android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: પાણીમાં સુપરક્લોરિનેશનથી બળતરા અને પેટમાં દુઃખાવાની વ્યાપક ફરિયાદો
calendar_today January 19, 2026

Gandhinagar: પાણીમાં સુપરક્લોરિનેશનથી બળતરા અને પેટમાં દુઃખાવાની વ્યાપક ફરિયાદો

ગાંધીનગરના ટાઇફોઇડગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા શુધ્ધ પાણી આપવાના ભાગરૂપે સુપરક્લોરીનેશનવાળુ પાણી વિતરણ કર્યા બાદ લોકોમાં પેટમાં દુખાવા સહિતની આરોગ્યલક્ષી સમસ્યાઓ ઉભી થઈ છે.જેના પરિણામે લોકોને શુધ્ધ અને સલામત પાણી સપ્લાય કરવા માટે મ્યુ.કમિશનર અને કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી છે. આ સમસ્યા વોર્ડ નંબર-3ના સેક્ટર-24,27,28 અને આદીવાડા વિસ્તારોમાં જોવા મળી રહી છે. ટાઇફોઇડ ફાટી નીકળ્યા બાદ તંત્ર દ્વારા અહીં પાણી સપ્લાય પૂર્વે સુપર ક્લોરીનેશનનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના પરિણામે લોકોને જે પાણી મળી રહ્યુ છે તેમાં કલોરીનનું પ્રમાણ વધુ હોવાના કારણે આ વિસ્તારોમાં ખંજવાળ, ત્વચા સુકાઇ જવી, વાળ ખરવા, આંખોમાં બળતરા, પેટમાં દુઃખાવા જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. જેના કારણે વોર્ડ નંબર.3ના કોંગી પ્રમુખે કમિશનર અને કલેક્ટરને લેખિત રજુઆત કરી પાણીની તાત્કાલીક તપાસ કરાવી, ક્લોરીનનું પ્રમાણ નિયંત્રીત કરવા પગલાં લઇ લોકોને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ગાંધીનગરમાં પણ શેરી અને વસાહતોના જાતિસૂચક નામો બદલવા માટે આદેશ
calendar_today January 19, 2026

Gandhinagar: ગાંધીનગરમાં પણ શેરી અને વસાહતોના જાતિસૂચક નામો બદલવા માટે આદેશ

ગાંધીનગર સહિત રાજ્યભરમાં ગામો, વસાહતો, શેરીઓમાં હજુ પણ ઉપયોગમાં લેવાતા જાતિસૂચક અને અપમાનજનક નામોને તાત્કાલિક બદલવા માટે આદેશ કરાયો છે.રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં પહોંચેલી ફરિયાદ બાદ રાજ્ય સરકારે તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને નામોમાં ફેરફાર કરીને તાત્કાલિક અસરથી અહેવાલ મોકલી આપવા સૂચના આપી છે. જેને લઈને ગાંધીનગર જિલ્લામાં પણ સરપંચ-તલાટીઓને ગામમાં વસાહત, શેરી કે ફળીયાના જાતિસૂચક નામ બદલીને દલિતોના મહાપુરૂષોના નામ આપવા આદેશ કરાયો છે. રાજ્ય સહિત દેશભરમાં વિવિધ ગામો, વસાહતો, શેરીઓમાં ઘણી જગ્યાએ જાતિસૂચક અને અપમાનજનક નામોનો ઉપયોગ થાય છે. જેને પગલે ગુજરાતના એક અરજદાર દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી. આયોગને ફરિયાદ કરાઈ હતી કે, આઝાદીના 75 વર્ષ પછી પણ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં અનુસુચિત જાતિ-જનજાતિનું અપમાન થાય તે રીતે ગામોથી લઈને શહેરમાં શહેરી, વસાહતો કે એરિયામાં ગેરબંધારણીય શબ્દોના સાઈન બોર્ડ જોવા મળે છે. જે તમામ સાઈનબોર્ડ બદલીને તેના સ્થાને ગૌતમબુદ્ધનગર, આંબેડકરનગર વગેરે લાગુ કરવાની માંગણી કરાઈ હતી. રાજ્ય ગૃહ નિર્માણ વિકાસ વિભાગ દ્વારા આ મુદ્દે પરિપત્ર કરીને સૂચના આપી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: વટવામાં રીઢા ગુનેગારે હાથમાં તલવાર રાખી તોડફોડ કરીને આતંક મચાવ્યો
calendar_today January 19, 2026

Ahmedabad: વટવામાં રીઢા ગુનેગારે હાથમાં તલવાર રાખી તોડફોડ કરીને આતંક મચાવ્યો

વટવામાં ગત વર્ષે અંગત અદાવતમાં મકાનને આગચાંપી દેવાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવના પગલે પોલીસે ગુનામાં સંડોવાયેલ નવાપુરા ગામના રાજા ઉર્ફે બોખાની સહીત અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી.ત્યારે તાજેતરમાં જ કુખ્યાત આરોપી રાજા ઉર્ફે બોખો જેલમાંથી છૂટીને આવતા તેના સાગરીતોએ ફ્ટકડા ફેડીને સ્વાગત કર્યું હતુ, પરંતુ વિસ્તારમાં આરોપીનો ખૌફ્ બનેલો રહે તે માટે થઈને જૂના ઝઘડાની અદાવતની દાઝ રાખીને કુખ્યાત રાજા ઉર્ફે બોખાએ પોલીસ સ્ટેશનની નજીક જ મારામારી કરીને હાથમાં તલવાર લઈને વીંઝતો હોવાના નાટક કર્યા હતા. આ અંગે વટવા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. વટવા ગોલ્ડન સિનેમા નજીક પરિવાર સાથે રહેતો 27 વર્ષીય યાકુબભાઈ પટેલ બીબી તળાવ પાસે ઓઈલનો ધંધો કરે છે. રવિવારની રાત્રે યાકુબ તેના મિત્ર સાથે બીબી તળાવની બાજુમાં આવેલા બાપુના પાનના ગલ્લા પર બેઠા હતા. ત્યારે જેલમાંથી છૂટીને આવેલા રાજા ઉર્ફે બોખા અને ઇમરાન કાલિયા સહીત ત્રણ શખ્સો રિક્ષામાં બેસીને આવ્યા હતા. યાકુબ સાથે જૂની અદાવતની દાઝ રાખીને તેને બીભસ્ત ગાળો બોલી યાકુબ અને તેના મિત્રોને માર મારી વાહનમાં તોડફેડ કરી હતી. ઉપરાંત વિસ્તારમાં ભય ફેલવવા માટે વટવા પોલીસ સ્ટેશનથી નજીક કુખ્યાત આરોપી રાજા ઉર્ફે બોખો હાથમાં તલવાર લઈને ફેરવતો હતો, જેથી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા ત્રણેય આરોપી નાસી છૂટયા હતા. આ અંગે વટવા પોલીસે ત્રણેય સામે ગુનો નોધીને શોધખોળ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward