android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana: દારૂડિયાઓને હવે જેલ નહીં પરંતુ ગામની વચ્ચે જ 'પાંજરા'માં પુરાશે
calendar_today January 16, 2026

Mehsana: દારૂડિયાઓને હવે જેલ નહીં પરંતુ ગામની વચ્ચે જ 'પાંજરા'માં પુરાશે

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનું પાન્છા ગામ હવે વ્યસનમુક્તિ અને વિકાસની નવી રાહ ચીંધી રહ્યું છે.તાજેતરમાં ગામમાં યોજાયેલી રાત્રી ગ્રામસભામાં ગ્રામજનોએ એકમતે દારૂબંધીને લઈને અત્યંત કડક અને અનોખા નિયમો અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. પાન્છા ગામમાં હવે જો કોઈ વ્યક્તિ દારૂ પીને ફરતો પકડાશે, તો તેને સીધો પોલીસને સોંપવાને બદલે ગામની વચ્ચે નવું પાંજરૂ બનાવી પાંજરામાં 12 કલાક સુધી પૂરી રાખવામાં આવશે. અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવશે. આ પાંજરામાં પુરાયેલી વ્યક્તિને આખું ગામ જોઈ શકશે, જે એક પ્રકારનો સામાજિક બહિષ્કાર અને શિખામણ બની રહેશે. ત્યારબાદ જ પંચાયત દ્વારા તેને પોલીસના હવાલે કરવામાં આવશે. ગામના સામાજિક આગેવાન વિનુભાઈ ચૌધરી અને સરપંચ પતિ કપીલભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, અગાઉ ગામના બે થી ત્રણ આશાસ્પદ યુવાનોના દારૂના વ્યસનને કારણે મોત નીપજ્યા હતા. આ ઘટનાઓથી ગામમાં ભારે શોક અને રોષ જોવા મળ્યો હતો. પરિવારો બરબાદ થતા અટકાવવા માટે મહિલાઓ, વડીલો અને યુવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી દારૂબંધી માટે આ કડક કાયદો બનાવ્યો છે. ખાસ વાત એ છે કે, આ પાંજરું બનાવવા માટે ગ્રામજનોએ સ્વૈચ્છિક લોકફળો પણ આપ્યો છે. અમારું લક્ષ્ય પાન્છા ગામને સંપૂર્ણ દારૂમુક્ત અને આદર્શ ગામ બનાવવાનું છે. ગ્રામજનોના સાથ-સહકારથી અમે વ્યસન સામે જંગ છેડયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: શહેરમાં એક મહિનામાં 125 પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાયું: લોકો હજુ પણ નિષ્ક્રિય
calendar_today January 16, 2026

Gandhinagar: શહેરમાં એક મહિનામાં 125 પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાયું: લોકો હજુ પણ નિષ્ક્રિય

ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પેટ ડોગ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યો છે. ગત 15 ડિસેમ્બરથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.ત્યારથી છેલ્લા એક માસ દરમિયાનમાં 125 ડોગના રજિસ્ટ્રેશન થવા પામ્યા છે. હજુ બે મહિનાનો સમયગાળો છે. શ્વાનને ઘરમાં રાખવું હશે તો તેનું કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેમાં કોઈ છૂટકારો નથી. હાલમાં ગાંધીનગરમાં શ્વાનની રજિસ્ટ્રેશન ફી રૂ. 300 રાખવામાં આવી છે. અમદાવાદમાં પણ શરૂમાં રજિસ્ટ્રેશ; ફી ઓછી રખાઈ હતી. પરંતુ લોકોએ અમદાવાદના આ નિર્ણયને હળવાશમાં લીધું અને રજિસ્ટ્રેશનનો આંકડો ખૂબ જ ઓછો શરૂ-શરૂમાં રહ્યો હતો. પરંતુ તે પછી અમદાવાદ કોર્પોરેશન દ્વારા રજિસ્ટ્રેશન ફી 200 રૂપિયાથી વધારીને સીધી બે હજાર કરી દેવામાં આવી. રજિસ્ટ્રેશન કર્યા વગર ઘરમાં શ્વાન રાખી નહી શકાય, એ ગુનો બની શકે છે. શહેરમાં હાલમાં 125 જેટલા પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. 15 ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્રણ મહિનાની મુદત આપવામાં આવી છે. જેમાં હજુ 60 દિવસ બાકી છે. ગાંધીનગરમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવવામાં જાણે કે કોઈને રસ નથી તેવું લાગે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: સેક્ટર-6માં ભાડાના મકાનમાં ચાલતી પોસ્ટ ઓફિસથી પરેશાની
calendar_today January 16, 2026

Gandhinagar: સેક્ટર-6માં ભાડાના મકાનમાં ચાલતી પોસ્ટ ઓફિસથી પરેશાની

સેક્ટર-6માં આવેલી પોસ્ટ ઓફિસ પાસે પોતાની જગ્યા હોવા છતાં લાંબા સમયથી ભાડાના મકાનમાં પોસ્ટ ઓફિસ ચાલી રહી છે.પહેલાં સરકારી આવાસમાં પોસ્ટ ઓફિસ ચાલતી હતી. જોકે જર્જરિત આવાસ તોડી પાડવામાં આવતા પોસ્ટ ઓફિસ ભાડાના મકાનમાં ખસેડાઈ હતી. સેક્ટર-6માં પોસ્ટ ઓફિસ માટે પ્લોટ રિઝર્વ રાખવામાં આવેલો છે, ત્યારે અહીં વહેલી તકે પોસ્ટ ઓફિસની નવી બિલ્ડિંગ બનાવવા માટે માંગણી ઊઠી છે. પોસ્ટ ઓફિસ વર્ષોથી સેક્ટર-6ના સરકારી આવાસમાં કાર્યરત હતી. જોકે જર્જરિત આવાસો તોડી પાડવામાં આવતા પોસ્ટ ઓફિસ ખસેડવાની ફરજ પડી હતી. હાલ પોસ્ટ ઓફિસ સેક્ટર-6માં જ ખાનગી મકાનમાં ભાડેથી ચાલી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward