android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: નારોલ પાસે પીકઅપ વાહનો અને રિક્ષાચાલકોનો અડિંગો; હાઈકોર્ટની ટકોર છતાં તંત્ર ઘોર નિદ્રામાં
calendar_today January 16, 2026

Ahmedabad: નારોલ પાસે પીકઅપ વાહનો અને રિક્ષાચાલકોનો અડિંગો; હાઈકોર્ટની ટકોર છતાં તંત્ર ઘોર નિદ્રામાં

ગુજરાત હાઈકોર્ટ દ્વારા શહેરના ટ્રાફ્કિ અને દબાણો મુદ્દે અવારનવાર ફ્ટિકાર લગાવવામાં આવતો હોવા છતાં અમદાવાદનું નારોલ સર્કલ જાણે નિયમોથી પર હોય તેમ લાગી રહ્યું છે.નારોલ સર્કલ પાસે આવેલા AMTS બસ સ્ટેન્ડ અને એસ.ટી. બસ સ્ટેશન પાસે ખાનગી પિકઅપ વાહનો અને રિક્ષાચાલકોએ અડિંગો જમાવ્યો છે, જેના કારણે મુસાફ્રો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સાથે જ આશ્ચર્યની વાત એ છે કે જ્યાં દબાણોનો રાફ્ડો ફટયો છે ત્યાંથી માત્ર 50 થી 100 મીટરના અંતરે જ નારોલ ટ્રાફ્કિ પોલીસ સ્ટેશન આવેલું છે. છતાં, ટ્રાફ્કિ પોલીસના અધિકારીઓ કે જવાનોને આ ગેરકાયદે પાર્કિંગ અને જમાવડો દેખાતો નથી. લો-ગાર્ડન કે ગીતામંદિર જેવા વિસ્તારોમાં ટ્રાફ્કિ પોલીસ વાહનોને લોક કરીને દંડ વસૂલવાની કડક કામગીરી કરે છે, તો નારોલ સર્કલ પાસે આ જ પોલીસ કેમ લાચાર દેખાય છે? તે એક મોટો પ્રશ્ન છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સવારથી સાંજ સુધી નારોલ સર્કલ પર ટ્રાફ્કિનું ભારણ સૌથી વધુ હોય છે. આ સમયે ટ્રાફ્કિનું નિયમન કરવાને બદલે પોલીસ જવાનો ક્યાંક 'સંતાઈ' જતા હોય તેમ જણાય છે. જ્યારે ટ્રાફ્કિ જામ વિકરાળ સ્વરૂપ ધારણ કરેછે, ત્યારે જ પોલીસ જવાનો માત્ર દેખાડો કરવા હાજર થાય છે. શું નારોલ ટ્રાફ્કિ પોલીસ આ દબાણ કરનારાઓ સામે જાણી જોઈને આંખ આડા કાન કરી રહી છે? કે પછી આ અવ્યવસ્થા પાછળ કોઈ છુટો દોર આપવામાં આવ્યો છે? આ પ્રકારનો પ્રશ્નો સ્થાનિકોમાં ઉદ્ભવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ઓઢવમાં જર્જરિત ફાયર સ્ટેશનનું ડિમોલિશન પૂર્ણ રૂ.18 કરોડના ખર્ચે હાઈટેક બ્લિડિંગનું નિર્માણ થશે
calendar_today January 16, 2026

Ahmedabad: ઓઢવમાં જર્જરિત ફાયર સ્ટેશનનું ડિમોલિશન પૂર્ણ રૂ.18 કરોડના ખર્ચે હાઈટેક બ્લિડિંગનું નિર્માણ થશે

 શહેરના પૂર્વ વિસ્તારમાં સુરક્ષા અને વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવાના આયોજન સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઓઢવ ખાતે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.વર્ષો જૂના અને જર્જરિત થઈ ગયેલા ઓઢવ ફાયર સ્ટેશન તેમજ સ્ટાફ્ ક્વાર્ટર્સના ડિમોલિશનની કામગીરી હાલમાં પૂર્ણ કરવામાં આવી છે. આ ખાલી થયેલી જગ્યા પર આગામી સમયમાં રૂ.18 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. ઓઢવના આશરે 5,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી આ જગ્યામાં નવેસરથી તમામ કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર ફાયર સ્ટેશન જ નહીં, પરંતુ ફાયર બ્રિગેડના કર્મચારીઓ માટે આધુનિક સ્ટાફ્ ક્વાર્ટર્સ અને એક અદ્યતન વોર્ડ ઓફ્સિનું પણ નિર્માણ કરવાનું આયોજન છે. આ રીડેવલપમેન્ટ માટેની જવાબદારી જે-તે એજન્સીને સોંપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ ભૂમિપૂજન બાદ બાંધકામ શરૂ કરાશે. જર્જરિત ઈમારતો દૂર થવાથી હવે આ વિસ્તારમાં નવું અને સુરક્ષિત માળખું ઊભું થશે, જે આગામી દાયકાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે. નવી બનનારી વોર્ડ ઓફ્સિ અને ફાયર સ્ટેશનમાં સુરક્ષા અને પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે દરેક ફ્લોર પર અત્યાધુનિક ફાયર સેફ્ટી સિસ્ટમ અને સમગ્ર બિલ્ડિંગમાં ઝ્રઝ્ર્ફ સર્વેલન્સ ગોઠવવામાં આવશે.પાણીની સમસ્યા ન સર્જાય તે માટે વિશાળ અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક અને વરસાદીપાણીના સંગ્રહ માટે પરકોલેશન વેલ (રિચાજીંગ વેલ) બનાવવામાં આવશે. નવી વોર્ડ ઓફ્સિ બનવાથી સ્થાનિક રહીશોને વહીવટી કામકાજમાં મોટી રાહત મળશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: દાણીલીમડામાં 3 દિવસથી ડહોળાયેલું પાણી મળતા 10 હજારથી વધુ લોકો ત્રાહિમામ્
calendar_today January 16, 2026

Ahmedabad: દાણીલીમડામાં 3 દિવસથી ડહોળાયેલું પાણી મળતા 10 હજારથી વધુ લોકો ત્રાહિમામ્

સ્માર્ટ સિટી અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દાણીલીમડા ગામ અને તેની આસપાસની સોસાયટીઓમાં છેલ્લા આઠ-દસ મહિનાથી પૂરતા પ્રેશરથી પાણી ન આવવાને કારણે અને જે આવે છે તે અત્યંત ગંદુ અને ડહોળાયેલું હોવાને કારણે સ્થાનિકોમાં બિમાર પડવાનો ડર રહેલો છે. દાણીલીમડાની લક્ષ્મીકુંજ સોસાયટી, જનકપુરી, અંબાલાલ પાર્ક, મંગલ વિકાસ, પસાભાઈની ચાલી અને શિવમ એપાર્ટમેન્ટ જેવા વિસ્તારોમાં અંદાજે 12 થી 15 હજાર લોકો પાણીની આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ અંગે જ્યારે સ્થાનિકોએ અધિકારીને રજુઆત કરી તો જણાવ્યુ કે, પહેલાનું બધું ભૂલી જવાનું, હવે આવું જ પાણી આવશે અને પ્રેશર વધશે નહીં. આ અંગે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતાં સ્થાનિકોમાં રોષ ભભૂકી રહ્યો છે.આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ સવારે 6 થી 8 વાગ્યા સુધી નિયમિત પાણી આવતું હતું, પરંતુ હવે માત્ર અડધો કલાક જ પાણી આવે છે. તેમાં પણ પ્રેશર એટલું ઓછું હોય છે કે એક ડોલ ભરતા કલાકો નીકળી જાય છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તો સ્થિતિ વધુ વણસી છે. નળમાં ગટર જેવું ગંધાતું અને ડોહળાયેલું પાણી આવતા લોકો તે પીવા માટે મજબૂર બન્યા છે. આ દૂષિત પાણીને કારણે ટાઈફોઈડ અને કોલેરા જેવા રોગો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોએ મજબૂરીમાં પીવાના પાણીના કેન અને બોટલો બહારથી ખરીદવી પડે છે, જેનાથી તેમના પર આર્થિક બોજ વધી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward