android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: સગીરાને પ્રેમજાળમાં ફસાવી બળજબરીથી દૂષ્કર્મ કરનારો યુવક ઝડપાયો
calendar_today January 21, 2026

Anand: સગીરાને પ્રેમજાળમાં ફસાવી બળજબરીથી દૂષ્કર્મ કરનારો યુવક ઝડપાયો

આણંદ શહેરમાં રહેતી 17 વર્ષની સગીર વયની કિશોરીની સાથે મિત્રતા કરી પ્રેમજાળમાં ફસાવીને લગ્ન માટે માતાને મળવા લઈ જવાના બહાને ઉતરસંડા ખાતે મિત્રના ઘરે લઈ જઈ કિશોરી પર દુષ્કર્મ ગુજારી તેનો વિડીયો બનાવી કિશોરીને વિડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકીઓ આપનાર આરોપીને આણંદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો હતો.તુષાર બારૈયાએ 17 વર્ષની કિશોરી સાથે મિત્રતા કરી આણંદ શહેરમાં ફેબ્રિકેશનના કારખાનામાં કામ કરતા અને સાંગોળપુરામાં રહેતા તુષાર પ્રકાશભાઈ બારૈયાએ 17 વર્ષની સગીર કિશોરી સાથે ઓળખાણ કરી મિત્રતા કરી હતી અને ત્યારબાદ ધીમે ધીમે કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. કિશોરીને પોતાના મિત્ર કિશન સુરેશભાઈ તડવી ના ઘરે લઈ ગયો સગીર કિશોરી સાથે બદકામ કરવાના ઈરાદે તુષારે સગીર કિશોરીને આપણે લગ્ન કરવાના હોવાથી ચાલ તને મારી માતા પાસે લઈ જઈ તને બતાવી દઉ તેમ કહી ગત 1 જાન્યુઆરીના રોજ સગીર કિશોરીને પોતાની એકટીવા મોપેડ પર બેસાડીને નડિયાદનાં ઉતરસંડા ખાતે સ્ટેશન રોડ પર રહેતા પોતાના મિત્ર કિશન સુરેશભાઈ તડવી ના ઘરે લઈ ગયો હતો. કિશન ઘરમાં એકલો જ હતો જેથી તુષાર અને સગીર કિશોરીને ઘરમાં બેસાડીને હું હમણાં આવું છું તેમ કહીને કિશન ઘર બંધ કરીને ચાલ્યો ગયો હતો. બળજબરીથી દુષ્કર્મ આચર્યું તુષાર પ્રકાશ બારૈયાએ સગીરાને હું તને બે વર્ષથી પ્રેમ કરું છું. તું મને તારી સાથે શારીરિક સંબંધ બાંધવા દે. જો તું મને તારી સાથે શરીર સંબંધ બાંધવા નહીં દઉં. તો તું મારી સાથે મોબાઇલ પર વાતો કરતી હતી અને મને મેસેજો કરતી હતી તેની હું તારા ઘરે જાણ કરી દઈશ તેમ કહી તુષારે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. બદનામ કરી નાખીશ તેવી ધમકીઓ આપી તુષારે કિશોરીને કહ્યું હતું કે મે તારો વિડીયો ઉતારી લીધો છે. તું કોઈને આ બાબતની જાણ કરીશ તો હું આ વિડીયો તારા વિસ્તારમાં વાયરલ કરી તને બદનામ કરી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. જેથી સગીર કિશોરી ગભરાઈ ગઈ હતી અને ત્યારબાદ તુષાર કિશોરીને આણંદ શહેરમાં ગ્રીડ ચોકડી પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો. સગીરાએ રડતાં રડતાં પોતાના માવતરને સઘળી હકીકત જણાવી આ ઘટનાથી ડરી ગયેલી સગીર કિશોરી પોતાના ઘરે આવી સૂનમૂન રહેતી હોવાથી પરિવારજનોએ તેણીની પૂછપરછ કરતા સગીરાએ રડતાં રડતાં પોતાના માવતરને સઘળી હકીકત જણાવી હતી. જેને લઈને પરિવારજનો ચોકી ઉઠ્યા હતાં. મિત્રની ધરપકડ પરિવારે આણંદ શહેર પોલીસ મથકે પહોંચી જઈને ફરિયાદ નોંધાવતા પોલીસે તુષાર પ્રકાશભાઈ બારૈયા રહે, સાંઞોળપુરા તથા કિશન સુરેશભાઈ તડવી રહે, ઉત્તરસંડા વિરુદ્ધ દુષ્કર્મની અને પોકસો કલમ હેઠળ ગુનો નોંધી અગાઉ કિશન તડવીને ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી તુષાર પ્રકાશભાઈ બારૈયા ને ઝડપી લેવાયો ગત રાત્રે દુષ્કર્મ ગુજારનાર આરોપી તુષાર પ્રકાશભાઈ બારૈયા ને ઝડપી પાડી તેની દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી હતી અને આજે સવારે મેડીકલ કરાવ્યા બાદ ઉતરસંડા ખાતે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો----     Rajkot : ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઇ

Read Full Story arrow_forward
Devbhoomi Dwarka News : ફળદ્રુપ જમીન બચાવવા ખેડૂતો લડી લેવાના મૂડમાં, એરપોર્ટને અન્ય જગ્યાએ ખસેડવા માગ કરી
calendar_today January 21, 2026

Devbhoomi Dwarka News : ફળદ્રુપ જમીન બચાવવા ખેડૂતો લડી લેવાના મૂડમાં, એરપોર્ટને અન્ય જગ્યાએ ખસેડવા માગ કરી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકાના બહુ ચર્ચિત વસઇ ગામમાં એરપોર્ટ માટેનો પ્રાથમિક સર્વે શરૂ કરવામાં આવ્યો છે.પ્રાંત અધિકારી સાથે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને રેવન્યુ વિભાગના અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા અને સર્વે કર્યો હતો. આજે એરપોર્ટના વિરોધમાં 2 ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારીની આવેદન પત્ર પાઠવ્યું હતું.વસઈ મેવાસાની ફળદ્રુપ જમીન બચાવવા હાઈકોર્ટ સુધી લડતની ચીમકી ઉચ્ચારાઈ હતી. આજે બંને ગામના સેંકડો ખેડૂતો એકઠા થયા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૂચિત એરપોર્ટ પ્રોજેક્ટના લોકેશનને લઈને વસઈ અને મેવાસા ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પોતાની પૂર્વજોની ફળદ્રુપ જમીન ગુમાવવાની ભીતિ વચ્ચે આજે બંને ગામના સેંકડો ખેડૂતો એકઠા થયા હતા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી એરપોર્ટ અન્યત્ર ખસેડવા ઉગ્ર માંગ કરી હતી.ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, જે જમીન પર એરપોર્ટનું આયોજન થઈ રહ્યું છે તે ખેતી માટે ખૂબ જ ઉત્તમ છે.જો અહીં એરપોર્ટ બનશે તો ખેડૂતો ભૂમિહીન થઈ જશે અને તેમની આજીવિકા છીનવાઈ જશે. ન્યાય મેળવવા હાઈકોર્ટના દ્વાર ખખડાવશે ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે સરકાર ફળદ્રુપ જમીન છોડીને કોઈ બિનઉપજાઉ કે પડતર જમીન પર એરપોર્ટનું નિર્માણ કરે. સ્થાનિક ખેડૂત અગ્રણીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે વિકાસના વિરોધી નથી પરંતુ ખેડૂતોનો વિનાશ કરીને થતો વિકાસ અમને મંજૂર નથી. ખેડૂતોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે,તો તેઓ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે.આ પણ વાંચોઃ Surendranagar News: મનપાની બેદરકારી, જાહેરમાં ગટરનું પાણી ઠાલવતા લોકોમાં રોષ

Read Full Story arrow_forward
Maharashtraની રાજનીતિમાં મોટો વળાંક? રાજ ઠાકરે શું ઉદ્ધવને સાઈડલાઈન કરી શિંદેને ટેકો આપશે!
calendar_today January 21, 2026

Maharashtraની રાજનીતિમાં મોટો વળાંક? રાજ ઠાકરે શું ઉદ્ધવને સાઈડલાઈન કરી શિંદેને ટેકો આપશે!

મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે અને તેનું કેન્દ્ર બન્યું છે કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC). અહીં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા રાજકીય પરિસ્થિતિ વધુ રસપ્રદ બની ગઈ છે. આવી સ્થિતિમાં હવે ચર્ચા છે કે રાજ ઠાકરેની મનસે અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે ગઠબંધન થઈ શકે છે. ચર્ચાઓ ચાલી રહી હોવાના અહેવાલો છેલ્લા કેટલાક દિવસોથી મનસે અને શિંદે છાવણીના નેતાઓ વચ્ચે ચર્ચાઓ ચાલી રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે, બંને પક્ષોમાંથી કોઈએ પણ આ અંગે સત્તાવાર રીતે નિવેદન આપ્યું નથી. તેમ છતાં, બુધવાર 21 જાન્યુઆરીના રોજ બનેલી એક ઘટના બાદ આ ચર્ચાઓને વધુ બળ મળ્યું છે. કમિશનરની કચેરીએ જૂથ નોંધણી માટે પહોંચ્યા આ દિવસે મનસેના 5 કાઉન્સિલરો અને શિંદે સેનાના 53 કાઉન્સિલરો એકસાથે કોંકણ વિભાગીય કમિશનરની કચેરીએ જૂથ નોંધણી માટે પહોંચ્યા હતા. બંને પક્ષોના કાઉન્સિલરોનું એકસાથે આવવું માત્ર સંયોગ છે કે કોઈ મોટી રાજકીય યોજના, તે અંગે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચૂંટણી જીતવા માટે કુલ 62 કાઉન્સિલરોનો ટેકો KDMCમાં મેયરની ચૂંટણી જીતવા માટે કુલ 62 કાઉન્સિલરોનો ટેકો જરૂરી છે. હાલની સ્થિતિ જોવામાં આવે તો શિંદેની શિવસેનાને 53 કાઉન્સિલરોનો ટેકો છે, જ્યારે ભાજપ પાસે 50 કાઉન્સિલરો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદે જૂથ ઠાકરે જૂથમાંથી પણ બે કાઉન્સિલરોને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહ્યું છે. સરકાર રચાય તો મનસેમાં જ રહે તેવી શક્યતા આ વચ્ચે, અગાઉ ઠાકરે જૂથમાંથી મનસેમાં પરત ફરેલા કાઉન્સિલરો પણ જો સરકાર રચાય તો મનસેમાં જ રહે તેવી શક્યતા છે. જેના કારણે મનસેના કાઉન્સિલરોની સંખ્યા 5થી વધીને સાત થઈ શકે છે. જો મનસેનો ટેકો શિંદે સેના ને મળે, તો મેયર પદ માટેનો રસ્તો લગભગ સરળ બની શકે છે. જ્યારે મનસે અને શિંદે સેનાના કાઉન્સિલરો કમિશનરની કચેરી પહોંચ્યા ત્યારે તેમણે શ્રીકાંત શિંદે, નરેશ મ્હસ્કે અને રાજુ પાટીલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને લઈને રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે. સાંસદ શ્રીકાંત શિંદેનું નિવેદન આ મુલાકાત બાદ સાંસદ શ્રીકાંત શિંદેએ નિવેદન આપ્યું હતું કે મનસે શિંદે સેનાને ટેકો આપે છે. તેમણે કહ્યું કે વિકાસના કામમાં જે પણ તેમની સાથે જોડાશે, તેને સાથે રાખવામાં આવશે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આવનારા દિવસોમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.આ પણ વાંચો : સ્પેસમાં 608 દિવસ ! જાણો Sunita Williamsની અંતરિક્ષ યાત્રાઓ

Read Full Story arrow_forward