android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chotila: 39 દબાણકર્તા હાઇકોર્ટના શરણે ગયા પણ રાહત ન મળતા ફફડાટ
calendar_today January 21, 2026

Chotila: 39 દબાણકર્તા હાઇકોર્ટના શરણે ગયા પણ રાહત ન મળતા ફફડાટ

ચોટીલા તળેટી મંદિર રોડ ઉપર લોકોએ મોટાપાયે દબાણ કરી રસ્તો સાંકળો કરી દેતા ભકતોને પડતી મુસ્કેલી દૂર કરવા ડેપ્યુટી કલેકટરે દબાણ તોડવાની કામગીરી શરૂ કરી અનેક દબાણ તોડયા અમુક બાકી હતા. એમાંથી 39 લોકો હાઇકોર્ટ જઇ 17 પીટીશન કરી હતી પરંતુ કોઇને રાહત નહી આપી અરજી કાઢી નાખતા દબાણકર્તાઓમાં ફફળાટ વ્યાપી ગયેલ છે.પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી જમીનોમાં દબાણ કરી માલીકીની જમીન હોય એવી રીતે લોકો બાંધકામ કરી દબાણ તો કરે પરંતુ અનેક લોકો દબાણ કરી ભાડે પણ આપતા હોય છે એનો ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણાએ ભાંડો પણ ફોડયો હતો.એવામાં સુપ્રસિધ્ધ ચામુંડા માતાજીના ચોટીલા મંદિરે જવા માટે લોકોને ભારે ભીડનો સામનો કરવો પડતો હતો કારણ 40 ફૂટના રસ્તામાં વીસ ફૂટ રસ્તામાં લોકોએ દબાણ કરી દીધુ હતુ.જેથી ડેપ્યુટી કલેકટરે રસ્તો પહોળો કરવા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી અનેકદબાણ તોડયા હતા.બીજા દબાણ તોડવાના બાકી હતા એમાં 39 લોકોએ અલગ અલગ 17 પીટીશન ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી.પરંતુ આ તમામની અરજી કાઢી નાખી કોઇને પણ રાહત નહી આપતા હવે વેપારીઓમાં ગમે ત્યારે દબાણ તોડી પાડશે એવો ફફળાટ વ્યાપી ગયેલ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bavla: પ્રતિબંધિત પ્લાસ્ટીકની થેલીઓનો ઉપયોગ કરતા વેપારીઓ પર પાલિકાની તવાઈ
calendar_today January 21, 2026

Bavla: પ્રતિબંધિત પ્લાસ્ટીકની થેલીઓનો ઉપયોગ કરતા વેપારીઓ પર પાલિકાની તવાઈ

બાવળા પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓના ઉપચોગને લઈ ચાર રસ્તા તેમજ ધોળકા રોડ ઉપરના લારી ગલ્લા તથા દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં તા.20મીએ 3.5 કિલોગ્રામ અને તા.21મીએ ફરીથી ચેકીંગ કરતા 11 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકની થેલીઓ જપ્ત કરાઈ હતી. આ ઉપરાંત કેટલાક દુકાનદારો થકી જાહેરમાં ગંદકી કરવામાં આવતી હોવાની ફરિયાદોને લઈ તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરાઈ હતી. જેમાં વેપારીઓ પાસેથી કુલ રૂ. 8,500 દંડ વસૂલાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Botad: બાઈક પર લીફ્ટ આપી વૃધ્ધાને બાવળની ઝાડીમાં લઈ જઈ સોનાની બુટ્ટીઓ ખેંચી લીધી
calendar_today January 21, 2026

Botad: બાઈક પર લીફ્ટ આપી વૃધ્ધાને બાવળની ઝાડીમાં લઈ જઈ સોનાની બુટ્ટીઓ ખેંચી લીધી

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામ નજીક એક વૃદ્ધા સાથે લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોડી ગામથી ઉમરાળા તરફ્ જઈ રહેલા અમુબેન જીવણભાઈ મકવાણા નામની વૃદ્ધાને એક અજાણ્યા બાઈક ચાલકે લિફ્ટ આપી હતી.ઉમરાળા ગામની હદમાં પહોંચતા જ બાઈક ચાલકે અચાનક બાઈકને મુખ્ય રોડ પરથી નીચે ઉતારી બાવળની કાંટાળ ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાં પહોંચતા જ તેણે અમુબેનના બંને કાનમાંથી સોનાની બુટ્ટીઓ જોરપૂર્વક ખેંચી લીધી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અચાનક બનેલી ઘટના ના કારણે અમુબેન થોડા સમય માટે બેભાન થઈ ગયા હતા. તેમની બચાવ માટેની બુમાબુમ સાંભળી આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લૂંટ દરમિયાન વૃદ્ધાના બંને કાનમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રાણપુર પોલીસ મથકના સ્ટાફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં જુદાં જુદાં માર્ગ પરના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે આરોપીને ઝડપી પાડવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને સ્થાનિક લોકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward