android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદના બોડકેદવમાં ફાયરિંગથી દંપતિનું મોત, પહેલા પતિએ પત્નીની હત્યા કરી ત્યારબાદ પતિએ પણ આપઘાત કર્યો
calendar_today January 22, 2026

Ahmedabad News : અમદાવાદના બોડકેદવમાં ફાયરિંગથી દંપતિનું મોત, પહેલા પતિએ પત્નીની હત્યા કરી ત્યારબાદ પતિએ પણ આપઘાત કર્યો

અમદાવાદના બોડકદેવમાં ફાયરિંગથી દંપતિનું મોત થયું છે, જેમાં પહેલા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય છે, ત્યારબાદ પતિએ ઉશ્કેરાઈને પત્નીની હત્યા કરી અને ત્યારબાદ પતિએ પણ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ થતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને બોડકદેવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અમદાવાદના બોડકદેવમાં ફાયરિંગથી દંપતિનું મોત પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, બોડકદેવ વિસ્તારમાં દંપતિનું ફાયરિંગથી મોત થતા આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા, જજીસ બંગલો ચાર રસ્તા પાસે NRI ટાવરમાં આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે અને મૃતક દંપતિના બે મહિના અગાઉ લગ્ન થયા હતા અને પતિ-પત્ની વચ્ચે અણબનાવના કારણે આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી પરિવારમાં અન્ય સભ્યોના પણ પોલીસે નિવેદન લીધા છે અને જે પિસ્તલથી ફાયરિંગ કરવામાં આવ્યું છે તેનું લાયસન્સ છે કે નહી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, સમગ્ર ઘટનામાં બન્ને મૃતકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે, અને એફએસેલની ટીમ પણ સ્થળ પર છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટયું, વહેલી સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અહેસાસ કરતા શહેરીજનો 

Read Full Story arrow_forward
Kheda News : ખેડાના કપડવંજમાં 16 પત્તા પ્રેમીએ બાજી ચીપી અને સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડયા, પોલીસે 1.37 લાખની રોકડ જપ્ત કરી
calendar_today January 22, 2026

Kheda News : ખેડાના કપડવંજમાં 16 પત્તા પ્રેમીએ બાજી ચીપી અને સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડયા, પોલીસે 1.37 લાખની રોકડ જપ્ત કરી

ખેડાના કપડવંજમાં માતરીયા તળાવ પાસે ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો છે અને સ્ટેટ મોનિટરિંગ સેલે આ દરોડો પાડયો હોવાની વાત સામે આવી છે, જુગાર રમતા 16 આરોપીની ધરપકડ કરી છે અને SMCએ સ્થળ પરથી 1.37 લાખની રોકડ જપ્ત કરી છે, પોલીસે 15 મોબાઈલ ફોન,12 ટુ-વ્હીલર જપ્ત કર્યા છે.રિક્ષા સહિત કુલ રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત ખેડાના કપડવંજમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો સામે આવ્યો છે અને આ રેડમાં કુલ 16 જુગારીઓ ઝડપાયા છે અને મુખ્ય સૂત્રધારો સહિત 7 આરોપી ફરાર થયા છે, કપડવંજ ટાઉન પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો અને SMCની લાલ આંખથી જુગારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે, રાત્રીના સમયે આ રેડ કરવામાં આવી છે અને જાહેરમાં જુગાર રમાતો હોવાની વાત પણ સામે આવી છે, લાંબા સમયથી સુરેશ હિમ્મતભાઈ પરમાર અને સજ્જુભાઈ ઉર્ફે મુર્તુજા સૈયદ આ જુગારનો અડ્ડો ચલાવતો હતા. કપડવંજ ટાઉન પોલીસના નાક નીચે ચાલતા જુગારના અડ્ડા પર ગાંધીનગર SMCની તવાઈ આ દરોડામાં પોલીસે કુલ રૂ. 4,03,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રૂ. 1,37,800 રોકડા, રૂ. 95,500ની કિંમતના 15 મોબાઈલ અને રૂ. 1,70,000ની કિંમતના 13 વાહનોનો સમાવેશ થાય છે. મહત્વની વાત તો એ છે કે, જુગાર રમવા માટે અલગ-અલગ જિલ્લામાંથી લોકો આવતા હતા અને લાંબા સમયથી જુગાર રમાતો હોવાની વાત સામે આવી છે. આ કેસની તપાસ કપડવંજ ટાઉન પોલીસ હાલમાં ચલાવી રહી છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના બોડકેદવમાં ફાયરિંગથી દંપતિનું મોત, પહેલા પતિએ પત્નીની હત્યા કરી ત્યારબાદ પતિએ પણ આપઘાત કર્યો 

Read Full Story arrow_forward
Ahmedabad:ચાંદખેડામાં ફ્લિપકાર્ટના વેરહાઉસમાં આગ, ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે
calendar_today January 22, 2026

Ahmedabad:ચાંદખેડામાં ફ્લિપકાર્ટના વેરહાઉસમાં આગ, ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ફ્લિપકાર્ટના વેરહાઉસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ચાંદખેડા ગામમાં આવેલ આ વેરહાઉસમાંથી ધુમાડાના ગોટા દેખાતા આસપાસના વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. જાનહાનિના કોઈ અહેવાલ નથી મળ્યા આ ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ નથી મળ્યા, પરંતુ વેરહાઉસમાં સંગ્રહિત માલસામાનને નુકસાન થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગના કારણે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થાને પણ અસર પહોંચી હતી. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાની કાર્યવાહી ચાલુ ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાની કાર્યવાહી ચાલુ છે, જ્યારે પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. આ પણ વાંચો-----    Weather News : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટયું, વહેલી સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અહેસાસ કરતા શહેરીજનો

Read Full Story arrow_forward