Ahmedabad: શાહપુરમાં ઘરકંકાસમાં પતિએ પત્નીને બ્લેડ મારતા ફરિયાદ
ઘી-કાંટામાં ઘરની સિડી ફરીથી મુકવા બાબતે પત્નીએ પતિને વાત કરતા તેણે બ્લેડના ઘા માર્યા હતા. આ અંગે પત્નીએ પતિ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.ઘી-કાંટામાં રહેતા સોનલબેન ચૌહાણ હેન્ડીક્રાફ્ટની દુકાનમાં નોકરી કરે છે. તેમના પતિ વિપુલકુમાર સારંગપુર કપડાંની દુકાનમાં નોકરી કરે છે. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઘરકંકાસ થયા કરે છે. જેને લઇને સોનલબેને સાસરિયા સામે ભરણપોષણ અને ઘરેલુ હિંસાનો કેસ કર્યો છે. તેમના કેસની મુદ્દત આવતી હોવાથી ત્રણ દિવસથી પહેલા માળેથી નીચે ઉતરવાની સિડી પતિએ નિકાળી દીધી હતી. જેથી તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ગત 18 જાન્યુઆરીએ સોનલબેન પુત્ર સાથે ઘરે હતા તે સમયે પણ તેમણે બાજુના મકાનમાંથી નીચે ઉતરવું પડયું હતું. સોનલબેને પતિને સિડીને ફરીથી નાખવાનું કહેતા પતિ વિપુલે બિભત્સ ગાળો બોલીને ઝઘડો કરી પત્નીને બ્લેડના ઘા મારીને લોહિલુહાણ કરી હતી. જેથી પત્ની ત્યાંથી ભાગીને સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોચી હતી. આ અંગે સોનલબેને પતિ વિપુલકુમાર સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward