android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : વાઘોડિયાના ખેરવાડી ગામે નર્મદાના પાણી ઘૂસ્યા, સુરતળાવ માઇનોર કેનાલ તૂટતા પાણીનો વેડફાટ
calendar_today January 21, 2026

Gujarat Latest News Live : વાઘોડિયાના ખેરવાડી ગામે નર્મદાના પાણી ઘૂસ્યા, સુરતળાવ માઇનોર કેનાલ તૂટતા પાણીનો વેડફાટ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Porbandar : જ્યાં હજારો મુસાફરો રોજ આવે છે તેવા એસ.ટી ડેપોમાં જ ફાયર સેફ્ટીનો અભાવ, તંત્રની બેદરકારી
calendar_today January 21, 2026

Porbandar : જ્યાં હજારો મુસાફરો રોજ આવે છે તેવા એસ.ટી ડેપોમાં જ ફાયર સેફ્ટીનો અભાવ, તંત્રની બેદરકારી

પોરબંદર શહેરમાં જ્યાં રોજ 10 હજારથી વધુ લોકોની અવર જવર કરી રહ્યા છે તેવા એસ.ટી.ડેપોમાં ફાયર સેફટી માટે માત્ર એક જ એસ્ટિંગ્યુશર ઉપલબ્ધ છે. આ ડેપોના બિલ્ડીંગનું ફાયર એન.ઓ.સી.પણ ઉપલબ્ધ નથી અને ડેપોમાં આગની ઘટના બને તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.ફાયર અંગેની NOC મેળવવી ફરજિયાત રાજ્યમાં અગાઉ બનેલ આગની અનેક ઘટનામાં અનેક માનવજીવ હોમાઈ ગયા છે. આગની ઘટના બાદ સરકાર દ્વારા તમામ જાહેર બિલ્ડિંગ તેમજ સરકારી ઇમારતો અને ખાનગી તેમજ જાહેર બિલ્ડિંગમાં નિયમો અનુસાર ફાયરના સાધનો ઉપલબ્ધ કરી ફાયર અંગેની NOC મેળવવી ફરજિયાત કરવામાં આવી છે. એસ.ટી.ડેપોમાં પણ ફાયર સેફટીનો અભાવ પોરબંદરમાં પણ અગાઉ ફાયર વિભાગની ટીમ દ્વારા શહેરમાં ફાયર અંગેની ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે ઝુંબેશ દરમ્યાન ફાયરની NOC ન ધરાવતા બિલ્ડિંગને સિલ મારવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પોરબંદર શહેર આવેલ એસ.ટી.ડેપોમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. હજારો મુસાફરોની અવર જવર એસ.ટી ડેપો ખાતે દિવસ દરમ્યાન વિવિધ વિસ્તારમાંથી 10 હજારથી વધુ મુસાફરો તથા વિદ્યાર્થીઓની અવાર જવર રહેતી હોય છે ત્યારે ડેપોમાં આગની ઘટના બને તો મોટી દુર્ઘટના બને તેમ છે તેમજ ડેપોની નજીક જ પેટ્રોલપંપ પણ આવેલ છે તેમછતાં ડેપોના બિલ્ડિંગમાં પૂરતા ફાયરના સાધનો ઉપલબ્ધ નથી. ફાયરની NOC મેળવી નથી એસ.ટી ડેપોના અધિકારીઓએ નિયમો અનુસાર ડેપો એ ફાયરની NOC મેળવી નથી ત્યારે આગની ઘટના બને તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે..આ પણ વાંચો----   Rajkot : ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઇ

Read Full Story arrow_forward
Anand News : આણંદના સોજીત્રાના કાસોર ગામે કૌટુંબિક ભાઈએ જ ભાઈના ઘરમાં કરી ચોરી, પોલીસે આરોપીને ઝડપી તપાસનો ધમધમાટ કર્યો શરૂ
calendar_today January 21, 2026

Anand News : આણંદના સોજીત્રાના કાસોર ગામે કૌટુંબિક ભાઈએ જ ભાઈના ઘરમાં કરી ચોરી, પોલીસે આરોપીને ઝડપી તપાસનો ધમધમાટ કર્યો શરૂ

કાસોર ગામમાં રાંમજી મંદીર પાસે રહેતા અંમિતભાઈ જશભાઈ પટેલ અનાજ કરીયાણાનો વેપાર કરે છે, ગત પાંચમી જાન્યુઆરીનાં રોજ અમિતભાઈનાં પિતરાઈ ભાઈની દિકરીનાં લગ્ન હોવાથી તેઓ સવારે આઠ વાગે પરિવાર સાથે પીપલગ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને રાત્રે સાડા અગીયાર વાગે ઘરે પરત આવ્યા હતા તે સમય દરમિયાન તસ્કરોએ અમિતભાઈનાં મકાનનાં બીજા માળનાં બેડરૂમનો દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કરી તીજોરીમાંથી સોનાનાં દાગીનાંની ચોરી કરી હતી. બેડરૂમનો પાછળનો દરવાજો તોડી ચોરી કરી 400 અમેરીકન ડોલર અને 200 કેનેડીયન ડોલર અને રોકડ રકમ સહિત 4.52 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા,રાત્રે અમિતભાઈ અને તેમની પત્ની ધરે પરત આવતા બેડરૂમનો પાછળનો દરવાજો તુટેલો હતો તેમજ તીજોરી ખુલ્લી અને સામાન વેરણ છેરણ પડયો હતો,તેમજ તીજોરીમાંથી સોનાનાં દાગીનાં અને ડોલરની ચરી થઈ હોવાનું જણાતા તેઓએ આ બનાવ અંગે સોજીત્રા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી ડૉગ સ્કવોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી. કૌટુંબિક ભાઈએ ચોરી કરી હોવાની વાત પોલીસ તપાસમાં સામે આવી સોજીત્રા પોલીસે કાસોર ગામમાં ખાનગી બાતમીદારોની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસને નજીકમાં બ્રહ્મપોળમાં રહેતા કેતુલ પ્રવિણભાઈ પટેલ કે જે ફરીયાદી અમિતભાઈનો કૌટુંબિક ભાઈ હતો જેની પર શંકા જતા પોલીસે તેની ઝીણવટભરી પુછપરછ હાથ ધરતા પોલીસની કડક પુછપરછમાં કેતુલ પટેલ ભાંગી પડયો હતો અને તેણે ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી ચોરીનાં ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ પણ વાંચો : Vadodara News : વડોદારા એલસીબી ઝોન-3નો સપાટો, આઈસરમાંથી બીયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો 

Read Full Story arrow_forward