android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nadiadમાં રખડતા ઢોરોનો ત્રાસ, શહેરીજનોમાં રોષ, પાલિકા ટીમ પર આક્ષેપો
calendar_today January 16, 2026

Nadiadમાં રખડતા ઢોરોનો ત્રાસ, શહેરીજનોમાં રોષ, પાલિકા ટીમ પર આક્ષેપો

નડિયાદ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. શહેરીજનો કહે છે કે રસ્તાઓ પર કાયદાનું નહીં, પરંતુ ઢોરોનું શાસન જોવા મળ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગાઉ ઢોર પોલિસીની કડક અમલની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત રહેતાં શહેરીજનોને હવે ભારે ત્રાસ ભોગવવો પડે છે.ઢોરો ભરપૂર ઝડપે દોડ્યા તાજેતરમાં શહેરના ભારચક સોશિયલ ક્લબ રોડથી સરદાર ભવન થઈને મીલ રોડ સર્કલ સુધીના વિસ્તારમાં ઢોરો ભરપૂર ઝડપે દોડ્યા હતા. આ ભયાવહ દ્રશ્યોમાં વાહનચાલકો અને રાહદારીઓમાં ફફડાટ મચી ગયો. લોકોએ જીવ બચાવવા માટે રસ્તા પરથી દોડવું પડ્યું. મીલ રોડ પર થોડી ક્ષણો માટે અફરા-તફરીનું વાતાવરણ સર્જાયું. શહેરીજનોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ શહેરીજનોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઢોર પકડવાની કામગીરી માટે બનેલી પાલિકા ટીમ પર આરોપો લગાવવામાં આવ્યા છે કે તેઓ ઢોર માલિકો સાથે ગાઢ સંબંધોમાં હોવાથી કામગીરી ખરો અસરકારક નથી.રખડતા ઢોરોનો ત્રાસ દિવસાંતરે વધતો જાય છે. આ પણ વાંચો-----     Vadodaraના વિકાસ માટે પાલિકાએ લોકો પાસેથી સૂચનો મંગાવ્યા, 2026–27ના બજેટ માટે અભિપ્રાય આપવા અપીલ

Read Full Story arrow_forward
Gujarat Budget 2026 : ગુજરાત બજેટ સત્રને લઇ મોટા સમાચાર
calendar_today January 16, 2026

Gujarat Budget 2026 : ગુજરાત બજેટ સત્રને લઇ મોટા સમાચાર

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પંદરમી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર તા.૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મળવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ સત્રની રૂપરેખા અને કામકાજ અંગેની મહત્વની વિગતો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવી છે. સત્રનુ મુખ્ય કામકાજ સત્રના પ્રથમ દિવસે ૧૬મી ફેબ્રુઆરીએ રાજ્યપાલ ગૃહને સંબોધિત કરશે.નાણામંત્રી દ્વારા તા.૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે.અંદાજપત્રની સાથે વર્ષ ૨૦૧૧-૧૨, ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬ અને ૨૦૧૮-૧૯ ના વધારાના ખર્ચના પત્રકો તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ ના પૂરક પત્રકો પણ રજૂ કરવામાં આવશે.આ સત્ર તા.૧૬/૦૨/૨૦૨૬ થી તા.૨૫/૦૩/૨૦૨૬ સુધી કામકાજના કુલ ૨૩ દિવસ ચાલશે.જેમાં કુલ ૨૬ બેઠકો યોજાશે. રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે ૩ બેઠકો યોજાશે.સરકારી કામકાજ અને વિધેયકો માટે ૪ બેઠકો યોજાશે.નાણાકીય કામકાજ માટે કુલ ૧૮ બેઠકો રહેશે જેમાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા માટે 4 બેઠકો,વિભાગવાર માંગણીઓ ઉપર ચર્ચા અને મતદાન માટે ૧૨ બેઠકો અને પૂરક માંગણી પર ચર્ચા અને મતદાન માટે ૨ બેઠકો રહેશે.૬ બેઠકમાં બિનસરકારી કામકાજ નિયમો મુજબ હાથ ધરવામાં આવશે. સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોનું કામકાજ આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોનું કામકાજ હાથ ધરવામાં આવશે. જેના માટે અધ્યક્ષ દ્વારા મંત્રીઓના પાંચ જૂથોની રચના કરવામાં આવી છે અને તારાંકિત પ્રશ્નોની સૂચના માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.સભ્યોની સુવિધા માટે પ્રશ્નોની સૂચના ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બંને માધ્યમથી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.સત્રની શરૂઆત પહેલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પ્રમુખપદે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવશે. જેમાં સત્ર દરમિયાન હાથ ધરવાના કામકાજની વિગતવાર ચર્ચા કરી તેની ભલામણો અનુસાર સભાગૃહમાં કામકાજ હાથ ધરવામાં આવશે.

Read Full Story arrow_forward
NDA ની જીત પર PM MODI એ કહ્યું, વિકાસનું વિઝન લોકોના દિલને સ્પર્શી ગયું
calendar_today January 16, 2026

NDA ની જીત પર PM MODI એ કહ્યું, વિકાસનું વિઝન લોકોના દિલને સ્પર્શી ગયું

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકીય પરિદૃશ્યને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળના NDA/મહાયુતિ ગઠબંધને 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી 25 જીતીને સ્પષ્ટ કર્યું છે કે જનતાનો વિશ્વાસ વિકાસ અને સુશાસન પર છે. આ ઐતિહાસિક વિજય પર પ્રતિક્રિયા આપતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "વિકાસ માટેનું વિઝન અને સરકારના અનુભવે લોકોના હૃદયને સ્પર્શી લીધું છે."મરાઠી સોશિયલ મીડિયા પોસ્ટમાં મહારાષ્ટ્રના લોકોનો આભાર વ્યક્ત કર્યો પીએમ મોદીએ મરાઠી સોશિયલ મીડિયા પોસ્ટમાં મહારાષ્ટ્રના લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આ જનાદેશ NDAના જન કલ્યાણ અને સુશાસનના એજન્ડાને જાહેર સમર્થન આપે છે. તેમણે તેને મહારાષ્ટ્રની ભવ્ય સંસ્કૃતિ અને પ્રગતિ માટેની આકાંક્ષાઓનો ઉજવણી તરીકે વર્ણવ્યો. પીએમના મતે, મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે મહારાષ્ટ્ર અને NDA વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે.  મુખ્ય શહેરી સંસ્થાઓમાં મહાયુતિની જીત મુંબઈ, પુણે, નાગપુર, નાસિક, પિંપરી-ચિંચવડ અને છત્રપતિ સંભાજીનગર જેવી મુખ્ય શહેરી સંસ્થાઓમાં મહાયુતિની જીતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૌથી મહત્વપૂર્ણ સ્પર્ધા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) માટે હતી, જ્યાં દાયકાઓ પછી સત્તાનું સંતુલન બદલાતું દેખાયું. મહાયુતિએ BMCમાં પણ મજબૂત સ્થાન મેળવ્યું, જેનું બજેટ 74,000 કરોડથી વધુ છે.  દેવેન્દ્ર ફડણવીસે આ જીતને રેકોર્ડબ્રેક જનાદેશ ગણાવ્યો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ જીતને રેકોર્ડબ્રેક જનાદેશ ગણાવતા કહ્યું કે જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ વિકાસ, પ્રામાણિકતા અને મજબૂત નેતૃત્વ ઇચ્છે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના વિકાસ એજન્ડાને જનતા સુધી પહોંચાડવામાં આવ્યો હતો, અને લોકોએ તેને સંપૂર્ણ વિશ્વાસ સાથે સ્વીકાર્યો હતો. આ પણ વાંચો----   BMC Election Result 2026: "વિકાસને મત, ભાવનાત્મક રાજકારણને બાજુ પર! : એકનાથ શિંદે

Read Full Story arrow_forward