android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BJP સાંસદ મનોજ તિવારીના ઘરે ચોરી, ડુપ્લિકેટ ચાવીઓથી દરવાજો ખોલી ચોર 5 લાખ લઇ ફરાર
calendar_today January 18, 2026

BJP સાંસદ મનોજ તિવારીના ઘરે ચોરી, ડુપ્લિકેટ ચાવીઓથી દરવાજો ખોલી ચોર 5 લાખ લઇ ફરાર

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અને જાણીતા અભિનેતા મનોજ તિવારીના ઘરમાં થયેલી ચોરીની ઘટનાએ સનસનાટી ફેલાવી છે. ચોરોએ ખૂબ જ ચતુરાઈથી ડુપ્લિકેટ ચાવીઓનો ઉપયોગ કરીને ઘરનું તાળું ખોલ્યું અને અંદર આવેલી અલમારીમાંથી આશરે 5 લાખ રૂપિયા રોકડ ચોરી લીધા. ઘટનાને પગલે વિસ્તારમાં હલચલ મચી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ પ્રશ્નો ઊભા થયા છે.આ ચોરી તે સમયે કરવામાં આવી જ્યારે ઘરમાં કોઈ હાજર ન હતુંમળતી માહિતી મુજબ, આ ચોરી તે સમયે કરવામાં આવી જ્યારે ઘરમાં કોઈ હાજર ન હતું. ચોરોએ કોઈ રીતે ઘરનાં તાળાની નકલી ચાવીઓ બનાવી અને કોઈ તોડફોડ કર્યા વગર મુખ્ય દરવાજાનું તાળું ખોલી લીધું. ત્યારબાદ તેઓ સીધા તે અલમારી સુધી પહોંચ્યા જ્યાં રોકડ રકમ રાખેલી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે ઘરમાં અન્ય કિંમતી સામાન હોવા છતાં ચોરોએ ફક્ત રોકડ પર જ હાથ સાફ કર્યો, જેના પરથી એવું માનવામાં આવે છે કે તેમને અગાઉથી સંપૂર્ણ માહિતી હતી.પોલીસ ઘટના સ્થળે પહોંચી  ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પોલીસે ઘરની આસપાસ લાગેલા CCTV કેમેરાની ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે જેથી આરોપીઓની ઓળખ કરી શકાય. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ચોરોએ ખૂબ સાવચેતીથી ચોરીને અંજામ આપ્યો હતો, જેથી કોઈને શંકા ન થાય.મનોજ તિવારીના ઘરમાં થયેલી આ ચોરીને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા  મનોજ તિવારીના ઘરમાં થયેલી આ ચોરીને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે. વિપક્ષે કાયદો-વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે, જ્યારે પોલીસનું કહેવું છે કે મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને જલ્દી જ આરોપીઓને ધરપકડ કરવામાં આવશે. હાલમાં પોલીસે અજાણ્યા આરોપીઓ સામે કેસ નોંધ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર વિચારવા મજબૂર કરી દીધું છે કે જો એક સાંસદનું ઘર પણ સુરક્ષિત ન હોય, તો સામાન્ય લોકોની સુરક્ષાની સ્થિતિ શું હશે.આ પણ વાંચો: Sunita Ahuja : 63 વર્ષની ઉંમરે પણ...! ગોવિંદાના અફેર પર પત્ની સુનીતાનો ખુલાસો, કહ્યું- માફીનો કોઈ સવાલ જ નથી!

Read Full Story arrow_forward
Panchmahal: ઘોઘંબામાં બુટલેગરો બેફામ બન્યા,  બુટલેગરે દારૂની હેરાફેરી કરતા PSIને હડફેટે લીધા
calendar_today January 18, 2026

Panchmahal: ઘોઘંબામાં બુટલેગરો બેફામ બન્યા, બુટલેગરે દારૂની હેરાફેરી કરતા PSIને હડફેટે લીધા

ગુજરાતમાં દારૂબંધીના અમલ માટે રાત-દિવસ મહેનત કરતી પોલીસ પર હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરમાં પંચમહાલના ઘોઘંબા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં બુટલેગરોએ પોતાની ધરપકડથી બચવા માટે સીધો પોલીસ અધિકારી પર જ વાહન ચડાવી દીધું હતું.પેટ્રોલિંગમાં હતા તે સમયે લીધા અડફેટે મળતી માહિતી પ્રમાણે ઘોઘંબા પોલીસ મથકના PSI એસ.એમ. ડામોર પોતાની ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ અને વોચમાં હતા. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક બુટલેગર પોતાની બાઈક પર વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થવાનો છે. બાતમીના આધારે PSI ડામોરે નાકાબંધી કરી બુટલેગરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. PSI ડામોરને પહોંચી ગંભીર ઇજા પોલીસને સામે જોઈને ઉભા રહી જવાને બદલે, દારૂના જથ્થા સાથે નીકળેલા બુટલેગરે બાઈકની ઝડપ વધારી દીધી હતી. PSI ડામોરે જ્યારે હિંમત દાખવી તેને અટકાવવાની કોશિશ કરી, ત્યારે બુટલેગરે સીધી બાઈક તેમની સાથે અથડાવી દીધી હતી. આ જોરદાર ટક્કરને કારણે PSI ડામોર રસ્તા પર ફેંકાઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા આ અકસ્માતમાં માત્ર પોલીસ અધિકારી જ નહીં, પરંતુ બુટલેગર પણ નીચે પટકાયો હતો અને તેને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઘટના સ્થળે હાજર અન્ય પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક PSI એસ.એમ. ડામોર અને બુટલેગર બંનેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. હાલમાં પોલીસ અધિકારીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ પણ વાંચોઃ Ahmdedabad: બાપુનગરમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા,માનતા પૂરી કરવા ઘરમાં જ પશુની બલિ ચઢાવી

Read Full Story arrow_forward
Botad News : રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત બોટાદમાં ARTO દ્વારા વાહનોમાં રેડિયમ લગાવવાની કામગીરી કરાઈ
calendar_today January 18, 2026

Botad News : રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત બોટાદમાં ARTO દ્વારા વાહનોમાં રેડિયમ લગાવવાની કામગીરી કરાઈ

આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારનાં વાહનોમાં રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી, જેથી અંધકારમાં પણ વાહનો દૂરથી જ નજરે પડે અને અન્ય વાહનચાલકો સમયસર સાવચેત બની શકે. ખાસ કરીને રાત્રિ દરમિયાન થનારા અકસ્માતોને અટકાવવા માટે આ પગલું અસરકારક સાબિત થાય તે દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો. વાહનમાં રેડિયમ અને જરૂરી સલામતી સાધનો રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં ARTO અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્ગ સલામતીને લગતાં આવા પ્રત્યક્ષ પગલાં દ્વારા સુરક્ષિત અને વ્યવસ્થિત માર્ગ વ્યવહાર સુનિશ્ચિત કરવો પ્રશાસનની પ્રાથમિકતા છે. સાથે જ વાહનચાલકોને પણ પોતાના વાહનમાં રેડિયમ અને જરૂરી સલામતી સાધનો રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. બોટાદમાં શાળાની આસપાસ માર્ગ સલામતી મજબૂત બનાવવા ARTO દ્વારા વિશેષ માર્ગ સમીક્ષા કરાઈ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બોટાદ ARTO કચેરી દ્વારા આજે વિશેષ માર્ગ સમીક્ષા હાથ ધરવામાં આવી. આ સમીક્ષા દરમિયાન શહેરનાં મહત્વનાં શૈક્ષણિક વિસ્તારો, ખાસ કરીને સેંટ ઝેવિયર્સ સ્કૂલ અને મોડલ સ્કૂલ નજીકના માર્ગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. માર્ગ સમીક્ષા દરમિયાન શાળા આવતાં-જતાં વિદ્યાર્થીઓને વાહનવ્યવહારથી કોઈ જોખમ ન સર્જાય તે હેતુથી વિવિધ ટ્રાફિક સલામતી પગલાં અમલમાં મૂકવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જેમાં મુખ્યત્વે વાહનોની ગતિ નિયંત્રણ, ઝેબ્રા ક્રોસિંગની વ્યવસ્થા, માર્ગ ચિહ્નો (ટ્રાફિક સાઇન બોર્ડ) સ્થાપિત કરવા તથા અન્ય જરૂરી સુરક્ષા ઉપાયો પર ભાર મૂકવામાં આવ્યો હતો. શાળા વિસ્તારને ‘સ્લો ઝોન’ તરીકે વિકસાવવા માટે જરૂરી પગલાં લેવાશે ARTO અધિકારીઓએ જણાવ્યું હતું કે શાળા વિસ્તારને ‘સ્લો ઝોન’ તરીકે વિકસાવવા માટે જરૂરી પગલાં લેવાશે, જેથી અચાનક અકસ્માતોની સંભાવના ઘટે. સાથે જ, વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે રસ્તો પાર કરી શકે તે માટે ઝેબ્રા ક્રોસિંગ અને ચેતવણી સૂચક બોર્ડ મૂકવાની કાર્યવાહી હાથ ધરાશે. આ પણ વાંચો : Kutch News : કચ્છના રાપરમાં માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહારને અસર

Read Full Story arrow_forward