android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: છૂટાછેડા પછી બાપા પૈસા ગણવા બેસે એ શરમજનક, સાંસદ રૂપાલાએ સમાજનું બંધારણ ઘડવા ભાર ભૂક્યો
calendar_today January 16, 2026

Surat News: છૂટાછેડા પછી બાપા પૈસા ગણવા બેસે એ શરમજનક, સાંસદ રૂપાલાએ સમાજનું બંધારણ ઘડવા ભાર ભૂક્યો

ગુજરાતમાં તાજેતરમાં જ ઠાકોર સમાજ દ્વારા બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. સમાજના આ બંધારણમાં અનેક પ્રકારના કુરિવાજોનો અંત લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ રબારી સમાજ દ્વારા પણ સમાજમાં ચાલી રહેલા કુરિવાજો બંધ કરવા નિર્ણય લેવાયો હતો અને આગામી સમયમાં સમાજના સંમેલનમાં બંધારણ ઘડવા તૈયારી દર્શાવાઈ હતી. ત્યારે હવે પાટીદાર સમાજને બંધારણ ઘડવા માટે સાંસદ રૂપાલાએ આકરી ટકોર કરી છે. આપણે તો હજી વિચારણા પણ શરૂ નથી કરી રાજકોટના ભાજપના સાંસદ પુરૂષોત્તમ રૂપાલાએ કડવી વાસ્તવિકતા વર્ણવી બંધારણ ઘડવા પર ભાર મુક્યો હતો. તેમણે સુરતમાં યોજાયેલા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના સંમેલનમાં સમાજના આગેવાનોને આકરી ટકોર કરી હતી. રૂપાલાએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, આપણે ભવનો બનાવવાના છે અને સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાનું છે. તેમણે સમાજને સવાલ કર્યો હતો કે આપણે કોઈ નિયમો રાખ્યા છે આપણું કોઈ બંધારણ છે? આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે ચાલવું છે? આપણે ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કારણ કે અન્ય સમાજો આપણા કરતાં આગળ થઈ ગયાં છે. પાંચ પચીસ વર્ષ પહેલા એવું હતું કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજા સમાજ એને ફોલો કરતાં. આજે બીજા સમાજે નિર્ણય કરી નાંખ્યા પણ આપણે તો હજી વિચારણા પણ શરૂ નથી કરી. આપણા વ્યવહારો અનેક ગણા વધી ગયાં છે તેમણે કહ્યું હતું કે, એક સમાજે તો એવો નિર્ણય કર્યો કે સોનાના દાગીના આપવાના જ નહીં. ઘણા સમાજની અંદર સમૂહ લગ્નના નિર્ણય થઈ ગયાં છે. માત્ર લગ્ન પૂરતાં જ નહીં પણ આપણા વ્યવહારો અનેક ગણા વધી ગયાં છે. એમાં જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો છે એ સામાજિક સગવડ વધારશે પણ જે સામાજિક પોત આપણું હતું તે ઘસાતુ જાય છે. મારા મતે છૂટાછેડા મહત્વની બાબત નથી પણ છુટા છેડા બાદ બાપા પૈસા ગણવા બેસે છે તે આપણા માટે શરમજનક બાબત છે. આપણા સમાજની અંદર દીકરીના પૈસાની લેતી દેતીનો સમય આવે? તમે માંની સામે એમ બોલો કે અમે માંના ઉપાસકો છીએ.એટલે માં મંદિર વાળી છે એમ નહીં માં ઘરવાળીએ છે. ઘરની અંદર જે બેઠી છેને એને રાજી રાખવાની આવશ્યકતા છે. આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બન્યું

Read Full Story arrow_forward
Dwarka: સુદામા સેતુનું નસીબ ચમક્યું, 14.11 કરોડના ખર્ચે હાઈટેક 'જર્મન ટેકનોલોજી' થી બનશે નવો બ્રિજ
calendar_today January 16, 2026

Dwarka: સુદામા સેતુનું નસીબ ચમક્યું, 14.11 કરોડના ખર્ચે હાઈટેક 'જર્મન ટેકનોલોજી' થી બનશે નવો બ્રિજ

જગત મંદિરની સામે ગોમતી નદી પર આવેલો અને પ્રવાસીઓનું માનીતું આકર્ષણ એવો 'સુદામા સેતુ' છેલ્લા ત્રણ વર્ષથી સૂમસામ ભાસી રહ્યો છે. ઓક્ટોબર 2022માં મોરબીના ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટના બાદ સલામતીના કારણોસર આ પુલને બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે, હવે દ્વારકા આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. સરકારે આ સેતુના નવનિર્માણ માટે લીલી ઝંડી આપી દીધી છે.સેતુના નવનિર્માણ માટે લીલી ઝંડી આપીસુદામા સેતુને ફરીથી ધમધમતો કરવા માટે સરકારે કુલ ₹14.11 કરોડનું મંગીરું બજેટ ફાળવ્યું છે. આ પ્રોજેક્ટમાં બે સંસ્થાઓનો સહયોગ રહેશે.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ₹9.45 કરોડનો ખર્ચ ભોગવશે. ₹5 કરોડનું યોગદાન આપશે. PWD (માર્ગ અને મકાન વિભાગ) દ્વારા આ કામગીરી માટે એક ખાનગી એજન્સીની પસંદગી કરી તેને કામ સોંપી દેવામાં આવ્યું છે.સુદામા સેતુ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત આધુનિકનવો સુદામા સેતુ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત આધુનિક હશે. એન્જિનિયરો દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશ્વસ્તરીય જર્મન ટેકનોલોજી અને સ્ટેનલેસ સ્ટીલ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવશે. નદીમાં રહેલા જૂના મજબૂત પીલરને યથાવત રાખવામાં આવશે, પરંતુ તેની ઉપરનું આખું સુપર કન્સ્ટ્રક્શન નવેસરથી કેબલ બ્રિજ સ્વરૂપે તૈયાર થશે. જૂના ઝુલતા પુલના સ્થાને હવે વધુ સુરક્ષિત અને હાઈટેક કેબલ સ્ટેઈડ બ્રિજ જોવા મળશે.પ્રવાસનને મળશે વેગછેલ્લા ત્રણ વર્ષથી બ્રિજ બંધ હોવાને કારણે પ્રવાસીઓ ગોમતી નદીની સામે પાર આવેલા પંચનદ તીર્થ અને સમુદ્ર કિનારાનો આનંદ માણી શકતા નહોતા. આ કામગીરી પૂર્ણ થતા અંદાજે એક વર્ષનો સમય લાગશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાથી ટૂંક સમયમાં જ સાઈટ પર મશીનરીઓ કામ કરતી જોવા મળશે.આ પણ વાંચો: હાંસોટના સાહોલ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી દીપડાનું બચ્ચું મળ્યું

Read Full Story arrow_forward
Surat: પરષોત્તમ રૂપાલાએ પાટીદાર શ્રેષ્ઠીઓને બતાવી 'કડવી વાસ્તવિકતા', સમાજનું નવું બંધારણ ઘડવા કર્યો અનુરોધ
calendar_today January 16, 2026

Surat: પરષોત્તમ રૂપાલાએ પાટીદાર શ્રેષ્ઠીઓને બતાવી 'કડવી વાસ્તવિકતા', સમાજનું નવું બંધારણ ઘડવા કર્યો અનુરોધ

પોતાની ધારદાર વાણી અને લોકબોલી માટે જાણીતા સાંસદ પરષોત્તમ રૂપાલાએ સુરત ખાતે એક કાર્યક્રમમાં પાટીદાર સમાજની કડવી વાસ્તવિકતા વર્ણવી હતી. સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના મંચ પરથી તેમણે સમાજના શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓને આકરી ટકોર કરતા જણાવ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે સમાજે પોતાના આંતરિક બંધારણ અને અનુશાસન પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.છૂટાછેડા અને કુરિવાજો પર આકરા પ્રહારરૂપાલાએ સમાજમાં વધી રહેલા છૂટાછેડાના કિસ્સાઓ અને ત્યારબાદની પરિસ્થિતિ પર અત્યંત ગંભીર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, "સમાજ માટે એ અત્યંત શરમજનક બાબત છે કે દીકરીના છૂટાછેડા થયા પછી તેનો બાપ પૈસા ગણવા બેસે છે." આ નિવેદન દ્વારા તેમણે સમાજમાં ઘર કરી ગયેલા આર્થિક લેણદેણના કુરિવાજો પર સીધો પ્રહાર કર્યો હતો અને નૈતિક મૂલ્યોના અધઃપતન સામે લાલબત્તી ધરી હતી.સમાજના કાર્યક્રમો અને શિસ્ત અંગે ટકોરસમાજના મોટા કાર્યક્રમોમાં થતી ગેરશિસ્ત અંગે પણ તેમણે મજાકિયા અંદાજમાં આકરી વાત કરી હતી. તેમણે અવલોકન કરતા કહ્યું કે, "જ્યારે મંચ પરથી નેતાનું ભાષણ ચાલતું હોય, ત્યારે પાછળથી પંડાલો ખાલી થઈ જાય છે." આ બાબત સૂચવે છે કે સમાજમાં સાંભળવાની અને શિસ્ત જાળવવાની ક્ષમતા ઘટી રહી છે. તેમણે શ્રેષ્ઠીઓને ટકોર કરી કે કાર્યક્રમો માત્ર દેખાડા માટે નહીં, પણ વૈચારિક પરિવર્તન માટે હોવા જોઈએ.નવા 'બંધારણ'ની જરૂરિયાતપરષોત્તમ રૂપાલાએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે, બદલાતા સમય સાથે સમાજમાં આવતા પરિવર્તનો અને ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે એક મજબૂત સામાજિક બંધારણ ઘડવું અનિવાર્ય છે. તેમણે પાટીદાર સમાજને આંતરિક અનુશાસન કેળવવા અને કુરિવાજોનો ત્યાગ કરવા આહ્વાન કર્યું હતું.ગંભીર અને મનનીય વિચારોસંબોધનના અંતે તેમણે ઉમેર્યું કે જો સમાજ અત્યારે નહીં જાગે તો આવનારી પેઢીને મોટા પડકારોનો સામનો કરવો પડશે. માત્ર આર્થિક સમૃદ્ધિ જ પર્યાપ્ત નથી, સામાજિક એકતા અને નૈતિક મજબૂતી પણ તેટલી જ જરૂરી છે.આ પણ વાંચો: ફ્લાવર શોની મુદતમાં 7 દિવસનો વધારો, હવે 29 જાન્યુઆરી સુધી માણી શકાશે ફૂલોની મજા

Read Full Story arrow_forward