android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Republic Day 2026 : બોટાદ જિલ્લાના પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ગઢડા ખાતે યોજાશે
calendar_today January 21, 2026

Republic Day 2026 : બોટાદ જિલ્લાના પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ગઢડા ખાતે યોજાશે

આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કરાશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂ, શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે હેતુસર જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી રોયની અધ્યક્ષતામાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, ગઢડા ખાતે પૂર્વતૈયારી અંગે બેઠક યોજાઈ હતી. પોલીસ વિભાગ દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ પરેડનું પણ આયોજન કરવામાં આવશે બેઠક દરમિયાન કલેક્ટરે કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ થાય તેમજ કાર્યક્રમની ગુણવત્તા અને ગૌરવ જળવાઈ રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કક્ષાના આ પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં વિવિધ સરકારી કચેરીઓ દ્વારા વિકાસલક્ષી તથા થીમ આધારિત ટેબ્લો રજૂ કરવામાં આવશે. ઉપરાંત દેશભક્તિના ભાવને ઉજાગર કરતી વિશેષ સાંસ્કૃતિક કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ પરેડનું પણ આયોજન કરવામાં આવશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. પ્રજાસતાક પર્વની ઉજવણીમાં બોટાદ જીલ્લાના નાગરિકોને હર્ષભેર જોડાવવા અનુરોધ છે આ આયોજન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા, નિવાસી અધિક કલેક્ટર પી. કે. ઝણકાત, ગઢડા પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી સહિત સંકલન સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસતાક પર્વની ઉજવણીમાં બોટાદ જીલ્લાના નાગરિકોને હર્ષભેર જોડાવવા અનુરોધ છે. આ પણ વાંચો : Surendranagar News : મુળી તાલુકામાં મધ્યાહન ભોજન યોજનના કેન્દ્રો માટે સંચાલક કમ કૂકની કરાશે નિમણૂંક 

Read Full Story arrow_forward
OMG : દિકરીના લગ્ન માટે પિતાએ બનાવી એવી કંકોત્રી કે જોઈને તમે પણ કહી ઉઠશો વાહ! જુઓ Video
calendar_today January 21, 2026

OMG : દિકરીના લગ્ન માટે પિતાએ બનાવી એવી કંકોત્રી કે જોઈને તમે પણ કહી ઉઠશો વાહ! જુઓ Video

જયપુરના નિવાસી શિવ જોહરીએ પોતાની દીકરી શ્રુતિ જોહરીના લગ્નને યાદગાર બનાવવા માટે લગ્નકાર્ડની પરંપરાને નવી ઊંચાઈ પર પહોંચાડી છે. તેમણે 3 કિલોગ્રામ શુદ્ધ ચાંદીનો ઉપયોગ કરીને આશરે રૂ. 25 લાખ કિંમતનું અદ્વિતીય લગ્ન આમંત્રણ તૈયાર કર્યું છે. આ કાર્ડ 128 અલગ-અલગ ચાંદીના ટુકડાઓથી બનાવવામાં આવ્યું છે, જેમાં એકપણ નખ કે સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 8 × 6.5 ઇંચના માપ અને 3 ઇંચ ઊંડાઈ ધરાવતું આ કાર્ડ 65થી વધુ બારીક કોતરાયેલા દેવી-દેવતાઓથી શોભિત છે.દેવી-દેવતાઓથી શોભિત ચાંદીનું અદ્ભુત કાર્ડ કાર્ડના શિર્ષ ભાગે શ્રી ગણેશાય નમઃ લખાણ સાથે ભગવાન ગણેશ સ્થાપિત છે. તેમના જમણે માતા પાર્વતી અને ડાબે ભગવાન શિવ છે. નીચે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ દર્શાવવામાં આવ્યા છે. સાથે જ ભગવાન કૃષ્ણના જીવન પ્રસંગો, ભગવાન વિષ્ણુના દસ અવતાર, તેમજ દક્ષિણ ભારતીય શૈલીમાં પાંચ શરીર ધરાવતા કૃષ્ણ અને તેમની આસપાસ આઠ ગાયોની અદભુત રચના જોવા મળે છે. કાર્ડના બહારના સ્તર પર માતા લક્ષ્મીના આઠ સ્વરૂપો તેમના સેવકો અને સૂર્યદેવ સાથે દર્શાવવામાં આવ્યા છે. ભગવાન વેંકટેશ્વર બે સ્વરૂપોમાં ઉપસ્થિત છે. ઉપરાંત રથચાલકો, ચામર ધારણ કરેલા સેવકો, દીવો ધરાવતી દેવીઓ, શંખ અને નગારા વગાડતા દેવતાઓ પણ કોતરાયેલા છે. ==પરંપરા અને કલાનું સુંદર મિલન આ અનોખા કાર્ડ પર દુલ્હન શ્રુતિ જોહરી અને વરરાજા હર્ષ સોનીના નામો પણ ઉંકેલવામાં આવ્યા છે, જ્યાં તેમના નામોની આસપાસ હાથીઓ ફૂલોની વર્ષા કરતા દર્શાવવામાં આવ્યા છે. કાર્ડની અંદર પરંપરાગત આમંત્રણની જેમ બંને પરિવારના માતા-પિતા અને પરિવારજનોના નામો કોતરવામાં આવ્યા છે. દીકરી માટે પિતાની અવિસ્મરણીય ભેટ...શિવ જોહરી કહે છે, હું ઈચ્છતો હતો કે મારી દીકરીના લગ્નમાં ફક્ત સગાંસંબંધીઓ નહીં, પરંતુ તમામ દેવી-દેવતાઓને પણ આમંત્રણ મળે. હું મારી દીકરીને એવું કંઈક આપવું માગતો હતો જે પેઢીઓ સુધી યાદ રાખવામાં આવે. 6 મહિના વિચાર કર્યા બાદ તેમણે આ અનોખી કલ્પનાને સાકાર કરવાનો નિર્ણય લીધો અને એક વર્ષ સુધી સતત મહેનત કરીને આ ચાંદીનું અદભુત લગ્નકાર્ડ તૈયાર કર્યું. આ પણ વાંચો- રાતોરાત નસીબ ચમક્યું! બોલીવુડના આ સુપરસ્ટાર્સ પહેલી જ ફિલ્મથી થયા ફેમસ, પણ હવે ક્યાં છે?

