Mandal: દેત્રોજ પોલીસે દારુના ગુનામાંથી બે વર્ષથી ચકમો આપી ફરાર આરોપીને ઝડપી પાડયો
અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડવા અનુસંધાને પોલીસ વડાઓએ સુચના કરેલી જેથી દેત્રોજ પોલીસના પો.ઈ.એસ.એ.ગઢવી નાઓએ પોલીસની ટીમ બનાવી પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી.જે દરમ્યાન પોલીસને હ્યુમન સોર્સના માધ્યમથી મળેલ ચોક્કસ બાતમીને આધારે દેત્રોજ પોલીસ સ્ટેશનના વર્ષ 2023ના પ્રોહી. ગુનાનો વોન્ટેડ આરોપી પ્રવિણસિંહ ઉર્ફે ગોવિંદસિંહ વિક્રમસિંહ ઝાલા રહે. ઝીંઝુવાડા, તા. દસાડા, જિ. સુરેન્દ્રનગર નાઓને દેત્રોજ તાલુકાના ભંકોડા ગામેથી દબોચી લેવામાં આવ્યો હતો. દેત્રોજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward