android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch News : ભરુચ પોલીસ હેડક્વાર્ટરમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરતા મચ્યો ખળભળાટ
calendar_today January 22, 2026

Bharuch News : ભરુચ પોલીસ હેડક્વાર્ટરમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરતા મચ્યો ખળભળાટ

ભરૂચ પોલીસ હેડકવાર્ટમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોતાના રુમમાં પંખા સાથે લટકી જીવન ટૂંકાવ્યુ છે, લીસકર્મી પ્રીતિ ઉદેસિંહ પરમારે કર્યો આપઘાત અને મહિલા પોલીસકર્મીના આપઘાતનું કારણ અકબંધ છે, હાલમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે મહિલા પોલીસકર્મીએ કર્યો આપઘાત ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો લગાવી આપઘાત કરતા ચકચાર મચી છે, મૂળ ભાવનગરના પોલીસકર્મી 27 વર્ષીય પ્રીતિ ઉદેસિંહ પરમારે કર્યો આપઘાત અનેપોતાના રૂમમાં પંખા સાથે લટકી જીવનને અલવિદા કર્યુ છે, આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે અને પોલીસને હાલમાં કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી, પરંતુ પોલીસે અન્ય પોલીસની પૂછપરછ કરી છે, પ્રેમમાં અંતિમ પગલુ ભર્યુ કે કોઈ અન્ય કારણ છે આપઘાતનું તેને લઈ તપાસ ચાલી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો આપઘાતનું સાચું કારણ જાણવા પરિવારજનો અને સહકર્મીઓની બી ડિવિઝન પોલીસે પૂછપરછ કરવા સાથે વધુ તપાસ શરૂ કરી છે, તો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે મોબાઈલ ફોન મૃતકનો લીધો છે અને તેના આધારે તપાસનો ધમધમાટ કરવામાં આવશે. આ પણ વાંચો : Railway News : પશ્ચિમ રેલવે દોડાવશે 03 જોડી સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો, જાણો શું રહેશે શેડ્યૂલ

Read Full Story arrow_forward
Gandhinagar News : GPSC નો મોટો નિર્ણય, પ્રદૂષણ કંટ્રોલ બોર્ડમાં મદદનીશ કાયદા અધિકારીની ભરતી પ્રક્રિયા રદ
calendar_today January 22, 2026

Gandhinagar News : GPSC નો મોટો નિર્ણય, પ્રદૂષણ કંટ્રોલ બોર્ડમાં મદદનીશ કાયદા અધિકારીની ભરતી પ્રક્રિયા રદ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) માં મદદનીશ કાયદા અધિકારીની ત્રણ જગ્યાઓ માટે હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયાને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ લાયક ઉમેદવારોનો અભાવ છે. આ ભરતી માટે કુલ 23 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી જીપીએસસીને એક પણ ઉમેદવાર શરતો મુજબ યોગ્ય જણાયો નથી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે 23 માંથી 22 ઉમેદવારો પાસે જરૂરી વ્યવસાયિક અનુભવનો અભાવ હતો, જેના કારણે તેઓ ગેરલાયક ઠર્યા હતા.GPCB ભરતી વિવાદ આ ભરતી પ્રક્રિયામાં વધુ એક ચોંકાવનારી બાબત એ સામે આવી કે જે એક ઉમેદવાર પાસે યોગ્ય લાયકાત હોવાની શક્યતા હતી, તેણે નિયત સમય મર્યાદામાં પોતાના જરૂરી દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કર્યા નહોતા. પરિણામે, આયોગ પાસે ભરતી રદ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. આ પરિસ્થિતિને જોતા હવે સરકાર અને જીપીએસસી આગામી સમયમાં ભરતીના નિયમોમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છે. ખાસ કરીને અનુભવની લાયકાતમાં જરૂરી સુધારા કર્યા બાદ જ આ જગ્યાઓ માટે ફરીથી નવી જાહેરાત બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. આ પણ વાંચો : Ahmedabad News : કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ભત્રીજાનો આપઘાત, બોડકદેવના પોશ વિસ્તારમાં બનેલી ઘટનાથી ખળભળાટ

Read Full Story arrow_forward
Rajkot: ધો. 9ની વિદ્યાર્થીની સાથે સ્કૂલવાન ચાલકે આચર્યુ દુષ્કર્મ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
calendar_today January 22, 2026

Rajkot: ધો. 9ની વિદ્યાર્થીની સાથે સ્કૂલવાન ચાલકે આચર્યુ દુષ્કર્મ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 9ની એક વિદ્યાર્થીની સાથે સ્કૂલવાનના ચાલક રમેશ ખરા નામના શખ્સે દૂષ્કર્મ આચરતાં ખળભળાટ મચી ગયો છે.એક વર્ષથી આરોપીની સ્કૂલવાનમાં મુસાફરી કરતીમળેલી માહિતી પ્રમાણે આ વિદ્યાર્થીની એક વર્ષથી આરોપીની સ્કૂલવાનમાં મુસાફરી કરતી હતી. આરોપીએ તેણીનો વિશ્વાસ જીતી તેનો ફોન નંબર મેળવીને વાતચીત કરતો હતો. અવાવરુ જગ્યાએ લઈ જઇ દૂષ્કર્મ કર્યું ત્યારબાદ આરોપી આ તરુણીને બે દિવસ પૂર્વે અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો અને તેની સાથે દૂષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો પરિવારજનોની ફરિયાદની આધાર પર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી અને સ્કૂલવાનના ચાલક રમેશ ખરાને ઝડપી પાડ્યો હતો. આરોપી રમેશ પરિણીત છે અને તેને 12 વર્ષની દિકરી પણ છે ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી રમેશ પરિણીત છે અને તેને 12 વર્ષની દિકરી પણ છે. સમાજમાં તેની સામે ફિટકાર વરસી રહ્યો છે. પોલીસ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ શરુ કરી છે. આ પણ વાંચો----    Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

Read Full Story arrow_forward