android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraમાં ફરીથી નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત, ઓટોરિક્ષાને પાછળથી ટક્કર, 18 વર્ષીય કોલેજીયન વિદ્યાર્થીની ધરપકડ
calendar_today January 16, 2026

Vadodaraમાં ફરીથી નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત, ઓટોરિક્ષાને પાછળથી ટક્કર, 18 વર્ષીય કોલેજીયન વિદ્યાર્થીની ધરપકડ

વડોદરા શહેરમાં ફરી એકવાર નશાની હાલતમાં કાર ચલાવીને અકસ્માત થવાનો બનાવ બહાર આવ્યો છે. નશામાં ધૂત કારચાલકે બેફામ ઝડપે કાર ચલાવી રિક્ષા ટક્કર મારી ગોત્રી રોડ પર આવેલી ગોત્રી હોસ્પિટલ પાસે આજે નશામાં ધૂત કારચાલકે બેફામ ઝડપે કાર ચલાવી એક ઓટોરિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કાર પલટી ખાઈ ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. ઓટોરિક્ષા ચાલક ઈજાગ્રસ્ત અકસ્માતમાં ઓટોરિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કારચાલક નશાની હાલતમાં મળ્યો ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસ સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન કાર ડિવાઈડર સાથે અથડાયેલી હાલતમાં મળી આવી હતી અને કારચાલક ઈશાંત  નશાની હાલતમાં હોવાનું જોવા મળ્યું હતું ગોત્રી પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે આરોપી નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો, જેના કારણે ગોત્રી પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આરોપી સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ શરુ ગોત્રી પોલીસે જણાવ્યું હતું કે, પ્રોહિબિશનનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નશાની હાલતમાં બેફામ વાહન ચલાવવાના બનાવો વધતા જઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં નશાની હાલતમાં બેફામ વાહન ચલાવવાના બનાવો વધતા જઈ રહ્યા છે, જેના કારણે અવારનવાર નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. પોલીસ દ્વારા આવા બનાવો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે. આ પણ વાંચો-----     Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward
Ahmedabad News: AMC સંચાલિત VS હોસ્પિટલના રીનોવેશન માટે હાઈકોર્ટે મંજૂરી આપી
calendar_today January 16, 2026

Ahmedabad News: AMC સંચાલિત VS હોસ્પિટલના રીનોવેશન માટે હાઈકોર્ટે મંજૂરી આપી

અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત વાડીલાલ સારાભાઈ એટલે કે વીએસ હોસ્પિટલના રીનોવેશન પર રોક લગાવવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણીમાં કોર્ટે હોસ્પિટલના રીનોવેશન માટે એએમસીને પરવાનગી આપી છે. જેથી હવે હોસ્પિટલમાં જ્યાં રિનોવેશન થવાનું છે તે જગ્યાઓ પર સુવિધાઓમાં ફેરફાર કરવામાં આવશે. હોસ્પિટલમાં હાલમાં 500 બેડની વ્યવસ્થા છે હોસ્પિટલના રીનોવેશન અંગેની સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હાઈકોર્ટમાં જણાવાયું હતું કે, હોસ્પિટલમાં હાલમાં 500 બેડની વ્યવસ્થા છે તેને ચાલુ રાખવામાં આવશે અને તેને તોડવાની કામગીરી કરાશે નહીં. હોસ્પિટલમાં વોર્ડ નંબર 1થી 6ની હાલત જર્જરિત હોવાથી તેટલા ભાગને રીનોવેટ કરવાની જરૂર છે. કોર્ટે રીનોવેશન માટે મંજૂરી આપી હતી સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, હોસ્પિટલનો કેટલોક ભાગ જર્જરિત હોવાથી તેને તોડવાની જરૂર છે. આ કામગીરી દરમિયાન હોસ્પિટલમાં 230 બેડ કાર્યરત રહેશે. જ્યારે રીનોવેશનનું કામ પૂર્ણ થશે ત્યારે 500 બેડની સુવિધા ઉપલબ્ધ કરાશે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું હતું કે, અમદાવાદ મહાનગર પાલિકાએ અગાઉના હુકમમાં ફેરફાર કરવા માગ કરી છે. ત્યારબાદ કોર્ટે રીનોવેશન માટે મંજૂરી આપી હતી. આ પણ વાંચોઃ Ahmedabad News: ડોક્ટર દુબઈ ફરવા ગયા અને તસ્કરોએ ઘરમાં 1.47 કરોડનો હાથ ફેરો કર્યો

Read Full Story arrow_forward
Vadodara હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત, બાળકી સહિત બેના મોત, ઈકો કાર અને બાઈકની ટક્કર
calendar_today January 16, 2026

Vadodara હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત, બાળકી સહિત બેના મોત, ઈકો કાર અને બાઈકની ટક્કર

વડોદરા–હાલોલ રોડ પર રેલીસ હોટલ નજીક ઈકો કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં એક બાળકી સહિત બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈકો કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર મળતી માહિતી મુજબ, ઈકો કારમાં બેઠેલો પરિવાર હાલોલ તરફથી વડોદરા જઈ રહ્યો હતો કારમાં માતા, પિતા અને તેમની પુત્રી મુસાફરી કરી રહ્યા હતા. રેલીસ હોટલ નજીક રોડ ક્રોસ કરતી વખતે અચાનક ઈકો કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. કારમાં સવાર દિકરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર દિકરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને માતા અને પિતાને સામાન્ય ઈજાઓ થતાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાઇક સવારનું મોત બીજી તરફ, બાઈક પર સવાર પરિવારમાંથી બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાઈક પાછળ બેઠેલા તેના બે સંતાનોને પણ અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી. બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસે તપાસ શરુ કરી જરોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો-------    Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward