android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: વાઈબ્રન્ટ સમિટમાં 5392 પ્રોજેક્ટમાં 5.78 લાખ કરોડના MoU થયા: પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી
calendar_today January 16, 2026

Gandhinagar News: વાઈબ્રન્ટ સમિટમાં 5392 પ્રોજેક્ટમાં 5.78 લાખ કરોડના MoU થયા: પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા અગત્યની માહિતી આપવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ આગળ વધારવાનો હેતું છે. પ્રભારી સચિવને મુખ્યમંત્રીએ આ અંગે સૂચનાઓ આપી છે. દરેક જિલ્લા કલેક્ટર પાસે દરેક વિભાગના કામોની માહિતી હોય છે. ટેન્ડર અને નીતિ વિષયક નિર્ણય ઝડપથી થાય તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. હવે દર બુધવારે કલેક્ટર કોન્ફરન્સ યોજવામાં આવશે. વાઈબ્રન્ટ સમિટમાં 5.78 લાખ કરોડના MoU થયા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટમાં 5392 પ્રોજેક્ટમાં 5.78 લાખ કરોડના MoU થયા છે. રાજ્ય સરકારની પોલીસીને કારણે રોકાણની તકો વધી છે. પાવર, ઓઈલ અને ગેસ સેક્ટરમાં રોકાણ વધ્યું છે. 99 પ્રોજેક્ટ માટે MoU થયા છે. આ કરારો પર મુખ્યમંત્રીનું સતત મોનિટરિંગ છે. પ્રવક્તા મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સોમનાથની મુલાકાત લીધી હતી. સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દેશમાં એક વર્ષ સુધી સ્વાભિમાન યાત્રા ઉજવાશે. રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ અંગે સમીક્ષા કરાઈ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે, કેબિનેટની બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ અંગે સમીક્ષા કરાઈ હતી. તેનું 2030 સુધીમાં અમલીકરણ કરવાનું છે. તેના રોડમેપ અંગે પણ કેબિનેટમાં ચર્ચાઓ કરાઈ હતી. દર મહિને શૈક્ષણિક નીતિ અંગે સમીક્ષા કરવામાં આવે છે. તેમણે બગદાણા વિવાદમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ આ કેસમાં એસઆઈટીની રચના કરી છે. એસઆઈટીની તપાસ બાદ પોલીસ કાર્યવાહી કરશે. વડોદરાના પાંચ ધારાસભ્યો દ્વારા લખવામાં આવેલા પત્ર અંગે તેમણે કહ્યું હતું કે, કોઈ બાબત ધ્યાને હોય તો રજૂઆત કરી શકે છે. અડચણો દૂર કરવી સરકારની ફરજ છે. પ્રજાના હિતના કામનો પ્રશ્ન હશે તો નિકાલ કરાશે. આ પણ વાંચોઃ Surat News : પ્રવાસન સ્થળ તરીકે ડુમસનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે : ધારાસભ્ય મુકેશ પટેલ

Read Full Story arrow_forward
Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર
calendar_today January 16, 2026

Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

રાજ્યની રાજનીતિ અને વિકાસની દિશા નક્કી કરનાર ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે. મહત્વનું છે કે આ બજેટ સત્ર 25 માર્ચ સુધી ચાલશે, જેમાં કુલ 23 દિવસ દરમિયાન 26 બેઠકો યોજાશે.રાજ્ય સરકાર વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ કરશે આ સત્ર દરમિયાન રાજ્ય સરકાર વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ કરશે, જેને લઈને તમામ રાજકીય પક્ષો અને જનતા વચ્ચે ભારે રસ જોવા મળી રહ્યો છે. બજેટ સત્રમાં વિકાસ યોજનાઓ, આર્થિક નીતિઓ, ખેડૂત, યુવા અને મધ્યમ વર્ગને લગતા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. સરકાર પોતાના વિકાસ કાર્યો અને નીતિઓને રજૂ કરશે વિપક્ષ તરફથી મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાઓ ઉઠાવવાની તૈયારી કરવામાં આવી છે, જ્યારે સરકાર પોતાના વિકાસ કાર્યો અને નીતિઓને રજૂ કરશે. સત્રની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી વિધાનસભા સચિવાલય દ્વારા સત્રની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું જણાવાયું છે. બજેટ સત્ર દરમિયાન ગૃહમાં ગરમાગરમ ચર્ચાઓ અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બજેટ સત્ર પરથી અનેક અપેક્ષાઓ રાજ્યના નાગરિકો માટે આ બજેટ સત્ર પરથી અનેક અપેક્ષાઓ જોડાઈ છે, કારણ કે આવનારા સમયના વિકાસનો રોડમેપ આ સત્ર દરમિયાન નક્કી થવાનો છે. આ પણ વાંચો----    Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કોન્ફરન્સનો શુભારંભ,અનેક મુદ્દાઓ પર કરાઇ ચર્ચા

Read Full Story arrow_forward
Rajkot: પીધેલી હાલતમાં કાર ચાલકે ઘંટેશ્વર પુલ પરથી કાર નીચે ફંગોળી, કારનો કચ્ચરઘાણ
calendar_today January 16, 2026

Rajkot: પીધેલી હાલતમાં કાર ચાલકે ઘંટેશ્વર પુલ પરથી કાર નીચે ફંગોળી, કારનો કચ્ચરઘાણ

શહેરના ઘંટેશ્વર પાર્ક પાસે નશામાં ધૂત એક કાર ચાલકે મોતની સવારી કરી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ફૂલ સ્પીડમાં જઈ રહેલી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી પુલ પરથી નીચે ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં કારના કચ્ચરઘાણ નીકળી ગયા છે, જ્યારે ચાલકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.નશાની હાલતમાં પૂરઝડપે હંકારી કારપ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માત સર્જનાર કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઘંટેશ્વર પાર્ક પાસેથી પસાર થતી વખતે કારની ગતિ મર્યાદા કરતા ઘણી વધારે હતી. દારૂના નશામાં હોવાને કારણે ચાલક કાર પર નિયંત્રણ રાખી શક્યો નહોતો અને સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પુલની રેલિંગ તોડીને નીચે પટકાઈ હતી.પુલ પરથી નીચે પડતા કારના ફુરચા ઉડ્યાકાર એટલી ઊંચાઈએથી નીચે પડી હતી કે તેની છત અને આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. કારમાં ભારે નુકસાની જોવા મળી રહી છે, જે જોતા અકસ્માત કેટલો ભયાનક હશે તેનો અંદાજો લગાવી શકાય છે.  ઘંટેશ્વર પાસે બનેલી આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ પણ વાંચો: જૂની અદાવતમાં મકરપુરામાં આતંક, ત્રણ શખ્સોએ ઈંટોના ઘા મારી ઓલા બાઈકની કરી તોડફોડ

Read Full Story arrow_forward