android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદના જુહાપુરાનો "ડોન" અઝહર કિટલી સામે વેજલપુર પોલીસમાં નોંધાયા છે 20 ગંભીર ગુના, જાણો કેવી રીતે પોલીસે પાર પાડયું ઓપરેશન
calendar_today January 21, 2026

Ahmedabad News : અમદાવાદના જુહાપુરાનો "ડોન" અઝહર કિટલી સામે વેજલપુર પોલીસમાં નોંધાયા છે 20 ગંભીર ગુના, જાણો કેવી રીતે પોલીસે પાર પાડયું ઓપરેશન

અમદાવાદના જુહાપુરાની કુખ્યાત “કિટલી ગેંગ” ના મુખ્ય સુત્રધાર અઝહર કિટલી વિરુધ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૮૨૧૦૬૪૧/૨૦૨૧ ધી ઇપીકો કલમ ૩૮૭,૩૨૩,૨૯૪(ખ), ૫૦૬(૨),૧૧૪,૧૨૦(બી) તથા જી પી એક્ટ ૧૩૫(૧) તથા ગુજસીટોક ૩(૧)(II),૩(૨),૩(૪),૩(૫),૪ મુજબ ના ગુનાના કામે અટક થયેલ અને નામ. ગુજરાત હાઇકોર્ટ નાઓના હુકમથી શરતી જામીન પર છુટેલ અને જે હુકમનો ભંગ કરતા નામ. ગુજસીટોક સ્પે. અદાલત દ્વારા જામીન રદ કરતા ધરપકડ ટાળવા સારૂ આરોપી ખુબ જ ચાલાક તથા શાતિર હોઈ, ગંભીર પ્રકારના ગુના સબંધે છેલ્લા 15 મહિનાથી નાસતો ફરતો હતો. અઝહર કિટલી ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલો છે આરોપીની સત્વરે પકડી પાડવા પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશનર સેકટર-01ની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૭ શિવમ વર્માના સતત અને સીધા માર્ગદર્શન હેઠળ ઝોન-૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર વાય.પી.જાડેજા તથા સ્ટાફના માણસો તેમજ વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.ચૌહાણ તથા ઝોન-૭ પોલીસ સ્ટાફના માણસો સાથે એક સંયુક્ત ટીમની રચના કરી ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સનો ઉપયોગ કરતા આરોપી બાબતે અ.હેડ.કોન્સ. રવિરાજસિંહ મહિપતસિંહ તથા પો.કોન્સ.નાગરાજભાઇ અમકુભાઇ નાઓએ ચોક્કસ બાતમી હકિકત મેળવી જે હકીકત આધારે તમામ બાબતોનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી ચોક્કસ રણનીતી ઘડી આયોજનપૂર્વક ટીમવર્ક થી જુહાપુરાની કુખ્યાત "કિટલી ગેંગ” ના મુખ્ય સુત્રધાર અઝહર કિટલીને પકડી પાડવામાં સફળતા મેળવેલ છે. આરોપી કઈ રીતે ગુનાને અંજામ આપતો આરોપી છેલ્લા ઘણા સમયથી ગુનાહિત કૃત્યો કરવાના ઇરાદા સાથે ખંડણી, લુંટ, ખુનની કોશીશ. ગુનાહિત ઇરાદે ગ્રુહ અપપ્રવેશ કરવો. ધમકી આપવી, મૃત્યુના ભયમાં મુકી ળજબરીથી જમીન મકાન પચાવી પાડવા, તેમજ ગેરકાયદેસર હથીયાર રાખી, પોતાનો બદ ઇરાદો પાર પાડવા સંગઠીત ટોળકી બનાવી ગુનાહિત ધમકીથી આમ નાગરીકને ડરાવી ધમકાવી જુદા જુદા અનેક પ્રકારના શરીર સબંધી તથા ગુજસીટોક જેવા ગંભીર પ્રકારના ગુના આચરવાની ટેવ વાળો છે. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ:- (૧) વેજલપુર ૬ ગુ ૨ નં ૫૭/૧૩ ઇપીકો કલમ ૩૨૪,૪૨૭ તથા જી પી એક્ટ ૧૩૫(૧) મુજબ (૨) વેજલપુર ૬ ગુ ર નં ૨૪૮/૧૩ ઇપીકો કલમ ૨૭૯,૩૩૭,૩૨૩,૨૯૪(ખ), ૫૦૬(૧), ૧૧૪ તથા એમ વી એક્ટ ૧૭૭,૧૮૪ મુજબ (૩) વેજલપુર ૬ ગુ ર નં ૧૭/૧૪ ઇપીકો કલમ ૩૨૪,૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૧),૧૧૪ તથા જી પી એક્ટ ૧૩૫ મુજબ (૪) વેજલપુર ફ ગુ ૨ નં ૧૦/૧૫ ઇપીકો કલમ ૩૯૪,૨૯૪(ખ),૫૦૬(૧), ૧૧૪ તથા જી પી એક્ટ ૧૩૫(૧)મુજબ (૫) વેજલપુર ફ ગુ ર નં ૬૦/૧૬ ઇપીકો કલમ ૩૦૭,૩૨૪,૩૨૩,૨૯૪(ખ) તથા જી પી એક્ટ ૧૩૫(૧) મુજબ (૬) વેજલપુર સે.ગુ ર નં ૩૧૪૧/૦૯ ઇપીકો કલમ ૩૨૪,૨૯૪(ખ), ૧૧૪ (૭) વેજલપુર સે.ગુ ર નં ૩૦૨૧/૧૪ ઇપીકો કલમ,૨૯૪(ખ),૫૦૬(૧), ૧૧૪ તથા જી પી એક્ટ ૧૩૫(૧)મુજબ (૮) વેજલપુર સે.ગુ ૨ નં ૩૦૫૭/૧૬ ઇપીકો કલમ ૨૯૪(ખ),૫૦૬(૧),૧૧૪ (૯) સેટેલાઇટ સે.ગુ ર નં ૩૦૫૭/૧૬ ઇપીકો કલમ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧) તથા ધી જી પી એક્ટ ૧૩૫ મુજબ (૧૦) અસલાલી ફ ગુ ર નં ૪૪૬/૧૪ ઇપીકો કલમ ૩૨૩,૫૦૬(૧), ૧૧૪ (૧૧) વેજલપુર ફ ગુ ર નં ૧૫/૧૭ ઇપીકો કલમ ૩૦૭,૫૦૬(૧),૨૯૪(ખ), ૧૧૪ આર્મ્સ એક્ટ ૨૫(૧)(એ)(એ), ૨૭બી તથા જી પી એક્ટ ૧૩૫(૧) (૧૨) વેજલપુર ફ.ગુ.ર.નં.૯૯/૧૭ ઇપીકો કલમ ૪૫૨,૩૨૩,૫૦૬(૧),૪૨૭,૧૧૪ બી.પી.એકટ ૧૩૫(૧) મુજબ (૧૩) વેજલપુર ફ.ગુ.ર.નં ૨૧૮/૧૭ ઇપીકો ક્લમ ૩૦૭,૩૨૩,૩૨૪,૩૨૫,૪૦૩,૩૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ (૧૪) વેજલપુર ફ.ગુ.ર.નં ૧૬૦/૧૮ ઇપીકો કલમ ૩૦૭,૨૯૪(ખ),૫૦૬(૨) તથા આર્મ્સ એક્ટ ૨૫(૧)બી, ૨૭(૨) મુજબ (૧૫) વેજલપુર સે.ગુ.૨.નં ૩૧૩૭/૧૯ ઇપીકો કલમ ૨૯૪(ખ),૫૦૬(૨), ૧૧૪ મુજબ (૧૬) વેજલપુર ફ.ગુ.૨ નં ૨૧૦/૧૮ ઇપીકો કલમ ૩૨૪,૪૨૭,૪૦૩,૨૯૪(ખ), ૧૧૪ તથા જી.પી એક્ટ ૧૩૫(૧) મુજબ (૧૭) વેજલપુર ફ.ગુ.રજી. નં ૯૯/૧૮ ઇપીકો કલમ ૪૫૨,૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૨),૪૨૭,૧૧૪, તથા જીપી એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ (૧૮) વેજલપુર પાર્ટ એ/૧૫૩૨/૨૦૨૦ ઇપીકો ૩૨૫,૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૧),૧૧૪ તથા જીપી એક્ટ- ૧૩૫(૧) મુજબ (૧૯) વેજલપુર પાર્ટ એ/૧૦૬૪૧/૨૦૨૧ ઇપીકો કલમ ૩૮૭,૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૧), ૧૨૦(બી) તથા જીપી એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ (૨૦) વેજલપુર પાર્ટ બી- ૧૭૬૬/૨૦૨૦ ગુજરાત કંટ્રોલ ટેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કલમ (G.C.T.O.A) એક્ટ -૨૦૧૫ ની કલમ-૩(૧) ની પેટા (૧) તથા કલમ-૩(૧) ની પેટા (૨) તથા કલમ-૩ તથા કલમ-૩(૩) તથા કલમ-૩(૪) તથા કલમ-૩(૫) મુજબ (૨૧) વેજલપુર પાર્ટ બી- ૨૪૦૩૯૭/૨૪ જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ પકડાયેલ આરોપીની વિગત 01-અઝરૂદ્દીન ઉર્ફે કીટલી ઇસ્માઇલભાઇ શેખ રહે હાલ – મહેલજ ચોકડી પાસે આવેલ ફાર્મ હાઉસમાં, ગરમાળા ત્રાજ રોડ, ગામ ગરમાળા તા.માતર જી. ખેડા 02-મકાન નં.-૩૪, અલમુકામ સોસાયટી દેગામ સર્કલ પાસે ભરૂચ મુળ રહે. - મ.નં.- ૧, અલ નીયાજ સોસાયટી લવલી પાર્ક બરફની ફેક્ટરી પાસે વિશાલા સર્કલ પાસે, જુહાપુરા વેજલપુર અમદાવાદ શહેર આ પણ વાંચો : Anand News : આણંદમાં પ્રેમજાળમાં ફસાવી કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો, વીડિયો બનાવી આપતો હતો ધમકી

Read Full Story arrow_forward
Rajkot : પારેવડા વિસ્તારમાં પિતાએ 5 વર્ષના પુત્રની હત્યા કરી હોવાનો પરિવારે આરોપ લગાવતા ખળભળાટ, પોલીસ તપાસ શરુ
calendar_today January 21, 2026

Rajkot : પારેવડા વિસ્તારમાં પિતાએ 5 વર્ષના પુત્રની હત્યા કરી હોવાનો પરિવારે આરોપ લગાવતા ખળભળાટ, પોલીસ તપાસ શરુ

રાજકોટ શહેરના પારેવડા વિસ્તારમાં પિતાએ 5 વર્ષના પુત્રની હત્યા કરી હોવાનો પરિવારે આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે.પિતાએ પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી  જાણવા મળ્યું છે કે પિતા વિજય વાળાએ અગાઉ પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. ઝઘડાને લીધે પિતા પુત્રને સાથે લઈ જતા રહ્યો હતો પરિજનોના જણાવ્યા અનુસાર, કૌટુંબિક ઝઘડાને લીધે પિતા પુત્રને સાથે લઈ જતા રહ્યો હતો અને તે દરમિયાન ઘટના બની ગઈ હતી જેમાં પિતાએ પુત્રની હત્યા કરી હતી. પોલીસે તપાસ શરુ કરી ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરી છે. આ મામલે વધુ વિગતો ઝડપથી બહાર આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ પણ વાંચો--   Surendranagar: જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ, ED દ્વારા તત્કાલીન કલેકટરના PA, કલાર્ક અને વકીલને તેડું

Read Full Story arrow_forward
Amreli ના ઢૂંઢિયા પીપળીયા ગામે હડકાયા કૂતરાનો આતંક, એક જ સવારે 4 લોકોને બચકા ભર્યા
calendar_today January 21, 2026

Amreli ના ઢૂંઢિયા પીપળીયા ગામે હડકાયા કૂતરાનો આતંક, એક જ સવારે 4 લોકોને બચકા ભર્યા

અમરેલી જિલ્લાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં આજે વહેલી સવારે હડકાયા કૂતરાએ આતંક મચાવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સવારના સમયે જ્યારે લોકો પોતાના નિત્યક્રમ મુજબ બહાર નીકળ્યા હતા, ત્યારે અચાનક એક હડકાયા કૂતરાએ હુમલો કરી ચાર જેટલા લોકોને ગંભીર રીતે બચકા ભરી લોહીલુહાણ કરી દીધા હતા. આ હુમલામાં ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કૂતરાના આ હિંસક વલણને જોતા ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.'ડોગ ટેરર કૂતરાના આતંકથી બચવા માટે હવે ગામના લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. હાલ સ્થિતિ એવી છે કે, લોકોએ સ્વબચાવ માટે હાથમાં લાકડીઓ લઈને બહાર નીકળવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રખડતા કૂતરાઓના ત્રાસને કારણે બાળકો અને વૃદ્ધો સુરક્ષિત નથી. ગ્રામજનોએ આ બાબતે તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે અને માંગ કરી છે કે આ હડકાયા કૂતરાને સત્વરે પકડવામાં આવે અથવા તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે જેથી વધુ કોઈ વ્યક્તિ ભોગ ન બને. આ પણ વાંચો : Ahmedabad News : ગેરકાયદે દબાણો સામે લાલ આંખ, વટવામાં બીજા દિવસે પણ કાટમાળ હટાવવાની કામગીરી તેજ

Read Full Story arrow_forward