android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: ધોરાજી તાલુકાના હડમતિયા ગામે જે કેનાલનું રીપેરીંગ કામ શરુ થતાં ખેડૂતોમાં રોષ
calendar_today January 16, 2026

Rajkot: ધોરાજી તાલુકાના હડમતિયા ગામે જે કેનાલનું રીપેરીંગ કામ શરુ થતાં ખેડૂતોમાં રોષ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હડમતિયા ગામે જે કેનાલનું રીપેરીંગ કામ ઉનાળા સમય દરમિયાન થવું જોઈએ તે અત્યારે થઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોનો આક્ષેપ  ધોરાજી ના હડમતીયા ગામે ભાદર એક ની કેનાલ મારફતે પાણી હજુ સુધી છોડવામાં આવ્યું નથી અને ઉનાળામાં જે રીપેરીંગ કામ કેનાલ નું કરવામાં આવુ જોઈએ તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેથી ફરી રીપેરીંગ કામ અને સાફસફાઈ ફરી કરવામાં આવી રહ્યું છે તેવો ખેડૂતોનો આક્ષેપ છે. કેનાલનું પાણી છોડવામાં આવ્યું નથી રવિ પાક માટે ખેડૂતો‌નો પાકોમાં સિંચાઈની તાતી જરૂરિયાત હોય છે પણ અત્યાર સુધી હડમતીયા કે પછી આખા વિસ્તારમાં ક્યાંય કેનાલનું પાણી છોડવામાં આવ્યું નથી અને ખેડૂતોના ખેતરમાં સિંચાઈનું પાણી પોતાના કુવા કે બોરમાંથી લઈ પોતાના ખેતરમાં પાકો ને પાણી આપી રહયા છે. ખેડૂતોને પાકોમાં ભારે નુકસાની વેઠવી પડી હતી ચોમાસું દરમિયાન ભારે વરસાદ બાદ શિયાળું સત્રમાં કમોસમી વરસાદ થી ખેડૂતોને પાકોમાં ભારે નુકસાની વેઠવી પડી હતી અને હવે રવિ પાક નું વાવેતર કર્યું હોય અને ભાદર એક કેનાલ મારફત અત્યાર સુધી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું નથી અને ઘણા ખેડૂતો એ પોતાના ખેતરે માં દાર‌ કે કુવો હોય અને પોતાના પાકો ને પાણી પાવું પડે તેમ છે. કેનાલ અધિકારી ખેડૂતો ધમકાવી ને ફોજદારી ફરીયાદ નોંધવામાં આવશે તેમ જણાવી રહ્યા છે.  રામધુન બોલાવી ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો આજે હડમતીયા ગામે ભાદર એક કેનાલ નજીક ખેડૂતો એકત્રીત થઈ ને રામધુન બોલાવી ને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને સરકાર આવા અધિકારો અને કોન્ટ્રાકટર ઉપર યોગ્ય તપાસ કરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા અને કેનાલ જે સમયે રીપેરીંગ કામ કરવું જોઈએ ત્યારે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ અને ફરી રીપેરીંગ કામ ની આડમાં ખેડૂતો ને હેરાન કરી રહ્યા છે. હજુ સુધી કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું નથી અને ખેડૂતો ને પોતાના પાકોને ભારે નુકસાની થઈ શકે તેમ છે તેથી સરકારે યોગ્ય સમયે કેનાલ માંથી પાણી છોડવું જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા હતા. આ પણ વાંચો-----Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward
Banaskantha: ટોકરીયા ગામે ઝટકા મશીનના કરંટથી ખેડૂત અને શ્વાનનું કરુણ મોત, બે ખેડૂતો સામે ગુનો દાખલ
calendar_today January 16, 2026

Banaskantha: ટોકરીયા ગામે ઝટકા મશીનના કરંટથી ખેડૂત અને શ્વાનનું કરુણ મોત, બે ખેડૂતો સામે ગુનો દાખલ

