજ્યભરમાં જોવા મળી રહી છે. આ પણ વાંચો : Union Budget 2026 : પરિણીત મધ્યમ વર્ગ માટે ખુશખબર? બજેટમાં થઈ શકે છે મોટો ફેરફાર

Read Full Story arrow_forward