android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: બોરસદ નગરપાલિકામાં હાજરીકાંડ,રજાના દિવસે પણ ઓન ડ્યુટી બતાવી ચૂકવાયો પગાર
calendar_today January 18, 2026

Anand: બોરસદ નગરપાલિકામાં હાજરીકાંડ,રજાના દિવસે પણ ઓન ડ્યુટી બતાવી ચૂકવાયો પગાર

બોરસદ નગરપાલિકા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. આ વખતે મામલો વહીવટી પારદર્શિતા પર સવાલ ઉઠાવતો 'હાજરી કાંડ' છે, જેમાં નિયમોને નેવે મૂકીને કર્મચારીઓને રજાના દિવસોનો પણ પગાર ચૂકવી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર વિગત એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી RTI અરજી બાદ પ્રકાશમાં આવી છે.7 કર્મચારીઓને 362 દિવસની હાજરી ગણી પગાર ચૂકવાયો અરજદારે બોરસદ નગરપાલિકાના કુલ 190 કર્મચારીઓની હાજરી અને પગાર અંગેની વિગતો માંગી હતી. જોકે, આશ્ચર્યજનક રીતે ચીફ ઓફિસર દ્વારા માત્ર 7 કર્મચારીઓની જ માહિતી પૂરી પાડવામાં આવી હતી. જ્યારે આ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી કે આ 7 કર્મચારીઓને વર્ષના 365 દિવસો પૈકી 362 દિવસની હાજરી ગણીને પગાર ચૂકવી દેવાયો છે. સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો સામાન્ય રીતે સરકારી કે અર્ધ-સરકારી સંસ્થાઓમાં જાહેર રજાઓ, રવિવાર અને અન્ય રજાઓ બાદ કરતાં આટલી મોટી સંખ્યામાં હાજરી શક્ય નથી. આ આંકડા સૂચવે છે કે રજાના દિવસોમાં પણ આ કર્મચારીઓને કાગળ પર હાજર દર્શાવી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ચીફ ઓફિસર પર આક્ષેપો અરજદારનો સીધો આક્ષેપ છે કે ચીફ ઓફિસરે જાણી જોઈને ગેરરીતિ આચરી છે અને અમુક માનીતા કર્મચારીઓને આર્થિક લાભ કરાવ્યો છે. બાકીના 183 કર્મચારીઓની માહિતી છુપાવવી એ બાબત તરફ ઈશારો કરે છે કે કૌભાંડ મોટું હોઈ શકે છે. આ ગંભીર નાણાકીય અનિયમિતતાને પગલે સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાદેશિક કમિશનરને આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં ભ્રષ્ટાચાર આચરનાર ચીફ ઓફિસરને તાત્કાલિક ફરજ મુક્ત કરવાની માંગ. સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી કાયદેસરના પગલાં ભરવાની માંગ. તમામ 190 કર્મચારીઓના રેકોર્ડની ચકાસણી કરવાની અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ પંચમહાલમાં નાયબ કાર્યપાલ ઈજનેર સ્નેહલ શાહ પાસે 74.99% અપ્રમાણસર મિલકત મળતા ACBએ નોંધી ફરિયાદ

Read Full Story arrow_forward
Rajkot News : રાજકોટમાં અશાંતધારાની મુદ્દત લંબાવવાનો નિર્ણય, 28 સોસાયટીને લઈ સરકારને દરખાસ્ત કરાઈ હતી
calendar_today January 18, 2026

Rajkot News : રાજકોટમાં અશાંતધારાની મુદ્દત લંબાવવાનો નિર્ણય, 28 સોસાયટીને લઈ સરકારને દરખાસ્ત કરાઈ હતી

રાજકોટ શહેરના ઈતિહાસમાં સૌ પ્રથમ વોર્ડ નં.૪ની એક ડઝન સોસાયટી અને વોર્ડ નં.રની ૧૬ સોસાયટી સહિત કુલ ૨૮ સોસાયટીમાં ૧૩ જાન્યુઆરી-૨૦૨૧માં લાગુ કરવામાં આવેલ અશાંતધારાની મુદ્દત આગામી બુધવારે સમાપ્ત થાય છે. પાંચ વર્ષ માટે લાગુ કરવામાં આવેલ અશાંતધારાને લંબાવવા જિલ્લા કલેક્ટર દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે જેને ગૃહ વિભાગ દ્વારા બે વર્ષ માટે લંબાવવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા છે. જેનું જાહેરનામુ બે-ત્રણ દિવસમાં જ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે રાજકોટમાં વર્ષ ૨૦૨૧માં મહાપાલિકાની ચૂંટણી દરમિયાન જ અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો. હિન્દુ બહુમતિવાળા વિસ્તારમાં અચાનક લઘુમતિ સમાજ દ્વારા મોટા પાયે મિલક્તનું ખરીદ-વેંચાણ કરવામાં આવ્યું હોવાના સરકારી તંત્રના અહેવાલ બાદ મકરસંક્રાતિની પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકાર દ્વારા એક સાથે ૨૮ સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો. સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે, જે ૨૮ સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. અશાંતધારાના કારણે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજુરી વગર મિલક્તનું ખરીદ-વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો તેમાં સીટી સર્વેના ૭૫૩ સર્વે નંબર અને ૩૮ રેવન્યુ સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વે નંબરમાં લાગુ કરવામાં આવેલ અશાંતધારાના કારણે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજુરી વગર મિલક્તનું ખરીદ-વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અચાનક અશાંતધારાની અમલવારીના કારણે રાજકોટના સેંકડો મિલ્કતધારકોના સોદાઓ રદ કરવા પડયા હતા. હવે પાંચ વર્ષની મુદ્દત પુરી થતા ૨૮ સોસાયટીઓમાં ફરીથી મુદત વધારવાની દરખાસ્ત જિલ્લા કલેક્ટર દ્વારા ગૃહ વિભાગને કરવામાં આવી છે. આગામી ૧૩ જાન્યુઆરીના બુધવારે મુદ્દત પુરી થાય તે પહેલા ગૃહ વિભાગ દ્વારા બે વર્ષ માટે મુદ્દત વધારવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું છે. ગૃહ વિભાગ બે વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવાની મુદત વધારી છોટુનગર કો ઓ હાઉસિંગ સોસાયટી નિરંજની સોસાયટી આશુતોષ સોસાયટી સિંચાઈ નગર સોસાયટી સ્વસ્તિક સોસાયટી આરાધના સોસાયટી દિવ્ય સિદ્ધ સોસાયટી પ્રગતિ સોસાયટી જીવન પ્રભા સોસાયટી અંજની સોસાયટી કૃષ્ણકુંજ સોસાયટી સૌરભ સોસાયટી રેસકોર્સ પાર્ક વસુંધરા સોસાયટી અવંતિકા પાર્ક સોસાયટી જનતા જનાર્દન સોસાયટી શ્રેયસ સોસાયટી નવયુગ સોસાયટી બજરંગ વાડી વિસ્તાર સુભાષનગર ચુડાસમા પ્લોટ રાજ નગર સોસાયટી અલકાપુરી સોસાયટી યોગેશ્વર સોસાયટી ઇન્કમ ટેક્સ સોસાયટી બેંક ઓફ બરોડા સોસાયટી આ પણ વાંચો : પોલીસ પંચાત : આરોપીઓને છોડી પોલીસ કોની રેકીમાં લાગી ? યુનિવર્સિટી દારૂ કેસમાં કોણ ખેલ કરી ગયું ?

Read Full Story arrow_forward
Suratની હવામાં ઝેર, ઠંડી સાથે પ્રદૂષણનો બેવડો પ્રહાર, AQI 279 ને પાર!
calendar_today January 18, 2026

Suratની હવામાં ઝેર, ઠંડી સાથે પ્રદૂષણનો બેવડો પ્રહાર, AQI 279 ને પાર!

સુર શહેરમાં ઠંડીની શરૂઆત સાથે જ હવા પ્રદુષણની ગંભીર સમસ્યા ઉભી થઇ છે. વહેલી સવારે જોવા મળતું ધુમ્મસ હવે માત્ર ભેજ નહીં પરંતુ હાનિકારક કણો ધરાવતું સ્મોગ બની ચૂક્યું છે.તાજેતરના આંકડા મુજબ સુરતનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 279ને પારી કરી ગયો છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નબળી શ્રેણીમા ગણવામાં આવી રહ્યુ છે. શહેરના અલગ અલગ વિસ્તારનો AQI ખટોદરામાં સૌથી વધુ પ્રદુષણ જોવા મળ્યુ છે. જ્યાં AQI 250 સુધી પહોંચ્યો છે કતારગામમાં પણ હવા શુદ્ધ નથી. જ્યાં AQI 209 નોંધાવા પામ્યો છે. પાંડેસરા અને અલથાણમાં પણ હવા શુદ્ધ નથી. પાંડેસરામાં 205 અને અલથાણમાં 200 AQI નોંધાયો છે. સચિનમાં ઔદ્યોગિક વસાહત હોવા છતાં અહીં AQI 199 ની આસપાસ છે, જે હજુ પણ જોખમી સ્તરની નજીક છે. પ્રદૂષણ વધવાના કારણો અને અસરો શિયાળાની ઋતુમાં હવાનું સ્તર નીચે રહેતું હોવાથી વાહનોનો ધુમાડો, બાંધકામની ડસ્ટ અને ઉદ્યોગોના ઉત્સર્જન હવામાં જમા થાય છે. નિષ્ણાતોના મતે, 200 થી ઉપરનો AQI ફેફસાની બીમારી, અસ્થમા અને હૃદયના દર્દીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને વહેલી સવારે વોકિંગ કે કસરત કરવા નીકળતા લોકોએ માસ્કનો ઉપયોગ કરવો હિતાવહ બન્યો છે. નાગરિકો માટે ચેતવણી સુરતની હવામાં સતત વધી રહેલા આ પ્રદૂષણને જોતા આરોગ્ય વિભાગ દ્વારા નાના બાળકો અને વૃદ્ધોને વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું ટાળવા અથવા પૂરતી સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી રહી છે. જો આગામી દિવસોમાં પવનની ગતિ નહીં વધે, તો પ્રદૂષણનું સ્તર હજુ વધુ ખરાબ થવાની ભીતિ છે. આ પણ વાંચોઃ Anand: બોરસદ નગરપાલિકામાં હાજરીકાંડ,રજાના દિવસે પણ ઓન ડ્યુટી બતાવી ચૂકવાયો પગાર

Read Full Story arrow_forward