android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India: ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી મળી, આ સોદો 2016ના સોદા કરતાં પણ સસ્તો હશે!
calendar_today January 16, 2026

India: ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી મળી, આ સોદો 2016ના સોદા કરતાં પણ સસ્તો હશે!

ભારતની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવાના એક મહત્વપૂર્ણ પગલામાં, ભારતીય સંરક્ષણ સંપાદન બોર્ડે ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપી છે. આ પ્રસ્તાવ હવે અંતિમ નિર્ણય લેતા પહેલા મંજૂરી માટે સંરક્ષણ સંપાદન પરિષદ અને સુરક્ષા પરની કેબિનેટ સમિતિ પાસે જશે. જ્યારે કોઈ અધિકારી રેકોર્ડ પર વાત કરવા તૈયાર નથી, સૂત્રો પુષ્ટિ કરે છે કે આ સમાચાર સાચા છે.રાફેલ ખરીદી માટે સોર્સ કોડનું ટ્રાન્સફર એક પૂર્વશરતસંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભવિષ્યના કોઈપણ સોદા માટે રાફેલ વિમાન માટે સોર્સ કોડનું ટ્રાન્સફર ફરજિયાત શરત રહેશે. સૂત્રો જણાવે છે કે રડાર, ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ અને શસ્ત્રોનું એકીકરણ ભારતીય ઇજનેરો દ્વારા જ કરવામાં આવશે, જેમાં ફ્રેન્ચ સહાયની જરૂર રહેશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોર્સ કોડની ઍક્સેસ આવશ્યક છે કારણ કે તે ભારતને મૂળ ઉત્પાદક પર આધાર રાખ્યા વિના વિમાનમાં પોતાના શસ્ત્રો, સેન્સર, સુરક્ષિત ડેટા લિંક્સ અને મિશન સોફ્ટવેરને એકીકૃત કરવાની મંજૂરી આપશે.રાફેલ જેટ 2016ના સોદા કરતા સસ્તા હશે સૂત્રો એમ પણ કહે છે કે આ વખતે દરેક રાફેલ જેટની કિંમત 2016ના સોદા કરતા ઘણી ઓછી હોવાની અપેક્ષા છે. તે તુર્કી, જર્મની અને ઇટાલી જેવા દેશો દ્વારા ખરીદાયેલા ફાઇટર જેટ કરતા પણ સસ્તી હશે.તાજેતરના વર્ષોમાં, જર્મની, તુર્કી અને ઇટાલીએ યુરોફાઇટર ટાયફૂન ફાઇટર જેટ ખરીદ્યા છે. તુર્કીએ આશરે 7 અબજ યુરોમાં 20 યુરોફાઇટર જેટ ખરીદ્યા હતા, જ્યારે જર્મનીએ 3.75 અબજ યુરોમાં 20 ખરીદ્યા હતા. ઇટાલીએ પણ 7.5 અબજ યુરોમાં 20 યુરોફાઇટર જેટ ખરીદ્યા હતા.સૂત્રો અનુસાર, યુરોફાઇટર જેટની સરેરાશ કિંમત 120 થી 150 મિલિયન યુરો છે. શસ્ત્રો અને અન્ય સાધનો ઉમેરવાથી પ્રતિ વિમાન ખર્ચ આશરે 250 મિલિયન યુરો સુધી વધી જાય છે.પીએમ મોદીની મેક્રોન સાથેની મુલાકાત સોદો પાર પાડી શકે રાફેલ સોદો શરૂઆતમાં $18 અબજ ડોલરનો અંદાજ હતો, પરંતુ હવે તે વધીને $35.84 અબજ ડોલર થવાની ધારણા છે. ભારત અને ફ્રાન્સ ફેબ્રુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે આયોજિત બેઠક દરમિયાન આ સોદાને અંતિમ સ્વરૂપ આપવાની આશા રાખે છે. ઓપરેશન સિંદૂરમાં ઉત્તમ પ્રદર્શન 114 ફાઇટર જેટ માટે આ સોદામાં રાફેલ જેટ પસંદ કરવાનું મુખ્ય કારણ ઓપરેશન સિંદૂર દરમિયાન તેનું ઉત્તમ પ્રદર્શન હતું. આ મિશન દરમિયાન, રાફેલે પાકિસ્તાનને શરણાગતિ સ્વીકારવા માટે મજબૂર કર્યું. બીજું મુખ્ય કારણ એ હતું કે વાયુસેના પહેલાથી જ 36 રાફેલ ફાઇટર જેટ ઉડાવે છે, જ્યારે નૌકાદળે પણ 36 રાફેલ મેરીટાઇમ વર્ઝનનો ઓર્ડર આપ્યો છે.આ પણ વાંચો: પ્રેમસંબંધ મુદ્દે થયેલી મારામારીમાં 60 વર્ષીય વૃદ્ધની હત્યા, પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓને દબોચ્યા

Read Full Story arrow_forward
Ahmedabad News: EDII, GCCI અને નાબાર્ડના સહયોગથી ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક બજાર સાથે જોડવાનો નવતર પ્રયાસ
calendar_today January 16, 2026

Ahmedabad News: EDII, GCCI અને નાબાર્ડના સહયોગથી ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક બજાર સાથે જોડવાનો નવતર પ્રયાસ

અમદાવાદમાં સાબરમતીના તટે ભારતીય હસ્તકલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાયો છે. એન્ટ્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ની બિઝનેસ વુમન કમિટી દ્વારા નાબાર્ડના સહયોગથી 'ગ્રામીણ ભારત મહોત્સવ – રંગ સુતા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ચાર દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન 16 થી 19 જાન્યુઆરી, 2026 દરમિયાન અમદાવાદના રાજપથ ક્લબ ખાતે યોજાયેલ આ ચાર દિવસીય પ્રદર્શનનો મુખ્ય હેતુ જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ધરાવતી પ્રોડક્ટ્સ માટે બજારની પહોંચ વધારવાનો અને ગ્રામીણ કારીગરોની આજીવિકાને મજબૂત બનાવવાનો છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન નાબાર્ડના ચીફ જનરલ મેનેજર બી. કે. સિંઘલ અને EDII ના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાના હસ્તે કરવામાં આવ્યું હતું. 56 સ્ટોલ્સમાં કારીગરોએ પ્રદર્શિત કરી અજોડ કળાઓઆ પ્રદર્શનમાં ભારતના 11 વિવિધ રાજ્યોના કારીગરો દ્વારા 56 સ્ટોલ્સમાં પોતાની અજોડ કળાઓ પ્રદર્શિત કરવામાં આવી છે. અહીં મુલાકાતીઓને પાટણના પટોળા, કચ્છની પ્રખ્યાત રોગન આર્ટ, બનારસના બ્રોકેડ્સ, લખનૌનું બારીક ચિકનકામ અને કાશ્મીરી કેસર જેવા 724 નોંધાયેલ GI ઉત્પાદનોમાંથી પસંદગીના શ્રેષ્ઠ નમૂનાઓ જોવા મળી રહ્યા છે. આ મહોત્સવ માત્ર વેચાણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) સંવાદ માટે એક મહત્વનું પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે, જેના દ્વારા કારીગરો આધુનિક બજારની માંગને સમજી શકે અને મોટા વેપારીઓ સાથે નેટવર્કિંગ કરી શકે. ગુજરાત પાસે છે 27 GI ટેગ ધરાવતા ઉત્પાદનો બી. કે. સિંઘલે આ પ્રસંગે જણાવ્યું હતું કે GI પ્રોડક્ટ્સમાં પરંપરાગત કૌશલ્યોને ટકાઉ આજીવિકામાં રૂપાંતરિત કરવાની ક્ષમતા છે, જ્યારે ડો. સુનિલ શુક્લાએ ભારપૂર્વક કહ્યું હતું કે આ પ્રદર્શન 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાત પાસે હાલમાં 27 જેટલા GI ટેગ ધરાવતા ઉત્પાદનો છે. આ પ્રકારના આયોજનોથી પ્રાદેશિક અસ્મિતા જળવાય છે અને હજારો ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને યોગ્ય વળતર અને માન્યતા મળે છે. આમ, 'રંગ સુતા' મહોત્સવ એ ભારતના સમૃદ્ધ વારસાને આધુનિક આર્થિક તક સાથે જોડતું એક સશક્ત માધ્યમ બની રહ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News : રાજ્યમાં ફેબ્રુઆરી 2027થી બે તબક્કામાં વસતી ગણતરી શરૂ થશે
calendar_today January 16, 2026

Gandhinagar News : રાજ્યમાં ફેબ્રુઆરી 2027થી બે તબક્કામાં વસતી ગણતરી શરૂ થશે

રાજ્યમાં વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે. વસતી ગણતરી નિયામક દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. સ્ટાફ, તાલીમ, સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દા અંગે વિસ્તૃત પરિપત્ર જાહેર કરાયો છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ઘરયાદી તૈયાર થશે. ફેબ્રુઆરી 2027થી વસતી ગણતરી શરૂ થશે.વસતી ગણતરી માટે કર્મચારીઓ પોતાનો મોબાઇલ વાપરશે.કર્મચારીઓને એક નિશ્ચિત માનદ વેતન ચૂકવાશે ફેબ્રુઆરી 2027થી વસતી ગણતરી શરૂ કરાશે ગુજરાતમાં વસતી ગણતરીને લઇને નિયમો અને વિગતો સામે આવી છે. રાજ્યમાં બે તબક્કામાં વસતી ગણતરી કરવામાં આવશે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ઘર યાદી અને મકાન યાદી તૈયાર કરાશે. ફેબ્રુઆરી 2027થી વસતી ગણતરી શરૂ કરવામાં આવશે. વસતી ગણતરી કરનારા કર્મચારીઓ કામગીરી માટે પોતાનો જ મોબાઈલ વાપરશે. તબક્કાવાર નિશ્ચિત માનદ વેતન ચકવવામાં આવશે કર્મચારીઓ અને અધિકારીઓેને તબક્કાવાર નિશ્ચિત માનદ વેતન ચકવવામાં આવશે. રાજ્ય વસ્તિ ગણતરી નિયામક દ્વારા વસ્તી ગણતરી માટે સ્ટાફ, તાલીમ અને જરૂરી સ્ટાઈપેન્ડ સહિતના મુદ્દા અંગે વિસ્તૃત પરિપત્ર જાહેર કરાયો છે.વસતીગણતરી કરનારા કર્મચારીઓેને તાલીમ આપવામાં આવશે, આ ઉપરાંત ટેકનિકલ સહાય પણ પૂરી પાડવામાં આવશે. આ પણ વાંચોઃ Surat News: છૂટાછેડા પછી બાપા પૈસા ગણવા બેસે એ શરમજનક, સાંસદ રૂપાલાએ સમાજનું બંધારણ ઘડવા ભાર ભૂક્યો

Read Full Story arrow_forward