android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: જિલ્લા આરોગ્ય તંત્રમાં 26 કર્મીઓની આંતરિક બદલીનો ગંજીફો ચીપાયો
calendar_today January 21, 2026

Gandhinagar: જિલ્લા આરોગ્ય તંત્રમાં 26 કર્મીઓની આંતરિક બદલીનો ગંજીફો ચીપાયો

ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્રમાં બદલીનો ગંજીફો ચિપાયા છે, જેમાં 17 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, 6 ફીમેલ હેલ્થ વર્કર તથા 3 જૂનિયર ફાર્માસીસ્ટ મળી 26 જેટલા કર્મચારીઓના આંતરિક બદલીના ઓર્ડર કરાયા છે.જેને પગલે કહીં ખુશી કહીં ગમ જેવી સ્થિતિમાં આંતરિક રોષ ફેલાયો છે. જેમાં ઘણા કર્મચારીઓએ તો પૈસાથી બદલીઓ થઈ હોવા સુધીના આક્ષેપો કરી દીધા હતા. જોકે તંત્ર દાવા મુજબ બદલી એકદમ પારદર્શક રીતે થઈ છે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં આરોગ્ય શાખા હસ્તકના 26 જેટલા કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ છે. જેમાં 3 જૂનિયર ફાર્માસીસ્ટ, 6 ફિમેલ હેલ્થ વર્કર તથા 17 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો સમાવેશ થાય છે. બદલીના ઓર્ડરમાં છ કર્મચારીઓની જાહેર હિતાર્થે અને 20 કર્મચારીઓની બદલી સ્વવિનંતીથી કરવામાં આવી છે. જેને પગલે જિલ્લા આરોગ્ય તંત્રમાં હાલ કહીં ખુશી કહી ગમ જેવી સ્થિતિ છે. ઘણા કર્મચારીઓના દ્વારા અધિકારીને સીધી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જ્યારે કેટલાક કર્મચારીઓને રાજકીય નેતાઓ પાસે ફોન કરાવ્યા હોવાની વિગતો છે. બદલીઓને પગલે કેટલાક કર્મચારીઓએ તો પૈસા લઈને બદલીઓ થઈ હોવા સુધીના આક્ષેપો કરી દીધા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bayad: ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક મુસાફરોને પહોંચાડયા બાદ મૃત્યુ
calendar_today January 21, 2026

Bayad: ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક મુસાફરોને પહોંચાડયા બાદ મૃત્યુ

અરવલ્લી જિલ્લામાં મોડાસા પાસે ચાલુ બસે ડ્રાઈવરને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. પરંતુ તેમણે સમયસુચકતા દાખવી બસને રસ્તામાં આવતા ડેપોએ થોભાવી દઈ મુસાફરોના જીવ બચાવ્યા હતા.મોડાસાથી ઢીમડા જતી એસટી બસના ડ્રાઈવર જયદિપસિંહ ચંપાવત આજે સવારે બસને લઈને રૂટ પર નીકળ્યા હતા. બસમાં 7 જેટલા મુસાફરો સવાર હતા. મોડાસાથી નીકળ્યા બાદ ચાલુ બસે તેમને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. હૃદયરોગનો હુમલો છતાં તેમણે મેઘરજ એસટી ડેપો સુધી બસ હંકારી મુસાફરોના જીવ બચાવ્યા હતા. ડેપો ખાતે 108 બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતુ. હૃદયરોગના હુમલામાં એસટીના કર્મચારીનું મૃત્યુ નિપજ્તા કર્મીઓમાં શોકની લાગણી પ્રસરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahegam: ઉદણ પ્રા.શાળામાં શિક્ષકો કેવું ભણાવે છે, કલેક્ટરે બાળકોને જ સીધું પૂછયું
calendar_today January 21, 2026

Dahegam: ઉદણ પ્રા.શાળામાં શિક્ષકો કેવું ભણાવે છે, કલેક્ટરે બાળકોને જ સીધું પૂછયું

કલેક્ટર કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ જણાવી દીધું હતું કે, કોઈપણ વ્યક્તિ સરકાર સુધી રજૂઆત લઈને આવવો ન જોઈએ.દરેકની સમસ્યા-પ્રશ્નનો ઉકેલ જે તે જિલ્લા કક્ષાએથી જ થઈ જવો જોઈએ. અરજદારના કામોનો ઝડપી ઉકેલ લાવી દેવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી. ઘણીવાર જિલ્લા વહીવટી તંત્ર અરજદારની અરજીને ગણકારતું નથી તો ન છૂટકે તે સરકાર સુધી પહોંચે છે. જેની ગંભીર નોંધ આ વખતે લેવામાં આવી હતી. આજે જિલ્લા કલેક્ટરે દહેગામ તાલુકાના બે ગામો ઉદણ અને પાટનાકૂવાની મુલાકાત લીધી હતી. જેમાં ગ્રાજમનો પાસેથી વિગતો મેળવવા તથા તેમના પ્રશ્નોને જાણવા માટે ગ્રામસભા યોજી હતી. કલેક્ટરે ઉદણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળકોની હાજરી, શિક્ષણનું સ્તર અને બાળકોના પિરસાતા મધ્યાહન ભોજનની ગુણવત્તા ચકાસી હતી. આ માટે તેમણે શાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ ઉપરાંત વ્યાજબી ભાવની દુકાનની પણ મુલાકાત લઈને લાભાર્થીઓને નિયત તથા ગુણવત્તાયુક્ત અનાજનો જથ્થો આપવામાં આવે છે કે નહિ તેની પણ જાતતપાસ કરી હતી. લાઈવ સ્ટોક રજીસ્ટરને પણ ચકાસ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward