Gandhinagar News : સુરતમાં પાણીની ટાંકીના કેસમાં દોષિતોને સજા આપવા મુખ્યમંત્રીએ સૂચના આપી : જીતુ વાઘાણી
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.સુરતના માંડવીના તડકેશ્વરમાં ધરાશાયી થયેલી પાણીની ટાંકીને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ગુણવત્તાની ચકાસણીના કારણે સુધારો થયો. ક્ષતિ રહી જતી હોય તેમાં કોઈ બાંધછોડ ન કરે. કોન્ટ્રાક્ટરના બિલ અટકાવી દેવાયા છે. દોષિતોને સજા થાય તે માટે CMએ કડક સૂચના આપી છે. વિવિધ વિભાગો બાંધકામનું કામ કરે છે.ગુણવત્તા બાબતે સચિવોને કાર્યવાહી કરવાની સૂચના આપી છે.સરકાર કોઈની શેહશરમ રાખ્યા વિના પગલાં લઈ રહી છે 8.21 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં ટેકાના ભાવે કરવામાં આવેલી ખરીદીને લઈને કહ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદી માટે 10 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી. 8.21 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી સરકારે ખરીદી છે. 17.99 લાખ મેટ્રિક ટન પાકોની ખરીદી કરવામાં આવી છે. 9900 કરોડની રકમની ચૂકવણી કરાઈ છે. જે ગોડાઉનના પ્રશ્નો હતા તેનું સરકાર દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું છે. ઓક્ટોબરમાં માત્ર કમોસમી વરસાદ થયો હતો. જેમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. 33.76 લાખ અરજીમાંથઈ 33.08 લાખ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં 32 લાખથી વધુ ખેડૂતોને 9466 કરોડની સહાય ચૂકવાઈ છે. ગ્રાન્ટના અભાવે કોઈ કામ ના અટકે તેમણે વધુમાં કહ્યું હતું કે, નાના કે મોટા કામ ગ્રાન્ટના અભાવે અટકતા હોય છે. ગ્રાન્ટના અભાવે કોઈ કામ ના અટકે તે બાબતે કેબિનેટની બેઠકમાં સૂચના આપવામાં આવી છે. જરૂર પ્રમાણે ગ્રાન્ટનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. કામો ઝડપથી આગળ વધે તે માટે પણ મુખ્યમંત્રીએ ટકોર કરી છે. મહેમદાવાદ મહુધાનો રોડ 200 કરોડના ખર્ચે તૈયાર થયો છે. રોડ બાબતે ફરિયાદ મળતાં જ મુખ્યમંત્રીએ જરૂરી તપાસ અને કાર્યવાહી કરવાની સૂચના આપી દીધી છે. આ પણ વાંચોઃ Surendranagar News: મનપાની બેદરકારી, જાહેરમાં ગટરનું પાણી ઠાલવતા લોકોમાં રોષ
Read Full Story arrow_forward