પાલનપુરના ટોકરીયા ગામે ખેતરમાં લગાવેલી તારની વાડમાં વીજ કરંટના કારણે એક ખેડૂત અને એક શ્વાનનું મોત નીપજતા ચકચાર મચી ગઈ છે. ખેતરના રક્ષણ માટે ગેરકાયદેસર રીતે વીજ પ્રવાહ મુકવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વીજ કરંટના કારણે એક ખેડૂત અને એક શ્વાનનું મોતમળતી માહિતી મુજબ, ટોકરીયા ગામમાં રહેતા એક ખેડૂત પોતાના ખેતરમાં વાવેલી વરિયાળીના પાકની દેખરેખ રાખવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પાડોશી ખેડૂતો રામા પ્રજાપતિ અને રમેશ પ્રજાપતિના ખેતર પાસેથી પસાર થતી વખતે ત્યાં લગાવેલી તારની વાડને તે ભૂલથી અડકી ગયા હતા. આ વાડમાં ઝટકા મશીનનો જોરદાર વીજ કરંટ વહેતો હોવાથી ખેડૂતને જોરદાર આંચકો લાગ્યો હતો અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.વીજ પ્રવાહની ઝપેટે અન્ય બે વ્યક્તિઓ ઘાયલઆ કરુણ દુર્ઘટનામાં માત્ર ખેડૂત જ નહીં, પરંતુ એક અબોલ શ્વાનનું પણ કરંટ લાગવાથી મોત થયું છે. આ ઉપરાંત, આ જ વીજ પ્રવાહની ઝપેટે આવતા અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ખેતરમાં પશુઓ કે જંગલી જાનવરોથી રક્ષણ મેળવવા માટે મુકવામાં આવેલો આ કરંટ નિર્દોષ માનવી માટે જીવલેણ સાબિત થયો છે.બે ખેડૂતો સામે પોલીસ ફરિયાદઆ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઢ પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે રામા પ્રજાપતિ અને રમેશ પ્રજાપતિ સામે બેદરકારી દાખવી જીવલેણ કરંટ ગોઠવવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.આ પણ વાંચો: ગોડાદરામાં જૂની અદાવતમાં મોડી રાત્રે ફાયરિંગ, યુવકની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાયો

Read Full Story arrow_forward
Gandhinagar : પ્રાકૃતિક કૃષિ, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સમરસતાથી જ રાષ્ટ્રનું સમગ્ર કલ્યાણ શક્ય છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
calendar_today January 16, 2026

Gandhinagar : પ્રાકૃતિક કૃષિ, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સમરસતાથી જ રાષ્ટ્રનું સમગ્ર કલ્યાણ શક્ય છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સ, મ્યુનિસિપલ કમિશનર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધીને પ્રાકૃતિક કૃષિ, વૃક્ષારોપણ, ઉર્જા સંરક્ષણ અને સામાજિક સમરસતા જેવા વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.શુદ્ધ હવા, પાણી અને ફળદ્રુપ જમીન સુરક્ષિત રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકાસનો સાચો અર્થ આર્થિક પ્રગતિની સાથે આવનારી પેઢીઓ માટે શુદ્ધ હવા, પાણી અને ફળદ્રુપ જમીન સુરક્ષિત કરવાનો છે. પ્રાકૃતિક ખેતી હવે રાષ્ટ્રીય મિશન બની ચૂકી છે રાજ્યપાલે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી હવે રાષ્ટ્રીય મિશન બની ચૂકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાત આ ક્ષેત્રે અગ્રેસર છે. એક પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર હોવું જોઈએ તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે, દરેક તાલુકામાં ઓછામાં ઓછું એક પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર હોવું જોઈએ. આ ઉપરાંત મોટા શહેરોમાં તેની સંખ્યા 4 થી 5 રાખવી જોઈએ જેથી નાગરિકોને ઝેરમુક્ત પ્રાકૃતિક ઉત્પાદનો સરળતાથી મળી રહે. એક એકર જમીન પર સઘન વૃક્ષારોપણ  રાજ્યપાલે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સંબંધિત ગામમાં ઓછામાં ઓછી એક એકર જમીન પર સઘન વૃક્ષારોપણ કરીને 'મિની જંગલ' વિકસાવવા સૂચવ્યું હતું. તેમજ રોપાયેલા વૃક્ષોની જવાબદારી ગામના જ એક-એક પરિવારને સોંપવામાં આવે, જેથી વૃક્ષો પ્રત્યે ભાવનાત્મક જોડાણ કેળવાય અને તેમનું જતન સુનિશ્ચિત થાય. 16 કરોડની વીજળીની બચત થઈ રાજ્યપાલે કહ્યું કે, લોકભવન અને અન્ય વિભાગોના પ્રયાસોથી ગત એપ્રિલ માસથી અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા 16 કરોડની વીજળીની બચત થઈ છે. તેમણે સ્ટ્રીટ લાઈટોમાં 'સેન્સર' ને બદલે 'ટાઈમર' લગાવવાનું સૂચન કર્યું, જેનાથી દરરોજ લગભગ દોઢ કલાકની વીજળી બચાવી શકાય છે. જો આપણે પ્રામાણિકતાથી આ કાર્ય નહીં કરીએ, તો આવનારી પેઢીઓ આપણને માફ નહીં કરે. ધરતી માતા, ગૌ માતા અને પર્યાવરણને બચાવવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આ પણ વાંચો-----   Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward