android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nadiad: અલ ફલાહ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોએ રૂપિયા 35.85 લાખની છેતરપિંડી આચરી
calendar_today January 21, 2026

Nadiad: અલ ફલાહ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોએ રૂપિયા 35.85 લાખની છેતરપિંડી આચરી

માતર તાલુકાના સંધાણામાં રહેતા પીરુશા પુંજાશા દિવાન કે જે ગામમાં આવેલ મસ્જીદમાં સેવા કરે છે.ગત તા.15 મે 2025ના રોજ અલ ફલાહ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો અનીશ અબુબકર વિરાણી (રહે.આબાદનગર, ઓવરબ્રિજ પાસે, આણંદ), ઈત્તેફાકહુસેન કલંદરહુસેન સૈયદ (રહે.સિરાજી મુસ્તકીમ હોલ, પેટલાદ), મહંમદઈમરાન મહંમદયુસુફ વ્હોરા (રહે.વડોદરા, માંડવી), તથા આસિફ ઈકબાલ સફીમીયાં મલેક (રહે.રાવલી) તેમના ગામમાં આવ્યા હતા. અને ગામમાંથી લોકોને ઉમરાહ કરવા લઈ જવાની જાહેરાત કરી તેનું જાહેરાત મસ્જીદ ચોકમાં પોસ્ટર લગાવ્યું હતું. અગાઉ પીરુશા તેમના દ્વારા ઉમરાહ ગયા હોવાથી ઓળખતા હતા. જેથી ટ્રાવેલ્સના સંચાલકોએ ચાર માસ પહેલાં રુપિયા ભરશે તેમના માટે 65 હજાર અને જે બાદ ભરશે તેમના માટે 75 હજાર તેમ જણાવ્યું હતું. જેથી ચરોતરના રતનપુર, ખંભાલી, બાકરોલ, ખેડા, સંધાણા, મોટી ખડોલ, દંતાલી વગેરે ગામના 10 પરિવારોના કુલ 58 લોકોએ ચેક અને રોકડા મળી કુલ રુ.36.80 લાખ રુપિયા પીરુશાને સોંપ્યા હતા. પીરુશાએ પણ અન્ય લોકોની હાજરીમાં રોકડ અને ચેક ટ્રાવેલ્સવાળાને ચુકવી દીધા હતા. ટ્રાવેલ્સવાળાએ તા.17 નવેમ્બર 2025ના રોજ અમદાવાદથી હવાઈ માર્ગે ઉમરાહ કરવા લઈ જવાનું વચન આપ્યા બાદ નહીં લઈ જતા 58 લોકો અવારનવાર પીરુશા પાસે પુછતાછ કરતાં હતા. અને ટ્રાવેલ્સવાળા પીરુશાને વાયદા બતાવ્યા કરતા હતા. જેથી પીરુશાએ આ મામલે ચારેય સંચાલક વિરુદ્ધ 35.80 લાખની વિશ્વાસઘાતની ફરિયાદ માતર પોલીસ મથકે નોંધાવી હતી. 29ને મધ્યસ્થીએ પોતાના ખર્ચે ઉમરાહ મોકલ્યા સંચાલકો વારંવાર વાયદા કરતા હોવાથી આખરે પીરુશાએ સગાસંબંધીઓ પાસેથી 19 લાખ ઉઘરાવીને 29 જેટલા નાગરિકોને પોતાના ખર્ચે ઉમરાહ કરવા મોકલ્યા હતા. આ મામલે માતર પોલીસ મથકે ચારેય વિરુદ્ધ અરજી થતાં ચારેયે હાજર થઈ 20 દિવસમાં બાકીનાને ઉમરાહ કરવા લઈ જવાની અને બાકીના લોકોના રુપિયા પાંચ માસમાં પરત આપવાની લેખિત બાંયધરી આપી હતી. જો કે તે મુદ્દત પૂર્ણ થયા બાદ પણ કોઈને ઉમરાહ કરવા લઈ ગયા ન હતા કે રુપિયા પણ પરત ચૂકવ્યા ન હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: આંખો કાઢવાની તકરારમાં યુવક પર હુમલો થતાં ચકચાર
calendar_today January 21, 2026

Anand: આંખો કાઢવાની તકરારમાં યુવક પર હુમલો થતાં ચકચાર

પેટલાદ નજીક આવેલા રંગાઈપુરા ગામે રહેતા અને આમલેટની લારી ચલાવીને ગુજરાન ચલાવતા એક યુવાનને પેટલાદના પઠાણવાડામાં એક શખ્સે જતા આવતાં આંખો કાઢવાની બાબતે લાકડાના ડંડાથી માર મારીને ઈંડાની પાંચ પ્લેટો નીચે પડી જતાં રૂ. 975નું નુકસાન થવા પામ્યું હતું. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ ફરિયાદી નિર્મિત ઉર્ફે નીમુ દિલીપભાઈ ભોઈ આમલેટની લારી ચલાવીને ગુજરાન ચલાવે છે. મિત્ર અબ્રારખાન પઠાણના એક્ટીવા ઉપર બેસીને પઠાણવાડામાં આવેલી સંજરી ઈંડા સપ્લાયના હોલસેલ વેપારી મોહદીશખાન પઠાણ પાસે ઈંડા લેવા માટે આવ્યા હતા. ઈંડાની 12 પ્લેો ખરીદીને અબ્રારના એક્ટીવા ઉપર બેઠો હતો એ સાથે જ પાછળથી મોહસીન ઉર્ફે બોરસદી કાલુખાન પઠાણ આવી પહોંચ્યો હતો અને લાકડાનો ડંડો બરડાના ભાગે મારી દેતાં તે નીચે પડી જવા પામ્યો હતો. આ સાથે જ ઈંડાની પાંચ પ્લેટો તુટી જવા પામી હતી. ત્યારબાદ લાકડાના ડંડાથી હાથે તેમજ પગના ભાગે માર માર્યો હતો. અબ્રારખાન અને મોહદીશખાને વચ્ચે પડીને વધુ મારમાંથી છોડાવ્યો હતો. જતાં જતાં મોહસીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: બે બાઈક ધડાકાભેર ટકરાતાં ઘાયલ થયેલા બે યુવકોનાં આખરે મોત થયાં
calendar_today January 21, 2026

Anand: બે બાઈક ધડાકાભેર ટકરાતાં ઘાયલ થયેલા બે યુવકોનાં આખરે મોત થયાં

શાહપુરમાં રહેતા ધર્મેશભાઈ મનુભાઈ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગામમાં રહેતા તેમના કાકાના દીકરા ચિરાગભાઈ મણીભાઈ પટેલ અને પરિવાર સાથે પેટલાદ જમવા માટે ગયા હતા.દરમિયાન પેટલાદમાં કામ હોવાથી ચિરાગભાઈ પટેલ બાઈક લઈને ગયા હતા. જ્યાંથી કામ પુરૂ કરીને શાહપુર પરત આવવા નીકળ્યા હતા. દરમિયાન પેટલાદ-શાહપુર માર્ગ પર આવેલ ખળી નજીકથી ચિરાગભાઈ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા બોરસદના ગોરેલના એક્ટીવા ચાલક અલ્પેશભાઈ કનુભાઈ તળપદાએ ધડાકાભેર એક્ટીવા ચિરાગભાઈના બાઈક સાથે અથડાવ્યું હતું. આ અકસ્માતમાં ચિરાગભાઈ, અલ્પેશભાઈ અને એક્ટીવા પાછળ બેઠેલ જીતુભાઈ રોડ પર પટકાયા હતા અને ત્રણેયને ગંભીર ઈજાઓ પહોચી હતી. અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકો દોડી આવ્યા હતા અને 108 મોબાઈલ વાનને જાણ કરતાં ત્રણેય ઈજાગ્રસ્તોને પેટલાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે સારવાર દરમિયાન ચિરાગ પટેલ અને અલ્પેશભાઈ તળપદાને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત જીતુભાઈને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ધર્મેશભાઈ પટેલની ફરિયાદના આધારે એક્ટીવાચાલક મૃતક અલ્પેશભાઈ તળપદા વિરૂદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward