android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: કોમર્શિયલ બિલ્ડિંગમાં પાર્કિંગની ના પાડનારા માલિકોની હવે ખેર નથી, AMC વસૂલશે મસમોટો દંડ
calendar_today January 16, 2026

Ahmedabad News: કોમર્શિયલ બિલ્ડિંગમાં પાર્કિંગની ના પાડનારા માલિકોની હવે ખેર નથી, AMC વસૂલશે મસમોટો દંડ

અમદાવાદ શહેરમાં વધતા જતા ટ્રાફિક અને રોડ પર થતા આડેધડ પાર્કિંગને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી અને કડક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. હવે જો કોઈ કોમર્શિયલ એકમ કે બિલ્ડિંગમાં પાર્કિંગની જગ્યા હોવા છતાં મુલાકાતીઓને વાહન પાર્ક કરતા રોકવામાં આવશે, તો તે એકમ સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.નિયમનું ઉલ્લંઘન કરનારા સામે લાલ આંખ ઘણીવાર જોવા મળે છે કે કોમર્શિયલ કોમ્પ્લેક્સના માલિકો કે સિક્યુરિટી દ્વારા બહારથી આવતા ગ્રાહકો કે મુલાકાતીઓને બેઝમેન્ટ અથવા ફાળવેલ પાર્કિંગમાં વાહન રાખવા દેવામાં આવતા નથી. આના કારણે લોકો મજબૂરીમાં રોડ પર વાહનો પાર્ક કરે છે અને ટ્રાફિક જામ સર્જાય છે. AMCની નવી સૂચના મુજબ: દંડની જોગવાઈ: જો કોઈ પણ કોમર્શિયલ બિલ્ડિંગ પાર્કિંગ માટે મનાઈ કરશે, તો તંત્ર દ્વારા તે એકમને સીલ કરવા અથવા ભારે દંડ ફટકારવાની કાર્યવાહી કરાશે. પાર્કિંગ વ્યવસ્થા: મનપાએ સ્પષ્ટ કર્યું છે કે મુલાકાતીઓને પાર્કિંગની સુવિધા આપવી તે બિલ્ડિંગ મેનેજમેન્ટની જવાબદારી છે. વૈકલ્પિક વ્યવસ્થા અને મલ્ટી લેવલ પાર્કિંગ શહેરમાં પાર્કિંગના ભારણને ઓછું કરવા માટે AMC દ્વારા અન્ય વિકલ્પો પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે: મલ્ટી લેવલ પાર્કિંગ: વાહનચાલકોને નજીકના મલ્ટી લેવલ પાર્કિંગ પ્લોટનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. મનપાના ખાલી પ્લોટ: જે વિસ્તારોમાં પાર્કિંગની ભારે અછત છે, ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાલી પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવા માટે સૂચના આપવામાં આવશે. AMCના આ કડક આદેશથી હવે કોમર્શિયલ બિલ્ડિંગોએ પોતાના પાર્કિંગ એરિયા ખુલ્લા રાખવા પડશે, જેનાથી રોડ પરના દબાણોમાં ઘટાડો થવાની આશા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
India On Iran Protest: ભારતીય ગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા અને વિરોધ પ્રદર્શનોવાળા વિસ્તારોથી દૂર રહેવા અપીલ
calendar_today January 16, 2026

India On Iran Protest: ભારતીય ગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા અને વિરોધ પ્રદર્શનોવાળા વિસ્તારોથી દૂર રહેવા અપીલ

વિદેશ મંત્રાલયે નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડવાની સલાહ આપી છે. સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ભારતીય નાગરિકોની સલામતી માટે ચિંતા ઈરાનમાં પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે. ભારત સરકારે ત્યાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલય અનુસાર હાલમાં આશરે 9 હજાર ભારતીય નાગરિકો ઈરાનમાં હાજર છે. જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ માટે ત્યાં રહેતા હોય છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ નબળી છે. તેથી, ભારત સરકારે તેના નાગરિકો માટે બે થી ત્રણ મુસાફરી સલાહ જારી કરી છે. આ સલાહ ભારતીય નાગરિકોને હાલ માટે ઈરાન ન જવાની સલાહ આપે છે. વિદેશ મંત્રાલયની અપીલ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર વિદેશમાં રહેતા તેના નાગરિકોની સલામતી અને સુખાકારીને ખૂબ મહત્વ આપે છે અને જરૂર પડ્યે તમામ શક્ય સહાય પૂરી પાડશે. સલાહકારમાં ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે. દૂતાવાસના સંપર્કમાં રહેવા વિનંતી સરકારે એમ પણ કહ્યું છે કે તે ઈરાનમાં હાજર ભારતીય વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, યાત્રાળુઓ અને પ્રવાસીઓના સુરક્ષિત પરત આવવાની તૈયારી કરી રહી છે. જરૂર પડ્યે સરકાર તેમને મદદ કરશે. વિદેશ મંત્રાલયે તમામ ભારતીય નાગરિકોને તેહરાનમાં ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં રહેવા અપીલ કરી છે. જો તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો તાત્કાલિક દૂતાવાસનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. આ પણ વાંચોઃ  Al Flah University પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કરી મોટી કાર્યવાહી, આશરે ₹140 કરોડની મિલકતો કરાઇ જપ્ત 

Read Full Story arrow_forward
Vadodara : ઉત્તરાયણના દિવસે 18 લાખની ચોરી, તસ્કરો એક્ઝિક્યુટિવ ડ્રેસમાં ઘરમાં પ્રવેશ્યા અને બિન્ધાસ્ત ચોરી કરી
calendar_today January 16, 2026

Vadodara : ઉત્તરાયણના દિવસે 18 લાખની ચોરી, તસ્કરો એક્ઝિક્યુટિવ ડ્રેસમાં ઘરમાં પ્રવેશ્યા અને બિન્ધાસ્ત ચોરી કરી

વડોદરા શહેરના ન્યૂ સમા રોડની નંદનવન સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિ નરેશ પટેલના ઘરમાં ઉત્તરાયણના દિવસે 18 લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. કોઈ શંકા ન થાય તે માટે તસ્કરો ઈન-શર્ટ કરી એક્ઝિક્યુટિવ ડ્રેસમાં ઘરમાં પ્રવેશ્યા હતા.ઉદ્યોગપતિ પરિવાર સાથે ઉદયપુર ફરવા ગયા હતા તસ્કરો વહેલી સવારના સમયે ઘરમાં ઘૂસી ગયા હતા અને CCTV કેમેરામાં તેમની હિલચાલ કેદ થઈ ગઈ. ઉદ્યોગપતિ પરિવાર સાથે ઉદયપુર ફરવા ગયા હતા, ત્યારે તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડા લઈને ફરાર થઈ ગયા. ઘરમાં ચોરી થયેલ સામાનમાં 4 લાખ રોકડા, 4 કાંડા ઘડિયાળ અને 14 લાખના દાગીના સામેલ છે. સમા પોલીસ ઘટનાસ્થળે પહોંચી નરેશ પટેલના મિત્ર સંજય રાણાએ ચોરી જોઈને તરત ફોન કરીને આ અંગેની જાણ કરી. ઘટનાની જાણ થતા સમા પોલીસ ઘટનાસ્થળે પહોંચી, એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ કરી છે. સંબંધીના લગ્નના કારણે દાગીના ઘરમાં લાવ્યા હતા નરેશ પટેલ સામાન્ય રીતે પોતાના ઘરના દાગીના બેંક લોકરમાં રાખતા છે, પરંતુ થોડા દિવસ પહેલાં સંબંધીના લગ્નના કારણે દાગીના ઘરમાં લાવવામાં આવ્યા હતા.  તસ્કરો બંધ મકાનને ટાર્ગેટ બનાવતા હોય છે. પોલીસે જણાવ્યું કે દિવાળી અને ઉત્તરાયણ જેવા તહેવારોમાં લોકો ઘર બંધ કરીને જાય છે, ત્યારે તસ્કરો બંધ મકાનને ટાર્ગેટ બનાવતા હોય છે. આ પણ વાંચો----   Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward