android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Zomatoના સીઇઓ દીપિંદર ગોયલએ આપ્યું રાજીનામુ, જાણો નવા CEO કોણ હશે?
calendar_today January 21, 2026

Zomatoના સીઇઓ દીપિંદર ગોયલએ આપ્યું રાજીનામુ, જાણો નવા CEO કોણ હશે?

ઝોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલે કંપનીના ગ્રુપ સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે. એટર્નલે એક મોટા નેતૃત્વ પરિવર્તનના ભાગ રૂપે આ જાહેરાત કરી છે. શેરધારકોની મંજૂરી બાદ, દીપિન્દર ગોયલે રાજીનામું આપી દીધું છે, અને તાત્કાલિક અસરથી અલબિન્દર ધીંડસાને એટર્નલના નવા ગ્રુપ સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઝોમેટોના સીઇઓ પદેથી રાજીનામુકંપનીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના પરિણામો પણ જાહેર કર્યા. એક્સચેન્જ સાથેની ફાઇલિંગમાં, એટર્નલે ત્રીજા ક્વાર્ટરના પરિણામો અને ગ્રુપ સીઈઓ પદેથી દીપિન્દર ગોયલના રાજીનામાનું કારણ શેર કર્યું છે. ઝોમેટોમાં ગ્રુપ સીઈઓ પદ છોડવાનો દીપિન્દર ગોયલનો નિર્ણય નવી વસ્તુઓ અજમાવવાની ઇચ્છાથી પ્રેરિત છે જેમાં વધુ જોખમ લેવાની જરૂર પડે છે. આ નિર્ણય એટરનલ જેવી જાહેર કંપનીના માળખાની બહાર શ્રેષ્ઠ રીતે પૂર્ણ થાય છે. તેમનું માનવું છે કે એટરનલને એવા નેતૃત્વની જરૂર છે જે તેના મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરે અને શિસ્તબદ્ધ હોય.અલ્બિંદર ઢીંડસા કોણ છે? ઝોમેટોના ગ્રુપ સીઈઓ તરીકે દીપિંદર ગોયલના સ્થાને આવેલા અલ્બિંદર ઢીંડસા (આલ્બી) ઓપરેટિંગ પ્રાથમિકતાઓ અને વ્યવસાયિક નિર્ણયો માટે જવાબદાર રહેશે. કંપનીના ત્રીજા ક્વાર્ટરના પરિણામો કેવા રહ્યા? ત્રીજા ક્વાર્ટરમાં એટર્નલનો ચોખ્ખો નફો 73% વધીને ₹102 કરોડ થયો જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹59 કરોડ હતો. કંપનીના મુખ્ય કામગીરીમાંથી આવક 201% વધીને ₹16,315 કરોડ થઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹5,405 કરોડ હતી.

Read Full Story arrow_forward
Davosમાં ભારતને ગણાવ્યું 'ટાયર 2' AI પાવર, અશ્વિની વૈષ્ણવે કર્યો વિરોધ
calendar_today January 21, 2026

Davosમાં ભારતને ગણાવ્યું 'ટાયર 2' AI પાવર, અશ્વિની વૈષ્ણવે કર્યો વિરોધ

IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતને 'ટાયર 2'ની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાવર બતાવવા પર વાંધો ઉઠાવ્યો છે. દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં AI પર ચર્ચા દરમિયાન ભારતને લઈને આ ટિપ્પણી કરવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવે તેનો વિરોધ કર્યો છે. તેમને આ વાત પર ભાર આપ્યો છે કે ભારત પ્રથમ સ્તરનું AI પાવર છે.મને નથી લાગતું કે તમારૂં ક્લાસિફિકેશન સાચું છે તેમને કહ્યું કે મને નથી ખબર કે IMFનો ક્રાઈટેરિયા શું છે પણ સ્ટેનફોર્ડે દુનિયામાં AIની તૈયારીના લિસ્ટમાં ભારતને ત્રીજા સ્થાન પર મુક્યું છે. મને નથી લાગતું કે તમારૂં ક્લાસિફિકેશન સાચું છે. આઈટી મંત્રીએ કહ્યું કે AI લીડરશીપને માત્ર મોટા મોડેલ બનાવવાના આધારે વ્યાખ્યાયિત ન કરવું જોઈએ પણ તેનું આંકલન એક દેશના ફ્લેક્સિબલ ટેક્નોલોજી ઈકોસિસ્ટમ બનાવવાના આધાર પર થવું જોઈએ. તેમને કહ્યું કે એક મોટું AI મોડલ બનાવવાથી તમને દેશ તરીકે તાકાત મળતી નથી. ભારતના પ્લાનિંગને લઈને પણ જાણકારી આપી તેની સાથે જ કેન્દ્રીય મંત્રીએ આ ડોમેનમાં ભારતના પ્લાનિંગને લઈને પણ જાણકારી આપી છે. ભારત કોમ્પ્રિહેન્શિવ સેમીકંડક્ટર ઈકોસિસ્ટમ તૈયાર કરી રહ્યું છે. તેમાં ડિઝાઈનિંગ, ફેબ્રિકેશન, પેકેજિંગ, મટિરિયલ અને ઈક્વિપમેન્ટ સામેલ છે. ભારત પોતાને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઈનનું હબ બનાવવા ઈચ્છે છે. તેમને ચર્ચા દરમિયાન કહ્યું કે ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝ ભારતને એક વિશ્વાસપાત્ર સાથી તરીકે જોવે છે. અશ્વિની વૈષ્ણવે ભારતીય AI ઈકોસિસ્ટમમાં વધતા આંતરરાષ્ટ્રીય વિશ્વાસની પણ વાત કરી. ભારતીય સ્ટાર્ટઅપ્સની સાથે પાર્ટરનશીપની વાત કહી આ દરમિયાન તેમને ગૂગલના AI ડેટા સેન્ટરનો વિસ્તાર કરવાના વાયદાનો ઉલ્લેખ કર્યો. સાથે જ ભારતીય સ્ટાર્ટઅપ્સની સાથે પાર્ટરનશીપની વાત કહી. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમે જેને 5મી ઈન્ડસ્ટ્રિયલ ક્રાંતી માની રહ્યા છે, તેમની ઈકોનોમી કેવી રીતે કામ કરશે. આ મામલે ઈકોનોમી ROIથી આવશે અને ROI નાના અને લો-કોસ્ટ સોલ્યુશન પર નિર્ભર કરશે, જે વધારેમાં વધારે રિટર્ન લાવી શકશે. તેમને દાવોસમાં AIને લઈને ભારતનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. આ પણ વાંચો: Rajasthan : ઉદયપુરમાં ઓવરલોડેડ જીપ ખાડામાં પડતા ત્રણના મોત, 12થી વધુ ઘાયલ

Read Full Story arrow_forward
Union Budget 2026 : પરિણીત મધ્યમ વર્ગ માટે ખુશખબર? બજેટમાં થઈ શકે છે મોટો ફેરફાર
calendar_today January 21, 2026

