Anand News : આણંદ-કરમસદ મનપાની મોટી સ્ટ્રાઈક, વેરો ન ભરનાર 57 દુકાનોને ઝીંકાયા સીલ
કરમસદ-આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી વેરાની વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત કરમસદ વિસ્તારમાં આવેલા 'સ્વયં સેફાયર કોમ્પ્લેક્સ'માં લાંબા સમયથી ટેક્સ ન ભરનારા મિલકત ધારકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. કોમ્પ્લેક્સની કુલ 57 જેટલી દુકાનો કે જેમના માલિકોએ વારંવારની સૂચના છતાં વેરો ભર્યો ન હતો, તેવી મિલકતોને મનપાની ટીમ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. આ 57 દુકાનોનો અંદાજે 12,20,963 રૂપિયા જેટલો મસમોટો વેરો બાકી હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.કરમસદમાં સીલિંગ ડ્રાઈવ મનપાની આ આકસ્મિક કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારના વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. સીલિંગની કામગીરીની સાથે-સાથે મનપાની ટીમે અન્ય મિલકત ધારકો પાસેથી સ્થળ પર જ બાકી વેરાની વસૂલાત પણ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે મિલકત ધારકો હજુ પણ વેરો ભરવામાં વિલંબ કરશે તેમની સામે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે. કોર્પોરેશને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે શહેરના વિકાસ કામો માટે ટેક્સની આવક અનિવાર્ય છે, તેથી બાકીદારોએ વહેલી તકે પોતાના લેણાં ભરી દેવા જોઈએ. આ પણ વાંચો : Surat ટાંકી દુર્ઘટનામાં એક્શન, માંડવી પોલીસે બે એન્જિનિયર સહિત 7 આરોપીઓને જેલભેગા કર્યા
Read Full Story arrow_forward