android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News: તાલાલામાં પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું
calendar_today January 21, 2026

Gir Somnath News: તાલાલામાં પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક યુવકે તેની સગીર પ્રેમિકા સાથે મળીને મોતને વહાલું કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રેમ સંબંધમાં સામાજિક વિરોધ અને લોકલાજના ડરથી આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.સમગ્ર ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, તાલાલાના બોરવાવ ગીર ગામમાં રહેતા યુવક અને એક સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હતો. જોકે, આ સંબંધને સમાજ સ્વીકારશે નહીં અને પરિવારના વિરોધનો સામનો કરવો પડશે તેવા ડર અને મુંઝવણને કારણે બંનેએ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ ગામના લોકો અને પરિજનો સ્તબ્ધ થઈ ગયા હતા. એકસાથે બે યુવાન જિંદગીઓના અંતને પગલે બોરવાવ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ તાલાલા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે તાલાલાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ મામલે ખરેખર કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે પરિવારજનો અને સ્થાનિકોના નિવેદનો લેવાની તજવીજ શરૂ કરી છે. આ પણ વાંચો - Gir Somnath News : તાલાલા પંથકમાં ધરા ધ્રુજી, બપોરના સમયે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ

Read Full Story arrow_forward
Amreli : લીલીયામાં રેતી ચોરી સામે પોલીસની લાલ આંખ, શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કેસમાં બે ડમ્પર જપ્ત કર્યા
calendar_today January 21, 2026

Amreli : લીલીયામાં રેતી ચોરી સામે પોલીસની લાલ આંખ, શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કેસમાં બે ડમ્પર જપ્ત કર્યા

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં ગેરકાયદેસર રીતે થતી રેતી ચોરી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. લીલીયાના સલડી ગામ પાસે શેત્રુંજી નદીમાંથી રેતી ભરેલી બે ડમ્પર ટ્રક ઝડપી પાડવામાં આવી છે. રેતી ચોરી કરીને ડમ્પર ટ્રકમાં ભરી લઈ જવામાં આવી રહી હતી પ્રાપ્ત માહિતી મુજબ, રેતી ચોરી કરીને ડમ્પર ટ્રકમાં ભરી લઈ જવામાં આવી રહી હતી ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડા પાડી બંને વાહનો ઝડપી લીધા હતા. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ચોરી કરનારાઓમાં ફફડાટ મચી ગયો છે. લાંબા સમયથી રેતી ચોરી થતી હોવા છતાં ખાણ-ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી રેતી ચોરી થતી હોવા છતાં ખાણ-ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું હતું, ત્યારે અંતે પોલીસે આગળ આવી કાર્યવાહી કરી છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી જોકે, પોલીસ કાર્યવાહી બાદ હવે ખાણ-ખનીજ વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા બંને ડમ્પર ટ્રક જપ્ત પોલીસ દ્વારા બંને ડમ્પર ટ્રક જપ્ત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી વિસ્તારમાં રેતી ચોરી સામે કડક પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે..આ પણ વાંચો-----    Rajkot : ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઇ

Read Full Story arrow_forward
Gir Somnath News : વેરાવળમાં જ્વેલર્સ પર GSTના મેગા દરોડા, સોના-ચાંદીના મોટા વેપારીઓમાં મચ્યો હડકંપ
calendar_today January 21, 2026

Gir Somnath News : વેરાવળમાં જ્વેલર્સ પર GSTના મેગા દરોડા, સોના-ચાંદીના મોટા વેપારીઓમાં મચ્યો હડકંપ

ગીર સોમનાથના વેરાવળ શહેરમાં આજે વહેલી સવારથી જ GST વિભાગ દ્વારા સોના-ચાંદીના મોટા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. સેન્ટ્રલ જીએસટી (CGST) જૂનાગઢ ડિવિઝનની ટીમોએ વેરાવળના નામાંકિત જ્વેલર્સના શો-રૂમ અને પેઢીઓ પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરના જાણીતા પરશુરામ દયારામ જ્વેલર્સના શો-રૂમ પર અધિકારીઓ દ્વારા હિસાબી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, શાહ નગીનદાસ ભગવાનદાસની બે અલગ-અલગ પેઢીઓ પર પણ દરોડા પાડવામાં આવતા સમગ્ર વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે.CGST વિભાગની લાલ આંખ આ દરોડા દરમિયાન જીએસટી વિભાગની ટીમ દ્વારા સોના-ચાંદીના સ્ટોક, ખરીદ-વેચાણના બિલો અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની જીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. લાંબા સમયથી ચાલી રહેલા શંકાસ્પદ આર્થિક વ્યવહારો અને ટેક્સ ચોરીની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું મનાય છે. વેરાવળના મુખ્ય બજારમાં આવેલા આ શો-રૂમ્સ પર પોલીસ બંદોબસ્ત સાથે ચાલી રહેલી આ તપાસમાં મોટા પાયે કરચોરી પકડાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અત્યારે અધિકારીઓ દ્વારા વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પણ વાંચો : Weather News : ઠંડીને લઈને હવમાન વિભાગની મોટી આગાહી, તાપમાનમાં થશે મોટો ઘટાડો...

Read Full Story arrow_forward