android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi: પ્રેમસંબંધ મુદ્દે થયેલી મારામારીમાં 60 વર્ષીય વૃદ્ધની હત્યા, પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓને દબોચ્યા
calendar_today January 16, 2026

Morbi: પ્રેમસંબંધ મુદ્દે થયેલી મારામારીમાં 60 વર્ષીય વૃદ્ધની હત્યા, પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓને દબોચ્યા

મોરબી શહેરના મયુર બ્રિજ નીચે બુધવારે રાત્રે પ્રેમસંબંધની તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. દીકરીના લગ્નની વાત કરવા ગયેલા પિતા પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવતા 60 વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સહિત ચાર શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.લગ્નની વાતમાં વણસી બાજીઘટનાની વિગત એવી છે કે, આરોપી અજય હઠીલાને મૃતક કાસુભાઈ ચાડમિયાની દીકરી સાથે પ્રેમસંબંધ હતો. અજયે કાસુભાઈ અને તેમના દીકરા મનોજભાઈ સાથે લગ્નની વાત કરી હતી. જોકે, આ ચર્ચા દરમિયાન મામલો બિચક્યો હતો અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલોઝઘડો વધતા અજય હઠીલાએ ઉશ્કેરાઈને તેના પડોશમાં રહેતા અન્ય ત્રણ મિત્રોને બોલાવી લીધા હતા. આ ટોળકીએ કાસુભાઈ (ઉં.વ. 60) અને તેમના પુત્ર પર લાકડાના ધોકા, પથ્થરો અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વૃદ્ધ કાસુભાઈના સાથળના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે પુષ્કળ રક્તસ્ત્રાવ થતા તેમનું મોત થયું હતું.ઝડપાયેલા આરોપીઓની યાદીમોરબી બી ડિવિઝન પોલીસે ત્વરિત તપાસ કરીને નીચે મુજબના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અજય રમેશભાઈ હઠીલા (ઉં.વ. 25) - મુખ્ય આરોપી,અજયભાઈ જાનૈયાભાઈ ખરાડી (ઉં.વ. 25),બંટી હેનરીભાઈ ડામોર (ઉં.વ. 33),દીપુ જાનૈયાભાઈ ખરાડી (ઉં.વ. 42).પોલીસની કાર્યવાહી અને ક્રોસ ફરિયાદમોરબીના ડીવાયએસપી જે.એમ. આલે જણાવ્યું હતું કે, આ મામલે ક્રોસ ફરિયાદ પણ નોંધાઈ છે. સામે પક્ષે અજય હઠીલાએ પણ મૃતક વૃદ્ધ અને તેમના દીકરા સહિત પાંચ શખ્સો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાના કેસમાં પકડાયેલા ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે, જ્યારે ક્રોસ ફરિયાદના અન્ય આરોપીઓને પકડવા પણ ટીમો રવાના કરી છે.આ પણ વાંચો: 4.60 કરોડના શિષ્યવૃત્તિ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર 2 વર્ષે ઝડપાયો, SOG એ બુધેચા ગામેથી દબોચ્યો

Read Full Story arrow_forward
Vadodara માં માર્ગ સલામતી માસ દરમિયાન ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 3583 વાહન ચાલકો સામે કાર્યવાહી
calendar_today January 16, 2026

Vadodara માં માર્ગ સલામતી માસ દરમિયાન ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 3583 વાહન ચાલકો સામે કાર્યવાહી

વડોદરા શહેર પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી હતી. 8થી 13 જાન્યુઆરી દરમિયાન એજ્યુકેશન, એન્ફોર્સમેન્ટ અને એન્જિનિયરિંગના ત્રણ મુખ્ય પાસાઓ પર આધારિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.વાહનચાલકો સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા આ સાથે 8થી 15 જાન્યુઆરી દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગ બદલ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. હેલ્મેટ વિના વાહન ચલાવવાના 33 કેસ સામે કાર્યવાહી પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી મુજબ એક કરતાં વધુ વ્યક્તિને બેસાડવાના 665 કેસ નોંધાયા હતા. હેલ્મેટ વિના વાહન ચલાવવાના 33 કેસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. દસ્તાવેજો વિના વાહન ચલાવવાના 542 કેસ અને પાર્કિંગ નિયમોના ઉલ્લંઘનના 590 કેસ નોંધાયા હતા. સીટબેલ્ટ ન પહેરવાના 296 કેસ સીટબેલ્ટ ન પહેરવાના 296 કેસ, મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા 194 કેસ અને સત્તાધિકારીના આદેશનો અમલ ન કરવાના 174 કેસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ડ્રાઇવર સીટ પર વધારાની વ્યક્તિ બેસાડવાના 45 કેસ નોંધાયા હતા. ટ્રાફિક સિગ્નલ ભંગના 159 કેસ ટ્રાફિક સિગ્નલ ભંગના 159 કેસ, ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવાના 48 કેસ અને વીમા વિના વાહન ચલાવવાના 61 કેસ નોંધાયા હતા. કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવાના 23 કેસ, જોખમી રીતે વાહન ચલાવવાના 103 કેસ અને નંબર પ્લેટ વિના વાહન ચલાવવાના 520 કેસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વધુ ઝડપના 4 કેસ અને અન્ય 25 કેસ નોંધાયા હતા. આ દરમિયાન કુલ 101 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ લાવવી મુખ્ય ઉદ્દેશ  ટ્રાફિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ લાવવી મુખ્ય ઉદ્દેશ છે. વાહનચાલકો નિયમોનું પાલન કરે તો અકસ્માતો ઘટાડી શકાય. આગામી સમયમાં પણ આવા એજ્યુકેશન અને એન્ફોર્સમેન્ટના કાર્યક્રમો સતત ચાલુ રાખવામાં આવશે. આ પણ વાંચો-----    Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward
Vadodaraમાં આગ અટકાવવાના પ્રયાસો મજબૂત બનશે, ફાયર પ્રિવેન્શન વિંગની રચનાની તૈયારી
calendar_today January 16, 2026

Vadodaraમાં આગ અટકાવવાના પ્રયાસો મજબૂત બનશે, ફાયર પ્રિવેન્શન વિંગની રચનાની તૈયારી

વડોદરા શહેરમાં આગ લાગવાની ઘટનાઓ બનતા પહેલા જ તેને અટકાવવા માટે હવે ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ વિંગની રચના માટે ભરતી કરવાની મંજૂરી માગતી દરખાસ્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી જેને આજે મંજૂરી આપવામાં આવી છે.ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવાનો નિયમ જીપીએમસી એક્ટ મુજબ આગ ઓલવવા તેમજ નાગરિકોની જિંદગી અને મિલકતનું રક્ષણ કરવા માટે યોગ્ય સાધનોથી સજ્જ અગ્નિશામક દળ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ–2013 અંતર્ગત ચીફ ફાયર ઓફિસરના તાબા હેઠળ ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. કુલ 34 સભ્યોની નિમણૂક કરવામાં આવશે પ્રસ્તાવિત ફાયર પ્રિવેન્શન વિંગમાં ડે. ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, 4 સ્ટેશન ઓફિસર, 4 સબ ઓફિસર, 2 એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), 2 એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ), 16 ફાયર સૈનિક અને 4 જુનિયર ક્લાર્ક સહિત કુલ 34 સભ્યોની નિમણૂક કરવામાં આવશે. આ અંગેનો અંતિમ નિર્ણય સ્થાયી સમિતિમાં લેવાશે. આગની ઘટના બને તે પહેલા જ જોખમોને ઓળખી તેને અટકાવવાનો પ્રયાસ ફાયર પ્રિવેન્શન વિંગનો મુખ્ય ઉદ્દેશ આગની ઘટના બને તે પહેલા જ જોખમોને ઓળખી તેને અટકાવવાનો રહેશે. આ વિંગ દ્વારા સમયાંતરે મોકડ્રીલ યોજાશે, તેમજ હોસ્પિટલ, શાળાઓ, સરકારી કચેરીઓ સહિત વિવિધ સ્થળોએ ફાયર સેફ્ટી ઇન્સ્પેક્શન કરી લોકોને તાલીમ આપવામાં આવશે. ઇન્સ્પેક્શન દરમિયાન જો કોઈ ત્રુટિ સામે આવશે તો તેને સુધારવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. ખાનગી સંસ્થાઓ અને મકાનોમાં પણ ચેકિંગ કરી માર્ગદર્શન આપવામાં આવશે. નાના શહેરોમાં ફાયર પ્રિવેન્શન વિંગની રચના થઈ ચૂકી છે ઉલ્લેખનીય છે કે ભાવનગર અને જામનગર જેવા નાના શહેરોમાં ફાયર પ્રિવેન્શન વિંગની રચના થઈ ચૂકી છે અને ત્યાં કર્મચારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે, જ્યારે વડોદરા જેવા મોટા શહેરમાં હજુ સુધી આ વિંગ કાર્યરત ન હોવું ચર્ચાનો વિષય બન્યું છે. આ વિંગની રચના થવાથી વડોદરામાં આગની ઘટનાઓમાં ઘટાડો થવાની અને નાગરિકોની સલામતી વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પણ વાંચો-----    Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward