Surendranagar: આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમ સુરત અવ્વલ
રાજયની વિવિધ જિલ્લા પંચાયતો વચ્ચે દર વર્ષે સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે. ત્યારે આ વર્ષે આ ટુર્નામેન્ટની યજમાની જામનગર જિલ્લા પંચાયતે કરી હતી. આ ટુર્નામેન્ટમાં રાજયની 29 જિલ્લા પંચાયતો વચ્ચે 38 મેચ રમાઈ હતી. જેમાં તા. 19મીના રોજ યોજાયેલ ફાઈનલ મેચમાં આણંદને હરાવી સુરતની ટીમ વિજેતા બની હતી.ત્રિસ્તરિય પંચાયત રાજના પ્રણેતા એવા સ્વ. બળવંતરાય મહેતાની યાદમાં દર વર્ષે રાજયની વીવીધ જિલ્લા પંચાયતની ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ છે. ત્યારે આ વર્ષે 33મી આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જામનગર ખાતે કરાયુ હતુ. તા. 13મી જાન્યુઆરી શરૂ થયેલ આ ટુર્નામેન્ટમાં રાજયની 29 જિલ્લા પંચાયતોની ટીમ જોડાઈ હતી. જેમાં 29 ટીમો વચ્ચે 38 મેચો રમાઈ હતી. આ ટુર્નામેન્ટની તા. 19મીના રોજ ફાઈનલ મેચ રમાઈ હતી. ફાઈનલ મેચમાં આણંદ અને સુરત જિલ્લા પંચાયતની ટીમ આમને સામને હતી. જેમાં આણંદ જિલ્લા પંચાયતની ટીમે પ્રથમ દાવ લઈ નિર્ધારીત 20 ઓવરમાં 120 રન કર્યા હતા. અને 121 રનના લક્ષ્યાંક સાથે ઉતરેલી સુરતની ટીમે 19.5 ઓવરમાં લક્ષ્ય પ્રાપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરેન્દ્રનગરની ટીમના કેપ્ટન મયુરધ્વજસીંહ ઝાલાની આગેવાનીમાં સુરેન્દ્રનગરની ટીમ સતત 3 વિજય બાદ કવાર્ટર ફાઈનલમાં ગત વર્ષની ચેમ્પીયન મહેસાણાની ટીમ સામે હારી હતી. જોકે, ટોપની 8 ટીમોમાં સમાવેશ થતા સુરેન્દ્રનગરની ટીમ ચેમ્પીયન ટ્રોફી માટે સીલેકટ થઈ છે. બીજી તરફ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 209 રન સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમના વિવેક વાઘેલાએ બનાવતા તેઓને બેસ્ટ બેટસમેન ઓફ ધી ટુર્નામેન્ટ જાહેર કરાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward