android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: 29 વર્ષીય મહિલાને 21 વર્ષીય યુવક સાથે સોશિયલ મીડિયા થકી ઈન્સ્ટન્ટ લવ થયો
calendar_today January 21, 2026

Surendranagar: 29 વર્ષીય મહિલાને 21 વર્ષીય યુવક સાથે સોશિયલ મીડિયા થકી ઈન્સ્ટન્ટ લવ થયો

સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયાના જમાનામાં લોકો આકર્ષણને પ્રેમ સમજી બેસે છે. પ્રેમની કોઈ ઉંમર હોતી નથી તેમ ભાવનગરથી 29 વર્ષીય પરણીત મહીલાને જોરાવરનગરના 21 વર્ષીય યુવક સાથે ઈન્સ્ટાગ્રામ થકી ઈન્સ્ટન્ટ લવ થયો હતો. અને બન્નેએ પોતાના ઘરેથી નીકળી જઈ મૈત્રી કરાર કરી લીધા હતા. સમગ્ર મામલો જોરાવરનગર પોલીસ મથકે પહોંચતા મહિલાઓ પતિના ઘરે ન જવાનું કહી યુવક સાથે રહેવાની ઈચ્છા દર્શાવી છે.જોરાવરનગરમાં રહેતો 21વર્ષીય યુવક હાલ કોલેજમાં અભ્યાસ કરે છે. સાથે સાથે તે મ્યુઝીક પાર્ટીઓમાં ઓરકેસ્ટ્રાનું કામ કરે છે. ગત તા.12મી જાન્યુઆરીના રોજ સાંજે તે ચૂડા એક કાર્યક્રમમાં વગાડવા જઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ મોડી રાત સુધી અને તા. 13મીએ પણ તે પરત ઘેર ન આવતા પરિવારજનોએ ચિંતાતુર બનીને આખરે જોરાવરનગર પોલીસ મથકે ગુમ થયાની નોંધ કરાવી હતી. જોરાવરનગર પીઆઈ એચ.જી.ગોહીલના માર્ગદર્શનથી આ કેસની તપાસ કરતા બીટ જમાદાર મુળજીભાઈ મકવાણા, શીતલબેન સહિતનાઓને ગુમ યુવાન ભાવનગરમાં હોવાની જાણ થઈ હતી. જયારે તેનો મોબાઈલ ચાલુ બંધ થતો હતો અને અલગ-અલગ લોકેશન દર્શાવતો હતો. બાદમાં તેનો ફોન ચાલુ થતા પોલીસે વાત કરતા તેણે ભાવનગરની મહિલા સાથે મૈત્રી કરાર કર્યા હોવાનું તથા તે બરોડા હોવાનું સામે આવ્યુ હતુ. આથી પોલીસે બન્નેને સુરેન્દ્રનગર બોલાવી લીધા હતા. બીજી તરફ ભાવનગરમાં ગુમ મહિલાની વિગતો મેળવી તેના પરિવારજનોને પણ પોલીસ મથકે બોલાવાયા હતા. જેમાં ભાવનગરના હાદનગરમાં રહેતી 29 વર્ષીય પરિણીત મહિલાને ઈન્સ્ટાગ્રામ થકી જોરાવરનગરના યુવક સાથે પ્રેમ થયો હતો. અને યુવક ભાવનગર જતા મહિલા પણ તેના ઘરેથી ડોકયુમેન્ટ સાથે નીકળી ગઈ હતી. બન્નેએ નોટરી સમક્ષ મૈત્રી કરાર પણ કરી લીધા હતા. મહિલા પુખ્ત હોઈ અને તેના પતિ સાથે જવા ન માંગતી હોય અને યુવક સાથે રહેવાની ઈચ્છા દર્શાવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: જિલ્લાના 54 કિલોમીટરના 21 માર્ગો રૂ.30 કરોડના ખર્ચે નવા બનાવાશે
calendar_today January 21, 2026

Gandhinagar: જિલ્લાના 54 કિલોમીટરના 21 માર્ગો રૂ.30 કરોડના ખર્ચે નવા બનાવાશે

ગાંધીનગર જિલ્લાના સાવ જર્જરીત થઈ ગયેલાં 21 જેટલા માર્ગોના રિસર્ફેસિંગ માટે સરકાર દ્વારા ઈમરજન્સી બેઝીસ ઉપર મંજૂરી આપવામાં આવી છે.જેમાં ગાંધીનગર, કલોલ અને માણસા તાલુકાના કુલ 54 કિલોમીટરના રોડના નવીનીકરણ માટે 30.57 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગાંધીનગર તાલુકાના 13, કલોલ તાલુકાના 4, માણસા તાલુકાના 4 રોડ મંજૂર કરાયા છે. જેને પગલે જિલ્લાના 35 જેટલા ગામોના હજારો નાગરિકોને તેનો સીધો ફાયદો મળશે. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી મંજૂર કરાયેલા માર્ગોમાં ગાંધીનગર તાલુકાના 13 માર્ગો છે, કુલ 33 કિલોમીટરના આ માર્ગોનું 18.60 કરોડના ખર્ચે નવીનીકરણ થશે. જેમાં મોટી આદરજમાં કૈલાસ આશ્રામથી પુન્દ્રાસણ સુધીનો રોડ, રૂપાલ એસટી સ્ટેન્ડથી આમજા, સરઢવ કલેશ હરણીમાતા મંદિરથી કોલવડાને જોડતો રોડ, ઉનાવા બળીયાદેવથી ગાંધીનગર-માણસા હાઈવે સુધીનો રોડ, રતનપુરથી લવારપુર રોડ, NH-8થી ધણપ હાલીસા રોડ, ડભોડા હનુમાન મંદિરથી સોલંકીપુરા વડોદરા લાટને જોડતો રોડ, છાલા-મોતીપુરા રોડ, શિહોલી બળીયાદેવ મંદિરથી ચિલોડા હાઈવે, શિહોલી મોટી ગામથી સ્મશાન હાઈવે કનેક્ટિંગ રોડ વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ઘરવેરો ભરો નહિ તો પ્રોપર્ટી સીલ કરાશે
calendar_today January 21, 2026

Gandhinagar: ઘરવેરો ભરો નહિ તો પ્રોપર્ટી સીલ કરાશે

ગાંધીનગર કોર્પોરેશન દ્વારા નિયત સમયમાં મિલકતવેરો નહી ભરવામાં આવતાં બાકીદારોની 78 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે.આ બાકીદારોએ કોર્પોરેશનની આખરી નોટિસને ગણકારી નહતી. આખરી નોટિસની અવગણના કરવામાં આવતાં મ્યુનિ તંત્ર આક્રમક બન્યું હતું અને બાકીદારોને ટાંચ અને જપ્તી વોરંટ ઈસ્યુ કરી સીલીંગની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી દિવસોમાં મ્યુનિ તંત્ર વસુલીને વધુ આકરી બનાવશે. હજુપણ જપ્તીના વોરંટ કાઢવામાં આવશે અને વેરો નહિ ભરનારની મિલકતો સામે સીલીંગથી લઈને હરાજી કરવા સુધીની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. મિલકતવેરાની વસુલાત માટે કોર્પોરેશનની ટેક્ષ શાખા દ્વારા 8260 બાકીદારોને નોટિસ ફટકારવામાં આવી હતી. તંત્રની આખરી નોટિસ જોઈને જપ્તીથી બચવા માટે કેટલાક બાકીદારોએ વેરો ભરી દેવો હિતાવહ માન્યો હતો. આખરી નોટિસના કારણે તંત્રને 7.26 કરોડની વેરા વસુલાત શક્ય બની હતી. જ્યારે અન્ય બાકીદારો કે જેમણે આખરી નોટિસ પછી પણ વેરો નહિ ભરવામાં આવતાં એવા બાકીદારોની સામે ટાંચ અને જપ્તી વોરંટ ઈસ્યુ કરી કુલ 78 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. જપ્તી વોરંટ અને સીલીંગની કાર્યવાહીના કારણે બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો છે. હજુપણ ઘણા મિલકતધારકોએ મિલકતવેરો ભર્યો ન હોવાનું સામે આવ્યું છે. આવા બાકીદારોને બાકી મિલકતવેરો ભરી દેવા જણાવવામાં આવ્યું છે. નહિ તો ટાંચ કે જપ્તી વોરંટ કાઢવાથી લઈ મિલકતની હરાજી કરવા સુધીના પગલાં ભરવામાં આવશે તેવું જણાવાયું છે. અત્યાર સુધીમાં 1.26 લાખ લોકોએ ઘરવેરો ભરી દીધો ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યારસુધીમાં 1,26,963 જેટલા મિલકતધારકોએ ઘરવેરો ભરી દઈને નિિંૃત થઈ ગયા છે. કોર્પોરેશનની તિજોરીમાં પણ આજદિનસુધીમાં મિલકતવેરાની 69.09 કરોડની વસુલાત ઠલવાવા પામી છે. જેમાં 47 ટકા લોકોએ ઓનલાઈન એટલેકે ડિઝિટલ માધ્યમનો ઉપયોગ કર્યો છે તો 53 ટકા લોકો દ્વારા ઓફલાઈન માધ્યમથી મિલકતવેરો ભરવામાં આવ્યો છે. બંધ-ખાલી યોજનાનો 719 મિલકતધારકોએ લાભ લીધો ગાંધીનગર કોર્પોરેશનની મિલકતવેરાની બંધ-ખાલી યોજનાનો ચાલુ વર્ષે 719 મિલકતધારકો દ્વારા લાભ લેવામાં આવ્યો છે. આ મિલકતધારકોને કુલ મિલકતવેરાના 66 ટકા માફી મુજબ કુલ 38.97 લાખના વેરાની માફી આપવામાં આવી છે. કોર્પોેરેશન દ્વારા વપરાશમાં ન આવતી હોય તેવી બંધ મિલકતો માટે બંધ-ખાલી યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward