android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath: દેલવાડા-જૂનાગઢ મીટરગેજ ટ્રેન બંધ થતા ભારે રોષ, પ્રાચી રોડ જંકશન રેલવે સ્ટેશન પર લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન
calendar_today January 16, 2026

Gir Somnath: દેલવાડા-જૂનાગઢ મીટરગેજ ટ્રેન બંધ થતા ભારે રોષ, પ્રાચી રોડ જંકશન રેલવે સ્ટેશન પર લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન

ગીર સોમનાથ જિલ્લાના દેલવાડા–જૂનાગઢ મીટરગેજ ટ્રેનના 2 રુટ આગામી 19 જાન્યુઆરીથી બંધ થતા સ્થાનિક ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં નારાજગી ફાટી નીકળી છે. ગ્રામજનો અને વિધ્યાર્થીઓએ પ્રાચી રોડ જંકશન રેલવે સ્ટેશન પર ભેગા થઈ આ મામલે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.લોકોએ દેલવાડા થી તાલાળા આવતી ટ્રેનને અડધો કલાક રોકી વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ દેલવાડા થી તાલાળા આવતી ટ્રેનને અડધો કલાક રોકી હતી. શાળા જવા માટે મુસાફરી કરનારા વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરો માટે આ બદલાવ તકલીફજનક સાબિત થયો છે. રેલ્વે તંત્રને આવેદન પણ આપવામાં આવ્યું જાહેર પરિવહન પર આ અસર અંગે રેલ્વે તંત્રને આવેદન પણ આપવામાં આવ્યું છે. સ્થાનિક સરપંચ અને વિદ્યાર્થીઓએ ઊગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે.  મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ રોજ અવર જવર કરે છે જૂનાગઢ–દેલવાડા રૂટની બંને ટ્રેનોમાં મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ રોજ અવર જવર કરે છે. મુસાફરોની તકલીફ અને લોકસંખ્યાને ધ્યાનમાં રાખીને રેલ્વે તંત્રના અધિકારીઓએ આ મામલે તત્કાળ નિર્ણય લેવાની માગ કરાઇ છે. આ પણ વાંચો-----   Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward
Gandhinagar News: ફિલ્ડમાં જઈને સરકારની યોજનાઓના અમલીકરણનું મોનિટરિંગ કરો, જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રીનો આદેશ
calendar_today January 16, 2026

Gandhinagar News: ફિલ્ડમાં જઈને સરકારની યોજનાઓના અમલીકરણનું મોનિટરિંગ કરો, જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રીનો આદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરોને લોકોની રજૂઆતો સાંભળી તેના ઝડપી, પ્રામાણિક નિવારણ માટે જિલ્લા સ્તરે વધુ સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવાની તાકીદ કરી છે.તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે, જિલ્લામાં રજૂઆતો માટે આવનારી વ્યક્તિની મુશ્કેલી સમજીને તેને સહાયરૂપ થવાની સંવેદનાથી જ લોકોનો ભરોસો-વિશ્વાસ સંપાદિત થઈ શકશે.તેમણે જિલ્લા કક્ષાએ નિવારણ થઈ શકે તેવા પ્રશ્નો માટે લોકોને સરકાર સુધી કે વિભાગો સુધી આવવું ના પડે અને સ્થાનિક સ્તરે જ તેનું નિવારણ ઝડપી, પારદર્શી અને અસરકારક રીતે આવે તે માટે કલેકટરોને ખાસ તાકીદ કરી હતી. જિલ્લાની કામગીરીનું નેતૃત્વ કરવાનો પણ અનુરોધ ગાંધીનગરમાં યોજાયેલી કલેકટર કોન્ફરન્સના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને ફિલ્ડ વિઝીટને અગ્રતા આપીને સરકારી યોજનાઓના અસરકારક અમલનું મોનીટરીંગ કરવા સૂચનો કર્યા હતા.તેમણે ઓનેસ્ટી, ઇન્ટીગ્રિટી, કોમ્પીટન્સ અને ઇફેક્ટિવનેસના મુખ્ય આધાર પર સમગ્ર જિલ્લાની કામગીરીનું નેતૃત્વ કરવાનો પણ અનુરોધ કલેકટરોને કર્યો હતો.જિલ્લા કલેકટરોને જણાવ્યું કે, તેમણે જિલ્લાના વડા તરીકેનું જે દાયિત્વ મળ્યું છે તેને નાનામાં નાના માનવીની સમસ્યાના નિરાકરણની જવાબદારી નિભાવીને વહન કરવાની મોટી તક છે. જિલ્લા કલેક્ટરો જવાબદારી પૂર્વક કાર્યરત રહે મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યું કે, રાજ્યમાં જે સંગીન નાણાંકીય વ્યવસ્થાપન છે તેના કારણે હવે વિકાસ કામોમાં નાણાંની કોઈ તંગી નથી પડતી આ સંજોગોમાં જિલ્લામાં વિવિધ યોજનાઓના ચાલતા વિકાસ કામો ઝડપી અને ગુણવત્તાયુક્ત થાય તે માટે જિલ્લાની ટીમનું નેતૃત્વ કરીને કલેક્ટરો યોગ્ય નિગરાની રાખે.ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યના જિલ્લા કલેકટરોને ટીમવર્કથી અને એકબીજા સાથે ચર્ચા કરીને સાથે મળીને કામ કરવાનું આહવાન કરતા કહ્યું કે, પરિપત્રો-નિયમોનું જિલ્લાઓમાં અલગ અલગ અર્થઘટન ન થાય અને લોકોને પોતાના કામોમાં સરળતા રહે તે માટે જિલ્લા કલેક્ટરો જવાબદારી પૂર્વક કાર્યરત રહે. જિલ્લાની ટીમનું નેતૃત્વ કલેકટરોએ કરવાનું છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરકાર તમારી સાથે છે અને સાચી વ્યક્તિ પરેશાન ન થાય અને ખોટી વ્યક્તિ કોઈને તકલીફ ઉભી ન કરે તે માટેની સુઝ બૂઝથી કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના સારા અને નેક કામો માટે જિલ્લાની ટીમનું નેતૃત્વ કલેકટરોએ કરવાનું છે. પ્રાકૃતિક ખેતી સ્વસ્થ જીવનશૌલી માટે અગત્યની છે. રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીનું મિશન ઉપાડ્યુ છે. જિલ્લા કલેક્ટરોને પોતાના જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીને આ મિશન પાર પાડવા પણ તેમણે આહવાન કર્યુ હતુ. તેમણે જિલ્લા કલેકટરોને જન પ્રતિનિધિઓની રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી કરવા સ્વામીત્વ યોજનામાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ વિતરણમાં ગતિ આપવા તથા જિલ્લા કક્ષાએ પણ ફીડબેક મિકેનિઝમ વધુ સુચારુ બનાવવાના સૂચનો કર્યા હતા. આ પણ વાંચોઃ Ahmedabad News: સારંગપુરમાં પાણીની ટાંકી પર JCB કેવી રીતે ચડાવાયું, શું કહે છે તંત્રના અધિકારી?

Read Full Story arrow_forward
Surat: પતિની ઉશ્કેરણીથી પરિણીતાનું અગ્નિસ્નાન, બચાવવાને બદલે મોબાઈલમાં કેદ કરી વેદના
calendar_today January 16, 2026

Surat: પતિની ઉશ્કેરણીથી પરિણીતાનું અગ્નિસ્નાન, બચાવવાને બદલે મોબાઈલમાં કેદ કરી વેદના

સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં માનવાને કંપાવી દેતી એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ પોતાના પિતાના સતત ત્રાસ અને અપમાનથી કંટાળીને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના માત્ર આત્મહત્યાનો કિસ્સો નથી. પરંતુ એક પતિની રાક્ષસી વૃત્તિ અને સંવેદનહીનતાનો પુરાવો પણ છે. પતિએ આત્મહત્યા કરવા ઉશ્કેરી મળતી માહિતી પ્રમાણે મૃતક પરિણીતા અને તેના પતિ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝઘડા ચાલતા હતા. પતિ દ્વારા તેને અવારનવાર માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવતી હતી. ઘટનાના દિવસે પણ પતિએ પત્ની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તેને મારઝૂડ કરી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે પતિએ પત્નીને મરવા માટે ઉશ્કેરતા કહ્યું કે, ઘરમાં તેલ પડ્યું છે, જઈને મરી જા. પતિના આવા કડવા શબ્દો અને સતત થતા અપમાનથી અત્યંત આવેશમાં આવી જઈને પરિણીતાએ ઘરના ડીઝલનો ઉપયોગ કરી પોતાના શરીરે આગ ચાંપી દીધી હતી. રુંવાડા ઉભા કરી દે તેવી સંવેદનહીનતા જ્યારે પત્ની આગની જ્વાળાઓમાં લપેટાયેલી હતી અને મદદ માટે બૂમો પાડી રહી હતી, ત્યારે તેને બચાવવાને બદલે તેના પતિએ પોતાના મોબાઈલ ફોનમાં તેનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. એક પત્ની મૃત્યુ સામે ઝઝૂમી રહી હતી અને પતિ તે વેદનાને કેમેરામાં કેદ કરી રહ્યો હતો, જે દર્શાવે છે કે સંબંધોમાં કેટલી હદે વિકૃતિ આવી ગઈ છે. પોલીસે પતિની કરી ધરપકડ આ ચકચારી ઘટનાની જાણ થતા જ ઈચ્છાપોર પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે મૃતક પરિણીતાના પરિવારની ફરિયાદના આધારે આરોપી પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે અને મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ પણ વાંચોઃ Mehsana: પાન્છાનો પાંજરા પ્રયોગ, દારૂડિયાઓ માટે ગામ વચ્ચે જેલ જેવી સજા!

Read Full Story arrow_forward