Union Budget 2026 : પરિણીત મધ્યમ વર્ગ માટે ખુશખબર? બજેટમાં થઈ શકે છે મોટો ફેરફાર

બજેટ 2026 રજૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે અને દેશનો મધ્યમ વર્ગ ફરી એક વખત સરકાર પાસેથી રાહતની આશા રાખી રહ્યો છે. ગયા વર્ષે આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને ₹12 લાખ કરવાથી કરદાતાઓને મોટી રાહત મળી હતી. હવે ચર્ચા છે કે સરકાર આ વખતે એક નવો અને મોટો વિચાર અમલમાં મૂકી શકે છે – પરિણીત લોકો માટે સંયુક્ત કરવેરા પ્રણાલી. જાણો વિગતવાર હાલમાં ભારતની આવકવેરા પ્રણાલી સંપૂર્ણપણે વ્યક્તિગત આધારિત છે. પતિ અને પત્ની બંને અલગ-અલગ PAN કાર્ડ દ્વારા પોતાની આવકવેરા રિટર્ન ફાઇલ કરે છે. ભલે તેઓ એક પરિવાર તરીકે રહેતા હોય, પરંતુ ટેક્સ માટે તેમને અલગ વ્યક્તિ માનવામાં આવે છે. આ સિસ્ટમની સૌથી મોટી ખામી એ છે કે જો પરિવારમાં ફક્ત એક જ વ્યક્તિ કમાય છે, તો બીજા જીવનસાથીની મૂળભૂત કર મુક્તિ મર્યાદાનો કોઈ લાભ મળતો નથી. ઉદાહરણથી સમજો ઉદાહરણ તરીકે, જો પતિ કમાય છે અને પત્ની ઘર સંભાળે છે અથવા બેરોજગાર છે, તો પત્નીની ટેક્સ મુક્તિ મર્યાદા વ્યર્થ જાય છે. પરિણામે, સમગ્ર પરિવારને એક જ આવક પર વધુ કર ચૂકવવો પડે છે. આ સમસ્યા ખાસ કરીને મધ્યમ વર્ગના એકલ આવક ધરાવતા પરિવારોને વધુ અસર કરે છે. સંયુક્ત કરવેરા પ્રણાલી લાગુ કરવામાં આવે, તો પતિ અને પત્નીની આવકને જોડીને ટેક્સ ગણતરી કરી શકાય. આથી બંનેની કર મુક્તિ મર્યાદાનો સંપૂર્ણ ઉપયોગ થશે. ટેક્સ સ્લેબ વધુ અસરકારક રીતે લાગુ પડશે અને કુલ કરનો ભાર ઘટી શકે છે. આ પ્રણાલી હેઠળ શું છે ફાયદો ? આ પ્રણાલી હેઠળ હોમ લોન, હેલ્થ ઇન્શ્યોરન્સ, બાળકોની શિક્ષણ ફી અને તબીબી ખર્ચ જેવી કપાતોનો સંપૂર્ણ લાભ મળી શકે છે. સાથે જ, બંને જીવનસાથીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનનો પણ લાભ મળી શકે છે. આ બધું મળીને પરિવારની બચત વધારવામાં મદદરૂપ થશે. વિશ્વના ઘણા દેશોમાં જેમ કે અમેરિકા અને જર્મનીમાં પહેલેથી જ સંયુક્ત કરવેરા પ્રણાલી અમલમાં છે. ત્યાં પરિવારને એક આર્થિક એકમ તરીકે ગણવામાં આવે છે. જો ભારત પણ આ મોડેલ અપનાવે, તો કર પ્રણાલી વધુ ન્યાયસંગત બની શકે છે.  સંયુક્ત કરવેરા દ્વારા સરચાર્જની મર્યાદામાં પણ રાહત આ ઉપરાંત, સંયુક્ત કરવેરા દ્વારા સરચાર્જની મર્યાદામાં પણ રાહત મળી શકે છે. હાલ ₹50 લાખથી વધુ આવક પર સરચાર્જ લાગુ પડે છે. જો સંયુક્ત આવક માટે આ મર્યાદા ₹75 લાખ અથવા વધુ કરવામાં આવે, તો ઉચ્ચ-મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત મળી શકે છે. સારાંશમાં કહીએ તો, જો બજેટ 2026માં સંયુક્ત કરવેરાની જાહેરાત થાય, તો તે દાયકાઓમાં ભારતની કર પ્રણાલીનો સૌથી મોટો સુધારો સાબિત થઈ શકે છે. ખાસ કરીને એકલ આવક ધરાવતા પરિણીત પરિવારો માટે આ પગલું સાચા અર્થમાં એક મોટી ભેટ બની શકે છે.આ પણ વાંચો : Union Budget 2026 : મૂડી મર્યાદા હળવી થશે? બજેટથી ફાઈનાન્સ સેક્ટરને આશા

Read Full Story arrow_forward