Read Full Story arrow_forward
Republic Day 2026: પ્રજાસત્તાક દિવસની પરેડમાં CRPF પુરુષ એકમનું નેતૃત્વ કરનાર સિમરન બાલા કેમ છે ચર્ચામાં?
calendar_today January 21, 2026

Republic Day 2026: પ્રજાસત્તાક દિવસની પરેડમાં CRPF પુરુષ એકમનું નેતૃત્વ કરનાર સિમરન બાલા કેમ છે ચર્ચામાં?

26 વર્ષીય સિમરન બાલાને આ જવાબદારી સોંપવામાં આવી છે. મૂળ જમ્મુ-કાશ્મીરની સિમરન બાલાએ CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે સેવા આપી છે. પ્રજાસત્તાક દિવસની પરેડ ઇતિહાસ રચશે દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે 26 જાન્યુઆરીએ ભવ્ય પરેડ યોજાશે. આ વર્ષે ભવ્ય પ્રજાસત્તાક દિવસની પરેડ ઇતિહાસ રચવા માટે તૈયાર છે. પહેલીવાર કોઈ મહિલા પ્રજાસત્તાક દિવસની પરેડમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પુરુષ એકમનું નેતૃત્વ કરશે. 26 વર્ષીય સિમરન બાલાને આ જવાબદારી સોંપવામાં આવી છે. મૂળ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરાની 26 વર્ષીય સિમરન બાલા, CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે સેવા આપે છે. સિમરન બાલા કરશે નેતૃત્ત્વ આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં CRPFના પુરુષ યુનિટનું નેતૃત્વ કરશે. આ યુનિટમાં 140 થી વધુ પુરુષ કર્મચારીઓનો સમાવેશ થાય છે. સિમરન રાજૌરી જિલ્લાની CRPFમાં અધિકારી તરીકે જોડાનાર પ્રથમ મહિલા છે. CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે સેવા આપતી 26 વર્ષીય સિમરન બાલા 2023માં દળમાં જોડાઈ હતી. હકીકતમાં, તેણીએ UPSC સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ પરીક્ષા તેના પહેલા જ પ્રયાસમાં પાસ કરી હતી. AIR 82 મેળવ્યું હતું. 2023માં, તે જમ્મુ-કાશ્મીરમાંથી પસંદ થયેલી એકમાત્ર મહિલા ઉમેદવાર હતી. તેણીની લાયકાત મજબૂત રીતે સ્થાપિત 26 વર્ષીય સિમરન બાલા પ્રજાસત્તાક દિવસની પરેડમાં CRPF પુરુષ યુનિટનું નેતૃત્વ કરીને ઇતિહાસ રચવા માટે તૈયાર છે. તેણીને આ જવાબદારી કારણ વગર આપવામાં આવી ન હતી. તેણીની લાયકાત મજબૂત રીતે સ્થાપિત છે. પ્રજાસત્તાક દિવસની પરેડ રિહર્સલ દરમિયાન પ્રભાવશાળી પ્રદર્શન બાદ સિમરનને પુરુષ યુનિટનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કવાયત દરમિયાન તેનો આત્મવિશ્વાસ, ચોકસાઈ અને કમાન્ડ અસાધારણ હતા. આનાથી તેને 26 જાન્યુઆરીએ CRPF યુનિટનું નેતૃત્વ કરવાનું સન્માન મળ્યું. આ પણ વાંચોઃ Iran Protest 2026 News: પેંટાગને તૈયાર કરી અલી ખામેનેઈ સરકારની સત્તા પલટાની યોજના, જાણો શું છે રણનીતિ?

Read Full Story arrow_forward