android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: હત્યાના ગુનાના આરોપી સાજન પટણીની જામીન અરજી કોર્ટે ફગાવી
calendar_today January 21, 2026

Ahmedabad: હત્યાના ગુનાના આરોપી સાજન પટણીની જામીન અરજી કોર્ટે ફગાવી

શહેરના કાગડાપીઠ વિસ્તારમાં જૂની અદાવતમાં યુવકનું અપહરણ કરી તેની ઘાતકી હત્યા કરવાના કેસમાં પકડાયેલા આરોપી સાજન સંજયભાઈ પટણીની જામીન અરજી સેસન્સ કોર્ટે ફ્ગાવી દીધી છે.કોર્ટે અવલોકન કર્યું હતું કે, આરોપી સામે પ્રથમ દ્રષ્ટિએ ગંભીર ગુનો જણાય છે અને તેણે અન્ય આરોપીઓ સાથે મળીને ભોગ બનનાર પર લોખંડના ધારીયા વડે હુમલો કરી હત્યા નીપજાવામાં આરોપીની સક્રિય ભૂમિકા છે ત્યારે જામીન આપી શકાય નહીં. ગતતા.22 ઓગસ્ટ 2025ના રોજ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને જૂની અદાવતનો બદલો લેવા નીતિનનું રીક્ષામાં અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈ ધારીયા, પાઈપ અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો વડે જાહેરમાં જીવલેણ હુમલો કરતા ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન નીતિનનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે સાજન પટણી સહિતના આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. જ્યાંથી આરોપી સાજન પટણી તરફ્થી જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જામીન અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે દલીલ કરી હતી કે, આ એક અત્યંત ગંભીર પ્રકારનો ગુનો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ‘તું મારી બાતમી કેમ આપે છે' કહીને શખ્સે યુવકને ચપ્પુ માર્યું
calendar_today January 21, 2026

Ahmedabad: ‘તું મારી બાતમી કેમ આપે છે' કહીને શખ્સે યુવકને ચપ્પુ માર્યું

બાપુનગરમાં રહેતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં નોકરી કરતા યુવક પર તેના જ મિત્રએ ચપ્પા વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.બાપુનગરમાં વિરાભગતની ચાલીમાં દેવાંગ પરમાર પરિવારજનો સાથે રહીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં નોકરી કરે છે. દેવાંગ મંગળવાર રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરની પાસે પાન પાર્લર પર ઊભો હતો ત્યારે મલકીન ઉર્ફે ચિન્ટુ ત્યાં એક્ટિવા લઇને આવીને 'તું બોગસ છો, તું કેમ મારી બાતમી આપે છે' તેમ કહીને બિભત્સ શબ્દો બોલીને ઝઘડો કર્યો હતો. જેના પગલે દેવાંગ બિભત્સ શબ્દો ન બોલવા કહ્યુ તો મલકીન ઉર્ફે ચિન્ટુ ઉશ્કેરાઇ જઇને દેવાંગ પર ચપ્પાથી હુમલો કર્યો હતો. દેવાંગને બે ઘા વાગતા તે લોહીલુહાણ થઇ ગયો હતો. બીજી તરફ, લોકોનું ટોળેં ભેગુ થતા મલકીને 'તે મારૂ નામ લીધુ છે તો તને ફરીથી મારીશ' કહીને નાસી ગયો હતો. દેવાંગને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે દેવાંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં મલકીન ઉર્ફે ચિન્ટુ વિરૂદ્ધમાં હુમલાની ફરિયાદ નોંધાવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: અસલાલીમાં માત્ર રૂ. 500 માટે યુવકે સહકર્મીની હત્યા કરી દીધી
calendar_today January 21, 2026

Ahmedabad: અસલાલીમાં માત્ર રૂ. 500 માટે યુવકે સહકર્મીની હત્યા કરી દીધી

અસલાલીના કમોડ-પીરાણા રોડ પર આવેલા એક કોંક્રિટ પ્લાન્ટમાં એક ડ્રાઇવરની હત્યા થયાનું સામે આવ્યુ છે. આ પ્લાન્ટ કામ કરતા ડ્રાઇવર અને ટ્રાન્સિસ્ટ મિક્સર ટ્રકના ચાલક વચ્ચે ખર્ચાના 500 રૂ. મામલે ઝગડો થતા તેણે ડ્રાઇવરને માથામાં ટીફીન માર્યું હતું. આ ડ્રાઈવરનું મોત થતા સંબંધીએ ફરિયાદ નોંધાવી હતી.અસલાલીના કમોડ-પીરાણા રોડ પર કોનપ્લસ નામના કોંક્રિટ પ્લાન્ટમાં યુપીના 42 વર્ષીય સુનિલ તિવારી ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. જ્યારે ટ્રાન્સિસ્ટ મિક્સર ટ્રક ચલાવવાનું કામ કરનાર યોગેશ દ્વિવેદી પણ ત્યાં જ કામ કરે છે. બે દિવસ પહેલા બંને વચ્ચે 500 રૂપિયાના ખર્ચા બાબતે ઝઘડો થયો હતો. ઝગડો થયા બાદ સુનિલ રૂમમાં બેભાન થઇ ગયો હતો. તેને હોસ્પિટલમાં લઇ જવાતા સારવાર દરમિયાન ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ કરતા પૈસાની બાબતે યોગેશે મૃતક સુનિલને સ્ટીલનું ટિફીન માથામાં મારી દેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સુનિલને લોહી નીકળ્યા બાદ તે બેભાન થઇ ગયો હતો અને તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યુ હતું. જેથી અસલાલી પોલીસે હત્યાનો ગુનો નોંધી યોગેશ દ્વિવેદીની ધરપકડ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward