android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana News: મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે 17 અને 18 જાન્યુઆરીએ ઉત્તરાર્ધ ઉત્સવ યોજાશે
calendar_today January 16, 2026

Mehsana News: મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે 17 અને 18 જાન્યુઆરીએ ઉત્તરાર્ધ ઉત્સવ યોજાશે

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આગામી 17અને 18 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતા આ દ્વિદિવસીય મહોત્સવમાં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય નૃત્ય કલાકારો પોતાની નૃત્ય પ્રસ્તુતિ કરશે. આ મહોત્સવ બંને દિવસ સાંજે ૦૬:૩૦ વાગ્યાથી શરૂ થશે અને કલા રસિકોને શાસ્ત્રીય નૃત્યરસનું પાન કરાવશે. મોઢેરાના પ્રાંગણમાં વિવિધ શાસ્ત્રીય નૃત્યોનું આયોજન ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬ના ભાગરૂપે ઓડીસી, ભરતનાટ્યમ, કથ્થક, મણીપુરી, કુચિપુડી, કથકલી અને સતરીયા જેવા શાસ્ત્રીય નૃત્ય પ્રકારના વિશ્વવિખ્યાત કલાકારો દ્વારા પ્રસ્તુતિ કરાશે. મહોત્સવના પ્રથમ દિવસે, એટલે કે તા.૧૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ, કલાકાર રમીન્દર ખુરાના (ઓડીસી), મીનાક્ષી શ્રીયન (ભરતનાટ્યમ), માયા કુલશ્રેષ્ઠા (કથ્થક), પેરી કૃષ્ણ હર્ષિતા (ભરતનાટ્યમ), ડૉ. શ્રુતિ બંદોપાધ્યાય (મણીપુરી) અને બીના મહેતા (કુચિપુડી) દ્વારા તેમની કલા રજૂ કરવામાં આવશે. ઉત્તરાર્ધ મહોત્સવના દ્વિતીય દિવસે ઉત્તરાર્ધ મહોત્સવના દ્વિતીય દિવસે, તા.૧૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કલાકાર મનિકંદન એ. (કથકલી), ખુશ્બુ પંચાલ (કથ્થક), જુગનુ કીરણ કપાડીયા (ભરતનાટ્યમ), ડૉ. માધુરી મજમુદાર (કુચિપુડી), ડૉ.ડિમ્પલ સાઇકિયા (સતરીયા), પુષ્પિતા મિશ્રા (ઓડીસી) અને આર્યા નંદે (ઓડીસી) દ્વારા નૃત્ય પ્રસ્તુતિ કરીને કલા રસિકોને નૃત્યરસ પાન કરાવશે. સૂર્યમંદિરની પ્રાચીન પરંપરાને જીવંત રાખતો ઉત્સવ ઉત્તરાયણના ઉત્સવ પછી જ્યારે સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ સમયે શિયાળો અંત તરફ જઇ રહ્યો હોય અને દિવસ લાંબો થવાની શરૂઆત થતી હોય, તેવા ‘અર્ધ’ અવસરે શાસ્ત્રીય નૃત્યનો આ ઉત્સવ સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઉજવવાની પરંપરા રહેલી છે. મોઢેરાનું સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ ભવ્ય પ્રાંગણની પૃષ્ઠભૂમિમાં આ મહોત્સવની ઉજવણી ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને દર્શાવે છે. આ પણ વાંચોઃ Gandhinagar News: સોમનાથના શૌર્ય અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ દેશના ખૂણે ખૂણે પહોંચશે, એક વર્ષ સુધી ઉજવાશે સ્વાભિમાન પર્વ

Read Full Story arrow_forward
Panchmahal : બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન, બાળ અત્યાચાર અને સગીરાઓની સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ
calendar_today January 16, 2026

Panchmahal : બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન, બાળ અત્યાચાર અને સગીરાઓની સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા ‘બાળ અધિકાર અને બાળ વિવાહ મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત ગોધરા ખાતે ઝોનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર, સાંસદ રાજપાલ સિંહ જાદવ, અને ધારાસભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ વર્કશોપ માત્ર ચર્ચાનું કેન્દ્ર બનવાને બદલે અધિકારીઓની કાર્યશૈલી પરના સવાલોને કારણે ગાજ્યો હતો.અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા વર્કશોપ દરમિયાન મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સુથાર આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે જાહેરમાં અધિકારીઓને આડે હાથે લેતા જણાવ્યું કે, સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં વહીવટી તંત્ર ઉદાસીન છે. ખાસ કરીને મોરવા હડફના ગામડાઓમાં બાળ પોષણની યોજનાઓનો લાભ મળતો નથી તેવી ફરિયાદોનો ઉલ્લેખ કરી તેમણે અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ, સાંસદ રાજપાલ સિંહ જાદવે સૂચન કર્યું હતું કે આવા જાગૃતિ કાર્યક્રમો માત્ર એસી હોલ કે શહેરો પૂરતા મર્યાદિત ન રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં યોજવા જોઈએ, જ્યાં તેની ખરેખર જરૂર છે. બાળ અત્યાચાર અને સગીરાઓની સુરક્ષા પર સવાલ જ્યારે રાજ્યમાં વધી રહેલા બાળ અત્યાચારના બનાવો અને પંચમહાલમાં સગીરાઓના ગર્ભવતી થવાના ચિંતાજનક આંકડાઓ અંગે 'સંદેશ' દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જરે બચાવની મુદ્રામાં જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે આયોગ દરેક જિલ્લામાં સતર્ક છે, પરંતુ આવા બનાવો રોકવા માટે માત્ર આયોગ નહીં, પણ સામાજિક જવાબદારી અને સામાજિક સંગઠનોનો સાથ અનિવાર્ય છે. સગીરાઓના ગર્ભવતી થવાના ગંભીર મુદ્દે પણ તેમણે સામાજિક સુધારા પર ભાર મૂક્યો હતો. આમ, આ વર્કશોપ બાળ સુરક્ષાના દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચેની ખાઈને ઉજાગર કરનારો બની રહ્યો હતો. આ પણ વાંચોઃ Surat: પતિની ઉશ્કેરણીથી પરિણીતાનું અગ્નિસ્નાન, બચાવવાને બદલે મોબાઈલમાં કેદ કરી વેદના

Read Full Story arrow_forward
Surat News : મહારાષ્ટ્ર અને BMC માં ભાજપની જીતને સુરતના ઉધનામાં ફટાકડા ફોડી વધાવાઈ, કાર્યકરોમાં ભારે ઉત્સાહ
calendar_today January 16, 2026

Surat News : મહારાષ્ટ્ર અને BMC માં ભાજપની જીતને સુરતના ઉધનામાં ફટાકડા ફોડી વધાવાઈ, કાર્યકરોમાં ભારે ઉત્સાહ

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને ખાસ કરીને મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ તેની સીધી અસર ડાયમંડ સિટી સુરતમાં જોવા મળી રહી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભાજપના ભવ્ય મહાનગર કાર્યાલય ખાતે આજે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. મુંબઈમાં ભાજપ અને મહાયુતિના શાનદાર દેખાવના સમાચાર આવતાની સાથે જ સુરતના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઢોલ-નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે કાર્યકરોએ આકાશને આતશબાજીથી ભરી દીધું હતું.સુરતમાં કેસરીયો માહોલ આ ઉજવણીમાં સુરત શહેર ભાજપ પ્રમુખ અને અન્ય અગ્રણી નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ એકબીજાને ગુલાલ લગાવી અને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી વહેંચી હતી. સુરત અને મુંબઈ વચ્ચે ગાઢ વ્યાપારી અને સામાજિક સંબંધો હોવાને કારણે મુંબઈની જીતનો આનંદ સુરતના કાર્યકરોમાં બમણો જોવા મળ્યો હતો. ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, આ જીત PM નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ પર જનતાએ મૂકેલો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. આગામી સમયમાં આ વિજયનો ઉત્સાહ ગુજરાતની આગામી ચૂંટણીઓમાં પણ જોવા મળશે. આ પણ વાંચો : Porbandar News : કોસ્ટ ગાર્ડે પકડેલી પાકિસ્તાની બોટ મામલે ગુનો દાખલ, 9 ક્રૂ મેમ્બર સાથે ઝડપાઈ હતી બોટ

Read Full Story arrow_forward