android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: હત્યા કેસમાં 3 આરોપીને 7 વર્ષની સજા
calendar_today January 20, 2026

Surendranagar: હત્યા કેસમાં 3 આરોપીને 7 વર્ષની સજા

વઢવાણ જીઆઈડીસીની ફાર્મા કંપનીમાંથી છુટા થયેલ કર્મચારીએ પીએફના નાણા બાબતે વર્ષ 2017માં અન્ય બે મિત્રો સાથે મળી કંપનીના ઓફીસ ઈન્ચાર્જને માર માર્યો હતો. જેમાં મારામારીના બનાવના છઠ્ઠા દિવસે ઈજાગ્રસ્તનું મોત થતા મારામારીનો આ કેસ હત્યામાં પરીણમ્યો હતો. આ અંગેનો કેસ મંગળવારે સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ત્રણેય આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી છે.સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર આવેલા ગુણાતીતનગરમાં રહેતા 55 વર્ષીય મુકેશભાઈ જટાશંકરભાઈ ઠાકર વર્ષ 2017માં વઢવાણ જીઆઈડીસીમાં આવેલ મેપ્રો દવાની કંપનીમાં ઓફીસ ઈન્ચાર્જ તરીકે નોકરી કરતા હતા. જેમાં તેઓ કંપનીના વહીવટી કામો અને એચ.આર.ને લગતુ કામ કરતા હતા. આ કંપનીમાં અગાઉ સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર શિવહોટલ સામેની ગલીમાં રહેતો ઈમ્તીયાઝ ગફુરભાઈ ઢુસા નોકરી કરતો હતો. તા. 9-2-17ના રોજ મુકેશભાઈ નીત્યક્રમ મુજબ પોતાના ઘરેથી કંપનીએ જતા હતા. ત્યારે 80 ફુટ રોડ પર ટોપેક સીરામીકના વળાંકમાં ઈમ્તીયાઝ ઢુસા અને અન્ય ર અજાણ્યા શખ્સો હાથમાં લાકડાના ધોકા લઈને ધસી આવ્યા હતા. અને ઈમ્તીયાઝે મારા પ્રોવીડન્ડ ફંડના પૈસા કેમ હજુ સુધી નથી આવતા તેમ કહી ત્રણેયે મુકેશભાઈને માર માર્યો હતો. આ સમયે આસપાસમાંથી લોકો ધસી આવતા ત્રણેયે આજે તો તું બચી ગયો છે, હવે પછી જાનથી મારી નાંખવાનો છે તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં મુકેશભાઈને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પીટલમાં લઈ જવાયા હતા. અને બનાવની ત્રણેય સામે મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સારવાર દરમીયાન મુકેશભાઈનું તા. 15-2-17ના રોજ અવસાન થતા મારામારીનો આ બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આ કેસની તપાસ દરમીયાન અન્ય 2 આરોપીઓ ઈસુબ અકબરભાઈ મોવર અને સહદેવ ઉર્ફે બાબો રમેશભાઈ દેગામડીયા હોવાનું ખુલ્યુ હતુ. આથી પોલીસે ત્રણેયની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. અને તા. 13-7-17ના રોજ આ કેસની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી હતી. આ અંગેનો કેસ તા. 20-1-26ના રોજ સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ આર.બી.રાઓલની દલીલો, મૌખીક અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ સેશન્સ જજ કે.આર.ઉપાધ્યાયે ત્રણેય આરોપીઓ ઈમ્તીયાઝ ઢુસા, ઈસુબ મોવર અને સહદેવ દેગામડીયાને 7 વર્ષના કારાવાસની સજા ફટકારી ન્યાય કર્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: અમદાવાદ જિલ્લા ગ્રામ્યનું ધોલેરા બનશે ભારતનું નવું વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ
calendar_today January 20, 2026

Dhandhuka: અમદાવાદ જિલ્લા ગ્રામ્યનું ધોલેરા બનશે ભારતનું નવું વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ

UAEના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા અને ધોલેરાને માટે આ મુલાકાત ખૂબ ફ્ળદાયી સાબિત થઈ છે. ભારત અને UAE વચ્ચેનો વ્યૂહાત્મક સહયોગ હવે વધુ મજબૂત બન્યો છે. UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિનજાયદ અલ નાહયાનની ભારત મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે લગભગ 12 મહત્વના કરારો થયા. જેમાં સૌથી મોટો અને ઐતિહાસિક કરાર ગુજરાતના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન(SIR)ને લઈને થયો છે.વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ કરારને મેગા પાર્ટનરશિપ તરીકે વર્ણવ્યો છે. જે ભારત અને UAE વચ્ચેના લાંબા ગાળાના વિકાસ અને રોકાણ સંબંધોને નવી ઊંચાઈ આપશે. આ કરાર અંતર્ગત UAE હવે ધોલેરાના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર બનશે. ધોલેરા SIRમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ, પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ, વિમાનોના મેન્ટેનન્સ માટે MRO સેન્ટર, તેમજ ગ્રીનફીલ્ડ પોર્ટ અને આધુનિક સ્માર્ટ ટાઉનશિપના વિકાસ માટે મોટા પાયે રોકાણ અને સહયોગ થશે. આ ઉપરાંત રેલવે કનેક્ટિવિટી તેમજ ઊર્જા ક્ષેત્રે પણ ભારત અને UAE મળીને કામ કરશે. જેના કારણે ધોલેરાનો વિકાસ વધુ ઝડપી અને ટકાઉ બનશે. એક અનુમાન મુજબ, પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ શરૂ થતાં ભારતને દર વર્ષે 1,000થી વધુ પાયલોટની ઘટ દૂર કરવામાં મોટી મદદ મળશે. આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર ભારત માટે આર્થિક વિકાસ, રોજગારી સર્જન અને વૈશ્વિક રોકાણની નવી તકો ઊભી કરશે. સંયુક્ત ભાગીદારીથી ધોલેરા હવે ભારતનું નવું વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનવાની દિશામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. જે દેશની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: મૂળી તાલુકાના સરામાં બાળક પાસે સ્કૂલ બેગમાં દેશી દારૂની હેરફેર કરાવવાનું કરતૂત પકડાયુ
calendar_today January 20, 2026

Surendranagar: મૂળી તાલુકાના સરામાં બાળક પાસે સ્કૂલ બેગમાં દેશી દારૂની હેરફેર કરાવવાનું કરતૂત પકડાયુ

ઝાલાવાડમાં જિલ્લા પોલીસ અધિક્ષક લિસ્ટેડ બુટલેગર તત્વો પર સંકજો કસવાનો દાવો કરી રહ્યા છે, ત્યારે બીજીબાજુ મૂળીના સરા ગામની ઘટનાનો વીડિયો પંથકમાં વાયરલ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે.સરા ગામે ઘણા સમયથી રાજુભાઇ સોલંકી સહિતના યુવાનો દારૂ વેચાતો હોવાની ફરિયાદ કરતા હતા. એવામાં મંગળવારે બાળક પાસે સ્કૂલ બેગમાં દેશી દારૂની હેરફેર કરતા સમયે રાજુભાઇ સહિતના યુવાનોએ દેશી દારૂ ઝડપી લીધો હતો. ઝડપેલો દારૂ હાજર હોમગાર્ડ જવાન વિજયભાઇ, ભીમાભાઇને આપી દીધો હતો. ત્યારબાદ મહિલા બુટલેગર રાધા તેમની પાસેથી છડેચોક દેશી દારૂ લઇ જતા આગેવાનોએ નારાજગી વ્યકત કરી હોમગાર્ડ કચેરી સામે જ હડતાળ ઉપર ઉતરી ગયા હતા. ત્યારે સમગ્ર ઘટનાને ગંભીરતા લઇ મૂળી પોલીસ મથકની ટીમે સરા ગામે પહોંચી આગેવાનોને 24 કલાકમાં બુટલેગરને ઝડપી કડક કાર્યવાહી કરી દારૂની બદીને બંધ કરાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ યુવાનો હડતાળ સમેટીને ઉભા થઇ જતા મામલો થાળે પડયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward