Surat News: ટ્રેનમાંથી સરકારી અનાજની ચોરીનું કૌભાંડ ઝડપાયું, રેલવે પોલીસ આવી એક્શનમાં
રાજ્યમાં ગરીબો માટે ફાળવવામાં આવતા સરકારી અનાજની બારોબાર ચોરી અને વેચાણનું એક મોટું કૌભાંડ સુરતમાં સામે આવ્યું છે. સુરત રેલવે સ્ટેશન નજીક ઊભેલી ટ્રેનમાંથી સરકારી અનાજની બોરીઓ ચોરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે.ટ્રેનમાંથી ચોરવામાં આવ્યું હતું સરકારી અનાજ સુરત રેલવે સ્ટેશન પાસે યાર્ડમાં અથવા ટ્રેક પર ઊભેલી માલગાડીના ડબ્બા (બોગી) માંથી અનાજની ચોરી કરવામાં આવી રહી હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે અસામાજિક તત્વો ટ્રેનમાંથી અનાજની બોરીઓ ઉતારીને બારોબાર સગેવગે કરી રહ્યા છે. આ અનાજ ગરીબ પરિવારો માટે રેશનિંગની દુકાનો સુધી પહોંચાડવાનું હતું, જેની ચોરી કરીને તેને ઊંચા ભાવે વેચી દેવાનું કૌભાંડ ચાલતું હોવાની આશંકા છે.વીડિયોના આધારે આરોપીઓની તપાસ હાથ ધરાઇવીડિયો વાયરલ થતા જ રેલવે પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વીડિયોમાં દેખાતા શકમંદોની ઓળખ માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. રેલવે સુરક્ષા દળ (RPF) અને સ્થાનિક પોલીસ હવે રેલવે યાર્ડમાં સુરક્ષા વધારવા પર ભાર મૂકી રહી છે. આ ઘટનાએ સરકારી અનાજની હેરાફેરીમાં સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા છે. સામાન્ય જનતામાં પણ આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward