android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: સંગઠનથી દૂર રહેલા ધનસુખ ભંડેરી અને કશ્યપ શુકલને ભાજપની નવી કારોબારીમાં સ્થાન મળ્યું
calendar_today January 19, 2026

Rajkot News: સંગઠનથી દૂર રહેલા ધનસુખ ભંડેરી અને કશ્યપ શુકલને ભાજપની નવી કારોબારીમાં સ્થાન મળ્યું

આજે ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ખાસ કરીને વિશેષ આમંત્રિત સભ્યો અને જૂના જોગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં રાજકોટના જૂના જોગીઓને સ્થાન આપવામાં આવ્યું છે. રાજકોટ ભાજપમાં મહત્વની ભૂમિકા ભજવતા બે નેતાઓ ઘણા સમયથી સંગઠનથી દૂર હતાં. આ બંને નેતાઓને કારોબારીમાં સ્થાન મળતાં સંગઠનમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શહેર ભાજપમાં નવસંચાર થયો છે. બન્ને નેતાઓ ઘણાં સમયથી સંગઠનની દૂર હતાગુજરાતમાં સોરાષ્ટ્રનું રાજકારણ ખૂબજ મહત્વનું માનવામાં આવે છે. ખાસ કરીને રાજકોટ શહેર ભાજપને વધુ મહત્વ આપવામાં આવતુ હોય છે. ત્યારે રાજકોટમાં ભાજપના જૂના જોગીઓને નવી કારોબારીની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં શહેરના પૂર્વ મેયર ધનસુખ ભંડેરી અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુકલ ઘણા સમયથી સંગઠનથી દૂર હતાં. આ ઉપરાંત અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ અને કમલેશ મીરાણીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. શહેર ભાજપમાં જૂના જોગીઓનો કારોબારીમાં સમાવેશ થતાં હવે પક્ષમાં નવસંચાર થયો હોવાનું કાર્યકરોનું માનવું છે.જુના જોગીઓને વિશેષ આમંત્રિતોમાં સ્થાન મળ્યુંસુરતમાંથી દર્શનાબેન જરદોશ, પંચમહાલમાંથી નિમિષાબેન સુથાર, અમદાવાદમાં યોગેશ ગઢવી, વિશેષ આમંત્રિતોમાં વજુભાઈ વાળા, પુરષોત્તમ રૂપાલા, આરસી ફળદુ, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, પ્રદિપસિંહ જાડેજા, આઈ કે જાડેજા, દિલિપ સાંઘાણી, નરહરી અમિન, ગોવિંદભાઈ પટેલ, વલ્લભ કાકડિયા, સાગર રાયકા, સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કેટલાક જુના જોગીઓ છે અને કેટલાક કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ પણ છે.આ પણ વાંચોઃ Ahmedabad News: સ્માર્ટ સિટી કેટલું સુરક્ષિત, ખોખરામાં સ્નેચરોએ ઘરમાં ઘૂસીને મહિલાના ગળામાંથી ચેઈન ખેંચી, ક્યાં છે પોલીસ?

Read Full Story arrow_forward
Surat: હજીરામાં રૂમ પાર્ટનરોએ જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ, પંજાબી યુવકની ગળું કાપી નિર્મમ હત્યા
calendar_today January 19, 2026

Surat: હજીરામાં રૂમ પાર્ટનરોએ જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ, પંજાબી યુવકની ગળું કાપી નિર્મમ હત્યા

શહેરના ઔદ્યોગિક હબ ગણાતા હજીરા વિસ્તારના જૂના ગામમાં એક પરપ્રાંતીય યુવકની તેના જ રૂમ પાર્ટનરો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રોજગારી મેળવવા પંજાબથી સુરત આવેલા મિત્રો વચ્ચેની આંતરિક અદાવતે લોહીલુહાણ સ્વરૂપ ધારણ કર્યું છે.પંજાબના વતની ત્રણ યુવકો ભાડે રહેતા હજીરાના જૂના ગામના ડેરી ફળિયામાં મેહુલકુમાર છબીલભાઈ પટેલના મકાનમાં પંજાબના વતની એવા ત્રણ યુવકો ભાડે રહેતા હતા. મૃતક શેરાસિંગ હરભજન સિંગ તેના બે સાથીદારો સરબજીત સીંગ અને અમરીક સિંગ સાથે છેલ્લા કેટલાક સમયથી અહીં રહીને મજૂરી કામ કરતો હતો. જોકે, ૧૭મી જાન્યુઆરીના રોજ સાંજના સમયે શેરાસિંગની તેના જ રૂમમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પતાવી દીધોહત્યારો એટલો ક્રૂર હતો કે તેણે શેરાસિંગના ગળા અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઉપરાઉપરી અનેક ઘા ઝીંક્યા હતા. વધુ પડતું લોહી વહી જવાને કારણે શેરાસિંગનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મકાન માલિકને જાણ થતા તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી.જૂની અદાવત હત્યાનું કારણ?પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, થોડા સમય અગાઉ શેરાસિંગને તેના બંને રૂમ પાર્ટનરો સરબજીત અને અમરીક સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. એ સમયે મામલો શાંત પડી ગયો હતો, પરંતુ બંને આરોપીઓએ મનમાં ખાર રાખી શેરાસિંગને રસ્તામાંથી હટાવવાનું ક્રૂર કાવતરું ઘડ્યું હતું. મકાન માલિકની ફરિયાદ મુજબ, અગાઉ થયેલો આ ઝઘડો જ હત્યા પાછળનું મુખ્ય કારણ હોવાનું મનાય છે.પોલીસ કાર્યવાહી હાથ ધરીહજીરા પોલીસે મકાન માલિક મેહુલકુમાર પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં બંને આરોપી રૂમ પાર્ટનરો શંકાના દાયરામાં છે અને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. પંજાબથી સાથે કમાવા આવેલા મિત્રો જ એકબીજાના ખૂની બનતા આ મામલો ભારે ચર્ચામાં રહ્યો છે.આ પણ વાંચો: 5.85 કરોડની કિંમતના કોબ્રા સાપના ઝેર સાથે 7 સ્મગલરો ઝડપાયા, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ

Read Full Story arrow_forward
Tharad: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર કારમાંથી 14.60 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું, પતિ-પત્ની સહિત ત્રણની ધરપકડ
calendar_today January 19, 2026

Tharad: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર કારમાંથી 14.60 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું, પતિ-પત્ની સહિત ત્રણની ધરપકડ

 ગુજરાતમાં માદક પદાર્થોના પ્રવેશને રોકવા માટે સતર્ક બનેલી પોલીસે બનાસકાંઠાની ખોડા ચેકપોસ્ટ પરથી એક મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા લાખો રૂપિયાના MD ડ્રગ્સ સાથે પોલીસે એક દંપતી અને કાર ચાલકની ધરપકડ કરી છે. નવાઈની વાત એ છે કે, પોલીસની તપાસથી બચવા માટે આરોપીઓએ કાર પર રાજકીય પાર્ટીનું બોર્ડ લગાવ્યું હતું.ચેકપોસ્ટ પર ફિલ્મી ઢબે તપાસથરાદ પોલીસની ટીમ ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી, ત્યારે રાજસ્થાન તરફથી આવતી એક સ્વિફ્ટ કાર (નંબર: DL-02-CBC 4878) શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. આ કાર પર "ભગવા પાર્ટી કેસરી પ્રક્રોષ્ટ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ" લખેલું બોર્ડ મારેલું હતું, જેથી પોલીસ તેમને અટકાવે નહીં. જોકે, પોલીસે કડકાઈથી તપાસ કરતા કારમાંથી 146 ગ્રામ મેથા એમ્ફેટામેઇન (MD ડ્રગ્સ) મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ₹14.60 લાખ થાય છે.પતિ-પત્નીનું ડ્રગ્સ કનેક્શનપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સ રાજસ્થાનના સાંચોરથી મહેસાણા ખાતે વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યું હતું. પોલીસે આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે,વલી મહંમદ મુબારક સિન્ધી (પતિ),બોરુબેન વલી મહંમદ મુબારક સિન્ધી (પત્ની),કાર ચાલક.NDPS એક્ટ હેઠળ કાર્યવાહીથરાદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સાંચોરના કયા શખ્સ પાસેથી આ ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું અને મહેસાણામાં તેને કોને સપ્લાય કરવાનું હતું. રાજકીય બોર્ડનો ઉપયોગ કરીને ડ્રગ્સની હેરાફેરી કરવાના આ કીમિયાએ સુરક્ષા એજન્સીઓને પણ ચોંકાવી દીધી છે.આ પણ વાંચો: હજીરામાં રૂમ પાર્ટનરોએ જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ, પંજાબી યુવકની ગળું કાપી નિર્મમ હત્યા

Read Full Story arrow_forward