android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : રેલવે સ્ટેશન પર નવા સાઉથ ફૂટ ઓવર બ્રિજના 42 મીટરના સ્પાનનું કરાયું સફળ લોન્ચિંગ
calendar_today January 21, 2026

Ahmedabad : રેલવે સ્ટેશન પર નવા સાઉથ ફૂટ ઓવર બ્રિજના 42 મીટરના સ્પાનનું કરાયું સફળ લોન્ચિંગ

અમદાવાદ રેલવે સ્ટેશનના ચાલી રહેલા પુનર્વિકાસ કાર્ય અંતર્ગત નવા દક્ષિણ ફૂટ ઓવર બ્રિજ (FOB)ના સ્પાન-03 (42 મીટર)નું લોન્ચિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પડકારજનક કામગીરી રેલવે લૅન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા અત્યંત મર્યાદિત અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે સંપન્ન કરવામાં આવી હતી.પશ્ચિમ તરફ 6 કાર્યરત રેલ લાઈનો આ સ્પાન સ્ટેશનના મધ્ય ભાગમાં આવેલો છે, જ્યાં બંને બાજુ ભારે રેલવે ટ્રાફિક સતત ચાલુ રહે છે. પૂર્વ તરફ પ્લેટફોર્મ નંબર 1થી 4 સહિત કુલ 10 કાર્યરત રેલ લાઈનો તથા પશ્ચિમ તરફ 6 કાર્યરત રેલ લાઈનો છે. ઉપરાંત, વિસ્તારમાં જટિલ અને ઘન ઓવરહેડ ઈક્વિપમેન્ટ (OHE) સિસ્ટમ હોવાના કારણે તથા ભારે ક્ષમતાવાળા રોડ ક્રેન માટે યાર્ડ સ્પેસ ઉપલબ્ધ ન હોવાથી કામગીરી વધુ પડકારજનક બની હતી. દરેક સ્ટીલ ગર્ડરનું વજન અંદાજે 25 મેટ્રિક ટન નવા ફૂટ ઓવર બ્રિજના આ સ્પાનની લંબાઈ 42 મીટર છે અને દરેક સ્ટીલ ગર્ડરનું વજન અંદાજે 25 મેટ્રિક ટન છે. સ્થળની મર્યાદાઓ અને ઓપરેશનલ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને અંતિમ લોન્ચિંગ કાર્ય 140 મેટ્રિક ટન ક્ષમતાવાળી એક્સિડેન્ટ રિલીફ ટ્રેન (ART) ક્રેનની મદદથી કરવામાં આવ્યું. કાર્યની શરૂઆત OC બિલ્ડિંગ વિસ્તારમાં તૈયાર કરાયેલા ગર્ડરોને 300 મેટ્રિક ટન ક્ષમતાવાળી ક્રેનની મદદથી રેલ લાઈન નંબર 2 અને 3 ઉપર લોડિંગ પોઈન્ટ સુધી પહોંચાડવાથી કરવામાં આવી. ત્યારબાદ ગર્ડરોને ડિપ લારીઓ પર મૂકીને અંદાજે 170 મીટરની દૂરી સુધી લઈ જવાયા. આ દરમિયાન બે ટર્નઆઉટ અને 4 ડિગ્રીના આડાં વળાંકમાંથી નિયંત્રિત ગતિ અને ચોક્કસ સંકલન સાથે પરિવહન કરવામાં આવ્યું. લૉન્ચિંગ સ્થળે દરેક ગર્ડરને 140 મેટ્રિક ટન ART ક્રેન દ્વારા એક પછી એક અત્યંત સંકુચિત ક્લિયરન્સ વચ્ચે ચાલુ રેલ લાઈનો અને OHE માળખાં વચ્ચે સાવચેતીપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા. તમામ ગર્ડરોને નિર્ધારિત બેરિંગ સ્થાનોએ સંપૂર્ણ ચોકસાઈથી બેસાડવામાં આવ્યા. લૉન્ચિંગ બાદ માળખાને વેલ્ડિંગ, બ્રેસિંગ અને અસ્થાયી સપોર્ટ દ્વારા સ્થિર કરવામાં આવ્યું. કામગીરીથી અસરગ્રસ્ત તમામ OHE ઘટકોને ફરીથી સ્થાપિત કરી પરીક્ષણ બાદ વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો, જેથી રેલવે સેવાઓ સુરક્ષિત રીતે ફરી શરૂ કરી શકાય. ઉચ્ચ સ્તરની એન્જિનિયરિંગ કુશળતાનું ઉત્તમ ઉદાહરણ આ મહત્વપૂર્ણ કામગીરીમાં આશરે 100 શ્રમિકો, 75 OHE કર્મચારીઓ, 300 મેટ્રિક ટન ક્ષમતાવાળી ક્રેન (બેકઅપ સહિત), 140 મેટ્રિક ટન ART ક્રેન, હાઈડ્રા ક્રેન, OHE ટાવર વેગન તથા ડિપ લારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો. અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર વેદ પ્રકાશે સફળ લોન્ચિંગ કાર્યને સચોટ આયોજન, આંતર-વિભાગીય સંકલન અને ઉચ્ચ સ્તરની એન્જિનિયરિંગ કુશળતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સિદ્ધિ અમદાવાદ રેલવે સ્ટેશનના આધુનિક પુનર્વિકાસ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ પણ વાંચો: Gandhinagar News: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના 32 લાખ ખેડૂતોને 9466 કરોડની સહાય ચૂકવાઈ

Read Full Story arrow_forward
Gandhinagar News: વાહનોમાં સફેદ LED લાઈટ હશે તો કાર્યવાહી કરાશે, વાહન વ્યવહાર વિભાગે RTOને આદેશ કર્યો
calendar_today January 21, 2026

Gandhinagar News: વાહનોમાં સફેદ LED લાઈટ હશે તો કાર્યવાહી કરાશે, વાહન વ્યવહાર વિભાગે RTOને આદેશ કર્યો

ગુજરાતમાં વાહનો પર અનઅધિકૃત રીતે લગાવવામાં આવેલી સફેદ LED લાઈટ અને વધુ તીવ્રતાવાળા હેડ લેમ્પ્સ સામે વાહન વ્યવહાર વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંગે વારંવાર મળેલી રજૂઆતો બાદ તંત્ર સક્રિય થયું છે. વાહન વ્યવહાર વિભાગે આવી લાઈટ વાળા વાહનો સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યાં છે. અકસ્માતો અને જાનહાનિનો ભય વાહન વ્યવહારે જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે વધુ પડતી તીવ્રતાવાળી આ લાઇટ્સને કારણે સામેથી આવતા અન્ય વાહનચાલકોની આંખો અંજાઈ જાય છે.જેના પરિણામે અકસ્માત થવાની સંભાવના રહે છે.આવા અકસ્માતોને લીધે ક્યારેક ગંભીર ઈજાઓ અથવા તો મૃત્યુ પણ થતા હોવાથી આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે.ડીલરો ઉપર પણ સઘન ચેકિંગની કાર્યવાહી કરવા જણાવાયું ઉચ્ચ કક્ષાએ પણ આ અંગે નોંધ લેવામાં આવી છે.તમામ પ્રકારના અનઅધિકૃત સફેદ LED હેડલાઇટ ધરાવતા વાહનો સામે નિયમિત અને સઘન એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત વાહનોના ડીલર કક્ષાએથી જ વાહનો પર આવી અનઅધિકૃત લાઇટ્સ ન આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે ડીલરો ઉપર પણ સઘન ચેકિંગની કાર્યવાહી કરવા જણાવાયું છે.આ પણ વાંચોઃ Surendranagar News: સરકારી ફોરેસ્ટ પાસે દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ, બે બુટલેગર જેલભેગા

Read Full Story arrow_forward
Gandhinagar News : 862 કરોડના સાયબર ફ્રોડમાં આઠ આરોપીઓની ધરપકડ, જાણો આખું રેકેટ ક્યાંથી ચાલતુ હતું
calendar_today January 21, 2026

Gandhinagar News : 862 કરોડના સાયબર ફ્રોડમાં આઠ આરોપીઓની ધરપકડ, જાણો આખું રેકેટ ક્યાંથી ચાલતુ હતું

સમગ્ર દેશમા સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યાં છે. આ પ્રકારના ફ્રોડ આચરવા માટે ભાડાના બેંક ખાતાનો ઉપયોગ થાય છે. જેથી ગુજરાતમાં સાયબર ફ્રોડની અટકાવવા માટે પોલીસ દ્વારા સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની રચના કરવામાં આવી છે. આ સેન્ટર દ્વારા ઓપરેશન મ્યૂલ હન્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે કાર્યવાહી કરાઈ છે. 862 કરોડના સાયબર ઠગાઈનો ભેદ ઉકેલાયો છે અને તેમાં સંડોવાયેલા આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આઠ આરોપીઓ દ્વારા સમગ્ર દેશના લોકોને છેતરતા હતાં સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સ દ્વારા 862 કરોડના સાયબર ફ્રોડ કેસમાં કાર્યવાહી કરી છે. જેમાં આ સમગ્ર નેટવર્ક સુરતથી ઓપરેટ થતુ હોવાનો ખુલાસો થયો છે. 1229 લોકો સાથે આરોપીઓએ ઠગાઈ આચરી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓએ 90થી વધુ એકાઉન્ટ ખોલીને ઠગાઈ આચરી હતી. આ ફ્રોડ કેસમાં અબ્દુલ કાદિર ચામડિયા ઠગાઈ કાંડનો મુખ્ય સુત્રધાર છે. તે સુરતમાં ચપ્પલની દુકાન ચલાવે છે. આ આઠ આરોપીઓ દ્વારા સમગ્ર દેશના લોકોને છેતરવામાં આવતા હતાં. આ રેકેટમાં વિદેશી કનેક્શન પણ હોવાની શક્યતા સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સના એસપી રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, આ આઠ આરોપીઓ સેવિંગ અને કરંટ એકાઉન્ટથી રૂપિયાની લેવડ દેવડ કરતા હતાં. આ રેકેટમાં વિદેશી કનેક્શન પણ સામે આવે તેવી શક્યતાઓ છે. આરોપીઓ એમએસએમઈ કંપનીઓ ખોલાવીને રૂપિયાની હેરાફેરી કરતા હતાં. ટેલિગ્રામના ગ્રુપથી આરોપીઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતાં.આ સમગ્ર કેસમાં ATMનું એનાલિસિસિ કરતાં એક ચહેરો સામે આવ્યો હતો અને આ આખું રેકેટ પકડાયું હતું. આ પણ વાંચોઃ Rajkot News: નિષ્ઠુર પિતાએ ગળે ટૂંપો આપી પોતાના પાંચ વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો

Read Full Story arrow_forward